Bible Language

2 Chronicles 6 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે સુલેમાને કહ્યું, “યહોવાએ કહ્યું છે કે, ‘હું તો ગાઢ અંધકારમાં રહીશ.’
2 મેં તમારે માટે રહેવાનું મંદિર તથા સર્વકાળ માટે તમારે રહેવાનું સ્થળ બાંધ્યું છે.”
3 પછી રાજાએ ઇઝરાયલની સમગ્ર પ્રજા તરફ પોતાનું મોં ફેરવીને તેઓને આશીર્વાદ આપ્યો. વખતે ઇઝરાયલની સમગ્ર પ્રજા ઊભી રહી હતી.
4 તેણે કહ્યું, “ઇઝરાયલના ઈશ્વર યહોવાને ધન્ય હો કે, જેમણે પોતાના મુખે મારા પિતા દાઉદને જે કહ્યું હતું તે તેમણે પોતાના હાથે પૂરું કર્યું છે. તેમણે કહ્યું હતું કે,
5 મેં મારા લોકને મિસર દેશમાંથી કાઢ્યા, તે દિવસથી મેં, મારું નામ ત્યાં રહે તે માટે મંદિર બાંધવા માટે, ઇઝરાયલના સર્વ કુળોમાંથી કોઈ નગરને પસંદ કર્યું નથી. તેમ મારા ઇઝરાયલ લોક ઉપર મેં કોઈ પુરુષને અધિકારી થવા માટે પસંદ કર્યો નથી.
6 પણ મારું નામ રહેવા માટે યરુશાલેમને મેં પસંદ કર્યું છે. અને મારા ઇઝરાયલ લોકનો ઉપરી થવા માટે દાઉદને મેં પસંદ કર્યો છે.
7 હવે ઇઝરાયલના ઇશ્વર યહોવાના નામને માટે મંદિર બાંધવાનું મારા પિતા દાઉદનાં અંત:કરણમાં હતું.
8 પણ યહોવાએ તેમને કહ્યું, ‘મારા નામને માટે મંદિર બાંધવાનું તારા અંત:કરણમાં હતું તો સારું હતું;
9 પરંતું તારે તે મંદિર બાંધવું નહિ, પણ તેને જે પુત્ર થશે તે મારા નામને માટે મંદિર બાંધશે.’
10 યહોવા પોતે જે વચન બોલ્યા તે તેમણે પૂરું કર્યું છે. કેમ કે હું મારા પિતા દાઉદને સ્થાને ઊભો થયો છું, ને યહોવાના વચન પ્રમાણે ઇઝરાયલના રાજ્યાસન પર બેઠો છું, ને મેં ઇઝરાયલના ઈશ્વર યહોવાના નામને માટે મંદિર બાંધ્યું છે.
11 અને તેમાં મેં કોશ મૂક્યો છે, કોશમાં યહોવાએ ઇઝરાયલી લોકોની સાથે જે કરાર કર્યો હતો તે છે.”
12 યહોવાની વેદીની સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભા થઈને સુલેમાને પોતાના હાથ પ્રસાર્યા.
13 (સુલેમાને પિત્તળનો પાંચ હાથ લાંબો, પાંચ હાથ પહોળો તથા ત્રણ હાથ ઊંચો બાજઠ બનાવીને તેને આંગણાની વચ્ચે મૂક્યો હતો. તેના ઉપર તે ઊભો રહ્યો, ને ઇઝરાયલના સર્વ લોકોની આગળ તેને ઘૂંટણ ટેકવીને આકાશ તરફ પોતાના હાથ પ્રસાર્યા;)
14 અને તેણે કહ્યું, “હે યહોવા, ઇઝરાયલના ઇશ્વર, આકાશમાં તથા પૃથ્વી પર તમારા જેવો કોઈ ઈશ્વર નથી.તમારા જે સેવકો પોતાના ખરા અંત:કરણથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર પાળો છો, તથા તેઓ પર તમે કૃપા રાખો છો.
15 તમારા સેવક મારા પિતા દાઉદને તમે જે વચન આપ્યું હતું, તે તેમની પ્રત્યે તમે પાળ્યું છે. હા, તમે તમારા મુખથી જે બોલ્યા, તે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજ છે તેમ.
16 તો હવે, હે યહોવા, ઇઝરાયલના ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને તમે જે વચન આપ્યું છે તે તેમની પ્રત્યે પાળો, તે કે ‘જેમ તું મારી આગળ ચાલ્યો છે તેમ તારા વંશજો પોતાના માર્ગ સંભાળીને મારા નિયમ પ્રમાણે ચાલશે, તો મારી નજર આગળથી ઇઝરાયલના રાજ્યસન પર બેસનાર પુરુષની તને ખોટ પડશે નહિ.’
17 માટે હવે, હે યહોવા, ઇઝરાયલના ઈશ્વર, તમે જે વચન તમારા સેવક દાઉદને આપ્યું છે તે પૂર્ણ કરો.
18 પણ શું, ઈશ્વર ખરેખર માણસની સાથે પૃથ્વી ઉપર વસે? જુઓ, આકાશ તથા આકાશોના આકાશમાં તો તમારો સમાવેશ થાય એમ નથી, ત્યારે જે મંદિર મેં બાંધ્યું છે તેમાં તમારો સમાવેશ થવો કેટલું બધું અશક્ય છે!
19 તોપણ, હે યહોવા મારા ઈશ્વર, તમારા સેવકની પ્રાર્થના તથા તેની યાચના ધ્યાનમાં લઈને તમારો સેવક તમારી આગળ જે પોકાર તથા પ્રાર્થના કરે છે તે તમે સાંભળજો.
20 રાતદિવસ મંદિર તરફ, એટલે જે સ્થળ વિષે તમે કહ્યું છે કે, ‘મારું નામ હું ત્યાં રાખીશ’, તે તરફ તમારી આંખો ઉઘાડી રહે કે, જેથી તમારો સેવક તથા સ્થળ તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે, તે તમે સાંભળો.
21 તમારો સેવક તથા તમારા ઇઝરાયલી લોક સ્થળ તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ત્યારે તેઓની યાચનાઓ તમે સાંભળજો. હા, તમારા રહેઠાણમાંથી, એટલે આકાશમાંથી, તમે સાંભળજો; અને સાંભળીને ક્ષમા કરજો.
22 જો કોઈ માણસ પોતાના પડોશી વિરુદ્ધ અપરાધ કરે, ને તેને સોગન આપવા માટે તેને સમ ખવડાવવામાં આવે, ને તે આવીને મંદિરમાંથી તમારી વેદીની સમક્ષ સમ ખાય;
23 તો આકાશમાંથી તે સાંભળીને તે પ્રમાણે કરજો. ને દુષ્ટનાં કર્મો તેના પોતાના માથા પર નાખીને તેનો બદલો આપીને તમારા સેવકોનો ન્યાય કરજો; અને નેક માણસને ન્યાયી ઠરાવીને તેની નેકી પ્રમાણે તેને ફળ આપજો.
24 જો તમારા ઇઝરાયલી લોક તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે માર ખાય; અને જો તેઓ પસ્તાવો કરીને પોતાના ઈશ્વર તરીકે તમને કબૂલ કરે ને મંદિરમાં આવીને તમારી પ્રાર્થના તથા યાચના કરે;
25 તો તમે આકાશમાંથી તે સાંભળીને તમારા ઇઝરાયલી લોકનાં પાપની ક્ષમા કરજો, ને જે દેશ તમે તેઓને તથા તેઓના પિતૃઓને આપ્યો તેમાં તેઓને પાછા લાવજો.
26 જ્યારે તેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે આકાશ બંધ થઈ જાય ને વરસાદ વરસે, તે વખતે જો તેઓ સ્થળ તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે ને તમારા નામનું સ્મરણ કરે, પ્રમાણે જ્યારે તમે તેઓને શિક્ષા કરો, ને તેઓ પોતાના પાપથી ફરે;
27 તો આકાશમાંથી તે સાંભળીને તમારા સેવકોનાં તથા તમારા ઇઝરાયલી લોકનાં પાપની ક્ષમા કરજો, કેમ કે જે સારે માર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો; અને તમારો જે દેશ તમે તમારા લોકને વતન તરીકે આપ્યો છે તે પર વરસાદ મોકલજો.
28 જો દેશમાં દુકાળ પડે, મરકી ચાલે, સૂક, મસી, તીડ કે કાતરા પડે; જો તેઓના દેશનાં નગરોમાં તેઓના શત્રુઓ તેઓને ઘેરી લે; ગમે તે મરકી કે મંદવાડ આવ્યો હોય;
29 ત્યારે ગમે તે પ્રાર્થના કે યાચના હરકોઈ માણસ અથવા તમારા સર્વ ઇઝરાયલી લોક, પોતપોતાની પીડા, ને પોતપોતાનું દુ:ખ જાણીને પાતાના હાથો મંદિર તરફ પ્રસારીને ફરે;
30 તો તમારા રહેઠાણ આકાશમાંથી તમે તે સાંભળીને ક્ષમા કરજો, ને દરેક માણસનું અંત:કરણ તમે જાણો છો માટે તેને તેની સર્વ કરણી પ્રમાણે ફળ આપજો. (કેમ કે તમે, કેવળ તમે જ, સર્વ મનુષ્યોના અંત:કરણ જાણો છો.)
31 જેથી જે દેશ તમે અમારા પિતૃઓને આપ્યો છે, તેમાં તેઓ રહે ત્યાં સુધી તેઓ તમારાથી બીને તમારા માર્ગોમાં ચાલે.
32 વળી પરદેશી કે જેઓ તમારા ઇઝરાયલી લોકમાંના હોય તેઓ જ્યારે તમારા મોટા નામ તથા તમારા પરાક્રમી હાથ તથા તમારા લંબાવેલા બાહુની ખાતર દૂર દેશથી આવે; ને આવીને તેઓ મંદિર તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે;
33 ત્યારે તમે તમારા રહેઠાણ આકાશમાંથી તે સાંભળજો, ને તે પરદેશી જે બધી બાબત વિષે તમને વિનંતી કરે તે પ્રમાણે તમે કરજો, કે જેથી પૃથ્વીના સર્વ લોક તમારું નામ જાણીને તમારા ઇઝરાયલી લોકની માફક તમારી બીક રાખે, ને તેઓ જાણે કે મંદિર જે મેં બાંધ્યું છે તે તમારા નામથી ઓળખાય છે.
34 જો તમારા જે લોક કોઈ માર્ગે તમે તેઓને મોકલો તે માર્ગે પોતાના શત્રુઓની સામે યુદ્ધ કરવા જાય, ને નગર જે તમે પસંદ કર્યું છે ને જે મંદિર મેં તમારા નામને માટે બાંધ્યું છે, તેની તરફ મુખ ફેરવીને તમારી પ્રાર્થના કરે;
35 તો તેઓની પ્રર્થના તથા તેઓની યાચના આકાશમાંથી સાંભળીને તમે તેઓનો પક્ષ લેજો.
36 જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, (કેમ કે પાપ કરે એવું કોઈ માણસ નથી, )ને તમે તેઓ પર કોપાયમાન થઈને તેઓને તેઓના શત્રુઓના હાથમાં સોંપો ને તેથી તેઓને દૂરના કે પાસેના દેશમાં બંદીવાન કરીને પકડી લઈ જવામાં આવે;
37 તોપણ જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય ત્યાં જો તેઓ વિચાર કરે ને તેઓની ગુલામગીરીના દેશમાં પસ્તાવો કરીને તમારી યાચના કરીને કહે, ‘અમે પાપ કર્યું છે, અમે વિપરીત રીતે વર્ત્યા છીએ, અમે દુષ્ટતા કરી છે;’
38 વળી ત્યાં જો તેઓ પોતાના પૂરા તથા શુદ્ધ અંત:કરણથી તમારી તરફ ફેરવીને તેઓનો જે દેશ તમે તેઓના પિતૃઓને આપ્યો છે ને જે નગર તમે પસંદ કર્યું છે તથા જે મંદિર તમારા નામને માટે મેં બાંધ્યું છે, તેઓની તરફ મુખ ફેરવીને તેઓ પ્રાર્થના કરે;
39 તો તમે આકાશમાંથી, એટલે તમારા રહેઠાણમાંથી તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના સાંભળીને તેઓનો પક્ષ લેજો; અને તમારા લોક જેઓએ તમારી વિરુદ્ધ પાપ કર્યું છે તેઓને ક્ષમા કરજો.
40 હવે, હે મારા ઈશ્વર, હું તમારી આજીજી કરું છું કે, સ્થળે કરેલી પ્રાર્થના પર તમારી આંખો ખુલ્લી રહે તથા તમારા કાનો ચકોર રહે.
41 તો હવે, હે યહોવા ઈશ્વર, તમે તથા તમારા સામર્થ્યનો કોશ, તમારા વિશ્રામસ્થાનમાં ઊઠી આવો; હે યહોવા ઈશ્વર, તમારા યાજકો વિજયી વસ્ત્રથી વેષ્ટિત થાય, તમારા ભક્તો ભલાઈમાં આનંદ માને.
42 હે યહોવા ઈશ્વર, તમારા અભિષિક્તની અવગણના કરો; તમારા સેવક દાઉદ પરની કૃપાનું સ્મરણ કરો.