Bible Language

1 Chronicles 27 (GUV) Gujarati Old BSI Version

1 ઇઝરાયલની સંખ્યા, એટલે તેઓના પિતૃઓનાં કુટુંબોના સરદારો, સહસ્રાધિપતિઓ, શતાધિપતિઓ તથા અધિકારીઓ, જેઓની ટોળીઓમાંથી અકેક ટોળી વારાફરતી વર્ષમાં મહિને મહિને આવતી, તથા જેઓ હરકોઈ બાબતમાં રાજાની સેવા કરતા હતા, તેઓની સંખ્યા દરેક ટોળીમાં ચોવીસ હજારની હતી.
2 પહેલા મહિનાને માટે પહેલી ટોળીનો ઉપરી ઝાબ્દીએલનો પુત્ર યાશોબામ હતો. તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
3 તે પેરેસના પુત્રોમાંનો હતો, ને તે પહલા મહિનાની ટોળીના સર્વ સરદારોનો ઉપરી હતો.
4 બીજા મહિનાની ટોળીનો ઉપરી દોદાય અહોહી હતો, તેની ટોળીનો નાયક મિકલોથ; અને તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
5 ત્રીજા મહિનાની ટોળીનો ત્રીજો સરદાર યહોયાદા યાજકનો પુત્ર બનાયા હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
6 જે ત્રીસ શૂરવીરો માં પરાક્રમી તથા તેમનો જે ઉપરી હતો તે બનાયા હતો. તેની ટોળીમાં તેનો પુત્ર અમિઝાબાદ હતો.
7 ચોથા મહિનાને માટે ચોથો સરદાર યોઆબનો ભાઈ અસાએલ, ને તેની પછી તેનો પુત્ર ઝબાદ્યા હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
8 પાંચમાં મહિનાને માટે પાચમો સરદાર શામ્હૂથ ઇસહારનો વંશજ હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
9 છઠ્ઠા મહિનાને માટે છઠ્ઠો સરદાર તકોઈ ઇક્કેશનો પુત્ર ઈરા હતો; તેની ટોળીમાં‍ ચોવીસ હજાર હતા.
10 સાતમા મહિનાને માટે સાતમો સરદાર એફ્રાઇમપુત્રોમાંનો હેલેશ પલોની હતો; તની ટોળીમાં ચોવીસ હજાર હતા.
11 આઠમા મહિનાને માટે આઠમો સરદાર ઝેરાહીઓમાંનો સિબ્બખાય હુશાથી હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
12 નવમા મહિનાને માટે નવમો સરદાર બિન્યામિનિઓમાંનો એબીએઝેર અનાથોથી હતો; તની ટોળીમાં ચોવીસ હજાર હતા.
13 દશમાં મહિનાને માટે દશમો સરદાર ઝેરાહીઓમાંનો માહરાય નટોફાથી હતો, તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
14 અગિયારમા મહિનાને માટે અગિયારમો સરદાર એફ્રાઈમપુત્રોમાંનો બનાયા પિરાથોની હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
15 બારમાં મહિનાને માટે બારમો સરદાર ઓથ્નીએલનો હેલેદ નટોફાથી હતો; તેની ટોળીમાં ચોવીસ હજાર હતા.
16 તે ઉપરાંત ઇઝરાયલનાં કુળો પર નીચે પ્રમાણે અમલદાર હતા: રુબેનીઓનો અમલદાર ઝિખ્રીનો પુત્ર એલીએઝેર હતો; શિમયોનીઓનો, માકાનો પુત્ર શફાટ્યા.
17 લેવીનો, કમુએલનો પુત્ર હશાબ્યા; હારુનનો, સાદોક;
18 યહૂદાનો, અલિહૂ (એ દાઉદના ભાઈઓમાંનો એક હતો); ઇસ્સાખારનો મિખાએલનો પુત્ર ઓમ્રી;
19 ઝબુલોનનો, ઓબાદ્યાનો પુત્ર યુશ્માયા; નફતાલીનો, આઝીએલનો પુત્ર યરેમોથ;
20 એફ્રાઈમપુત્રોનો આઝાઝ્‍યાનો પુત્ર હોશિયા; મનાશ્શાના અર્ધકુળનો, પદાયાનો પુત્ર યોએલ;
21 ગિલ્યાદમાં મનાશ્શાના અર્ધ કુળ નો, ઝખાર્યાનો પુત્ર યિદ્દો; બિન્યામીનનો, આબ્નેરનો પુત્ર યાસિયેલ;
22 દાનનો, યરોહામનો પુત્ર આઝારેલ. તેઓ ઈઝરાયલનાં કુળોના અમલદારો હતા.
23 પણ વીસ વર્ષના તથા તેથી ઓછી વયનાઓની ગણતરી દાઉદે કરી નહોતી; કેમ કે યહોવાએ આકાશના તારાઓની જેમ ઇઝરાયલને વધારવાને વચન આપ્યું હતું.
24 સરુયાના પુત્ર યોઆબે ગણતરી કરવા માંડી, પણ તે પૂરેપૂરી કરી નહિ, ગણતરી કરવા ને લીધે ઇઝરાયલ પર કોપ આવ્યો. દાઉદ રાજાના કાળવૃતાંતની તવારીખમાં ગણતરી નોંધવામાં આવી નથી
25 રાજાના ભંડારો ઉપર અદીએલનો પુત્ર આઝમાવેશ નિમાયેલો હતો. સીમમાંના, નગરોમાંના, ગામોમાંના તથા કિલ્લાઓમાંના ભંડારો ઉપર ઉઝઝિયાનો પુત્ર યહોનાથાન હતો.
26 ખેતી કરનારાઓ ઉપર દેખરેખ રાખવા કલૂબનો પુત્ર એઝી હતો.
27 દ્રક્ષાવાડીઓ ઉપર શિમઈ રામાથી હતો. દ્રક્ષારસના કોઠારોને માટે દ્રક્ષાવાડીઓની જે પેદાશ આવતી તેના ઉપર ઝાબ્દી શિફમી હતો.
28 જૈતવૃક્ષો તથા ગુલ્લરવૃક્ષો જે નીચાણના પ્રદેશમાં હતાં, તેઓના ઉપર બાલ-હાનાન ગદેરી હતો. તેલના ભંડારો ઉપર યોઆશ હતો.
29 શારોનમાં ચરનારા ઢોરોનાં ટોળા ઉપર શિટ્રાય શારોની હતો; અને નીચાણમાં જે ઢોરો ચરતાં હતાં તે ટોળાં ઉપર અદલાયનો પુત્ર શાફાટ હતો.
30 ઊંટો ઉપર ઓબિલ ઇશ્માએલી હતો. ગધેડા ઉપર યેહદયા મેરોનોથી હતો.
31 ઘેટાંબકરાં ઉપર યાઝીઝ હાગ્રી હતો. બધા દાઉદ રાજાની મિલકત હતી, તેના પર દેખરેખ રાખનારા હતા.
32 વળી દાઉદના કાકા યોનાથાન મંત્રી હતા, તે સમજુ પુરુષ હતા, ને ચિટનીસ હતા, હાખ્મોનીનો પુત્ર યહીએલ રાજાના પુત્રોનો શિક્ષક હતો.
33 અહિથોફેલ રાજાનો મંત્રી હતો. હૂશાય આર્કી રાજાનો મિત્ર હતો.
34 અહિથોફેલ પછી બનાયાનો પુત્ર યહોયાદા તથા અબ્યાથાર હતા. અને રાજાનો સેનાપતિ યોઆબ હતો.