Bible Language

1 Timothy 1 (GUV) Gujarati Old BSI Version

1 ખ્રિસ્ત પરના વિશ્વાસમાં મારા ખરા દીકરા તિમોથી પ્રતિ લખનાર, ઈશ્વર આપણા તારનારની તથા ખ્રિસ્ત ઈસુ જે આપણી આશા છે, તેમની આજ્ઞા પ્રમાણે થયેલો ખ્રિસ્ત ઈસુનો પ્રેરિત પાઉલ,.
2 ઈશ્વર આપણા પિતા તથા ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુ તરફથી તને કૃપા, દયા તથા શાંતિ થાઓ.
3 હું મકદોનિયા જતો હતો ત્યારે મેં તને વિનંતી કરી હતી તેમ ફરીથી કરું છું કે, તારે એફેસસમાં થોભવું, અને ત્યાંના કેટલાક માણસોને આજ્ઞા કરવી કે તેઓ જુદા પ્રકારનો ઉપદેશ કરે,
4 અને કલ્પિત વાતો પર તથા લાંબી લાંબી વંશાવળીઓ પર ધ્યાન આપે. એવી વાતો વિશ્વાસ ઉપર આધાર રાખનારી ઈશ્વરની સંસ્થાને ઉત્તેજન આપવાને બદલે ખાલી વાદવિવાદો ઉત્પન્‍ન કરે છે.
5 આજ્ઞાનો મુખ્ય હેતુ તો શુદ્ધ હ્રદયથી તથા સારા અંત:કરણથી તથા ઢોંગ વગરના વિશ્વાસથી પ્રેમ રાખવો છે.
6 બાબતો પર લક્ષ રાખવાથી કેટલાક મિથ્યા વાદવિવાદ કરવા લાગ્યા.
7 તેઓ નિયમશાસ્‍ત્રના ઉપદેશક થવા ચાહે છે, પણ પોતે શું કહે છે અથવા જે વિષે તેઓ ખાતરીપૂર્વક બોલે છે તે તેઓ પોતે સમજતા નથી.
8 પણ આપણે જાણીએ છીએ કે, જો તેનો યથાયોગ્ય ઉપયોગ કરવામાં આવે તો નિયમ શાસ્‍ત્ર સારું છે.
9 આપણે આટલું તો જાણીએ છીએ કે, નિયમ તો ન્યાયીને માટે નથી, પણ અનીતિમાન તથા સ્વચ્છંદીઓને માટે છે, જેઓ અધર્મી તથા પાપી, અપવિત્ર તથા ધર્મભ્રષ્ટ, પિતૃહત્યારા તથા માતૃહત્યારા, ખૂનીઓ,
10 વ્યભિચારીઓ, પુંમૈથુનીઓ, મનુષ્યહરણ કરનારાઓ, જૂઠાઓ તથા જૂઠા સમ ખાનારાઓ, એવા સર્વને માટે છે.
11 સ્તુત્ય ઈશ્વરના મહિમાની સુવાર્તા જે મને સોંપવામાં આવી છે તે પ્રમાણેના શુદ્ધ ઉપદેશની વિરુદ્ધ જે કંઈ હોય તેને માટે છે.
12 મને સામર્થ્ય આપનાર આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુનો હું આભાર માનું છું, કેમ કે તેમણે મને વિશ્વાસુ ગણીને પોતાની સેવામાં દાખલ કર્યો.
13 જોકે હું પહેલાં દુર્ભાષણ કરનાર તથા સતાવનાર તથા જુલમી હતો, તોપણ મારા પર દયા કરવામાં આવી, કારણ કે તે વખતે મને ખ્રિસ્ત પર વિશ્વાસ નહિ હોવાથી મેં અજ્ઞાનપણે તે કર્યું હતું.
14 આપણા પ્રભુની કૃપા મારા પર અતિશય થવાથી મને ખ્રિસ્ત ઈસુ પર વિશ્વાસ તથા પ્રેમ ઉત્પન્‍ન થયો.
15 વાત વિશ્વસનીય તથા સંપૂર્ણ અંગીકાર કરવા યોગ્ય છે કે, ખ્રિસ્ત ઈસુ પાપીઓને તારવાને માટે જગતમાં આવ્યા; એવા પાપીઓ માં હું મુખ્ય છું.
16 અનંતજીવનને માટે જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓને માટે હું નમૂનારૂપ થાઉં, માટે મારા પર દયા કરવામાં આવી કે, તેથી તે પોતાની પૂરી સહનશીલતા મારા સંબંધમાં પ્રગટ કરે.
17 જે સનાતન યુગોનો રાજા, અવિનાશી, અદશ્ય તથા એકમાત્ર ઈશ્વર છે, તેમને સદાસર્વકાળ માન તથા મહિમા હો. આમીન.
18 દીકરા તિમોથી, તારે વિષે અગાઉ થયેલા ભવિષ્યકથન પ્રમાણે, હું તને ખાસ આજ્ઞા આપું છું કે, તે ભવિષ્યકથનો ની સહાય થી તું સારી લડાઈ લડે;
19 અને વિશ્વાસ તથા નિર્મળ અંત:કરણ રાખે. એનો ત્યાગ કરવાથી કેટલાકે વિશ્વાસરૂપી વહાણ ભાંગ્યું.
20 તેઓમાંના હુમનાય તથા એલેકઝાન્ડર છે; તેઓ દુર્ભાષણ કરતાં શીખે માટે મેં તેઓને શેતાનને સોંપ્યા.