Bible Language
Gujarati Old BSI Version

:

GUV
1. યહૂદાના રાજા યહોશાફાટે પુષ્કળ સંપત્તિ અને લોકપ્રિયતા પ્રાપ્ત કરી. તેણે તેના પુત્રનું સગપણ ઇસ્રાએલના રાજા આહાબની પુત્રી સાથે કર્યુ.
1. Now Jehoshaphat H3092 had H1961 riches H6239 and honor H3519 in abundance H7230 , and joined affinity H2859 with Ahab H256 .
2. થોડાં વરસો પછી તે આહાબને મળવા સમરૂન ગયો. આહાબ તેને અને તેના રસાલાને માટે મોટી સંખ્યામાં બકરીઓ અને બળદનું બલિદાન આપ્યું અને તેને રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવા ભોળવ્યો.
2. And after H7093 certain years H8141 he went down H3381 to H413 Ahab H256 to Samaria H8111 . And Ahab H256 killed H2076 sheep H6629 and oxen H1241 for him in abundance H7230 , and for the people H5971 that H834 he had with H5973 him , and persuaded H5496 him to go up H5927 with him to H413 Ramoth H7433 -gilead.
3. આહાબે યહોશાફાટને કહ્યું, “તમે મારી સાથે રામોથ-ગિલયાદ આવશો?” યહોશાફાટે કહ્યું, “આપણે બે કાઇં જુદા નથી. મારા સૈનિકો તમારા સૈનિકો છે. આપણે સાથે મળીને આપણી લડાઇ લડીશું.”
3. And Ahab H256 king H4428 of Israel H3478 said H559 unto H413 Jehoshaphat H3092 king H4428 of Judah H3063 , Wilt thou go H1980 with H5973 me to Ramoth H7433 -gilead? And he answered H559 him, I H3644 am as thou H3644 art , and my people H5971 as thy people H5971 ; and we will be with H5973 thee in the war H4421 .
4. પણ પહેલાં યહોવાને પશ્ર્ન કરો કે, “તમારી શી ઇચ્છા છે તે કૃપા કરીને કહો.”
4. And Jehoshaphat H3092 said H559 unto H413 the king H4428 of Israel H3478 , Inquire H1875 , I pray thee H4994 , at H853 the word H1697 of the LORD H3068 today H3117 .
5. તેથી ઇસ્રાએલના રાજાએ આશરે 400 પ્રબોધકોને બોલાવીને ભેગા કર્યા, અને તેમને પૂછયું, “અમારે રામોથ-ગિલયાદ ઉપર હુમલો કરવો કે, રોકાઇ જવું?” તેમણે કહ્યું, “હુમલો કરો. દેવ તેને તમારા હાથમાં સોંપી દેશે.”
5. Therefore the king H4428 of Israel H3478 gathered together H6908 H853 of prophets H5030 four H702 hundred H3967 men H376 , and said H559 unto H413 them , Shall we go H1980 to H413 Ramoth H7433 -gilead to battle H4421 , or H518 shall I forbear H2308 ? And they said H559 , Go up H5927 ; for God H430 will deliver H5414 it into the king H4428 's hand H3027 .
6. યહોશાફાટે પૂછયું, “અહીં યહોવાનો બીજો કોઇ પ્રબોધક નથી, જેને આપણે પ્રશ્ર્ન કરી શકીએ?”
6. But Jehoshaphat H3092 said H559 , Is there not H369 here H6311 a prophet H5030 of the LORD H3068 besides H5750 , that we might inquire H1875 of him H4480 H854 ?
7. ઇસ્રાએલના રાજાએ કહ્યું, “બીજો એક છે જેની મારફતે આપણે યહોવાને પ્રશ્ર્ન કરી શકીએ, પણ મને તેનો તિરસ્કાર છે, કારણ, તે કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી, હંમેશા માઠું ભવિષ્ય ભાખે છે, તે તો યિમ્લાનો પુત્ર મીખાયા છે.” યહોશાફાટ બોલી ઉઠયો, “નામદાર, એવું બોલશો.”
7. And the king H4428 of Israel H3478 said H559 unto H413 Jehoshaphat H3092 , There is yet H5750 one H259 man H376 , by whom H4480 H854 we may inquire H1875 of H853 the LORD H3068 : but I H589 hate H8130 him; for H3588 he never H369 prophesied H5012 good H2896 unto H5921 me, but H3588 always H3605 H3117 evil H7451 : the same H1931 is Micaiah H4321 the son H1121 of Imla H3229 . And Jehoshaphat H3092 said H559 , Let not H408 the king H4428 say H559 so H3651 .
8. આથી ઇસ્રાએલના રાજાએ એક અમલદારને બોલાવીને કહ્યું, “મીખાયાને તાબડતોબ બોલાવી લાવ.”
8. And the king H4428 of Israel H3478 called H7121 for H413 one H259 of his officers H5631 , and said H559 , Fetch quickly H4116 Micaiah H4319 the son H1121 of Imla H3229 .
9. ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા બાદશાહી પોશાક પહેરીને સમરૂનના દરવાજાની આગળ બે સિંહાસન પર બેઠેલા હતા. બધા પ્રબોધકો પોત પોતાનો સંદેશો, એક મોટી ખુલ્લી જગ્યામાં તેમની સામે આપી રહ્યાં હતા.
9. And the king H4428 of Israel H3478 and Jehoshaphat H3092 king H4428 of Judah H3063 sat H3427 either H376 of them on H5921 his throne H3678 , clothed H3847 in their robes H899 , and they sat H3427 in a void place H1637 at the entering in H6607 of the gate H8179 of Samaria H8111 ; and all H3605 the prophets H5030 prophesied H5012 before H6440 them.
10. એમાંનો એક સિદકિયા કે જે કનાઅનાહનો પુત્ર હતો જેણે પોતાના માટે લોખંડના શિંગડા બનાવડાવ્યા હતા. તે બોલ્યો, “આ, યહોવાનાં વચનો છે; આવાં શિંગડાઓ વડે આપ અરામીઓને મારીને પૂરા કરી નાખશો.”
10. And Zedekiah H6667 the son H1121 of Chenaanah H3668 had made H6213 him horns H7161 of iron H1270 , and said H559 , Thus H3541 saith H559 the LORD H3068 , With these H428 thou shalt push H5055 H853 Syria H758 until H5704 they be consumed H3615 .
11. સર્વ પ્રબોધકોએ એવો પ્રબોધ કર્યો છે કે, “રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીને વિજયી થા; કારણકે યહોવા તે તારા હાથમાં સોંપી દેશે.”
11. And all H3605 the prophets H5030 prophesied H5012 so H3651 , saying H559 , Go up H5927 to Ramoth H7433 -gilead , and prosper H6743 : for the LORD H3068 shall deliver H5414 it into the hand H3027 of the king H4428 .
12. મીખાયાને તેડવા મોકલેલ માણસોએ મીખાયાને કહ્યું, “ખ્યાલ રાખજો કે બધા પ્રબોધકોએ એક અવાજે રાજાને માટે સારું ભવિષ્ય ભાખ્યું છે. તમે પણ તેમના જેવું ભવિષ્ય ભાખજો અને વિજયની આગાહી કરજો.”
12. And the messenger H4397 that H834 went H1980 to call H7121 Micaiah H4321 spoke H1696 to H413 him, saying H559 , Behold H2009 , the words H1697 of the prophets H5030 declare good H2896 to H413 the king H4428 with one H259 assent H6310 ; let thy word H1697 therefore , I pray thee H4994 , be H1961 like one H259 of H4480 theirs , and speak H1696 thou good H2896 .
13. પણ મીખાયાએ કહ્યું, “યહોવાના સોગંદ, હું તો મારા દેવ જે કહેશે તે ભાખીશ.”
13. And Micaiah H4321 said H559 , As the LORD H3068 liveth H2416 , even H3588 H853 what H834 my God H430 saith H559 , that will I speak H1696 .
14. મીખાયા રાજાની સન્મુખ આવ્યો ત્યારે રાજાએ તેને કહ્યું, “મીખાયા, અમે રામોથ-ગિલયાદ પર ચઢાઇ કરીએ કે રોકાઇ જઇએ?” મીખાયાએ કહું, “ચઢાઇ કરો અને વિજય પામો. તમારા હાથમાં આવશે.”
14. And when he was come H935 to H413 the king H4428 , the king H4428 said H559 unto H413 him, Micaiah H4318 , shall we go H1980 to H413 Ramoth H7433 -gilead to battle H4421 , or H518 shall I forbear H2308 ? And he said H559 , Go ye up H5927 , and prosper H6743 , and they shall be delivered H5414 into your hand H3027 .
15. પરંતુ રાજાએ કહ્યું, “યહોવાને નામે મને કેવળ સત્ય કહેવા માટે મારે તારી પાસે કેટલી વાર સમ લેવડાવવાં?”
15. And the king H4428 said H559 to H413 him , How many H5704 H4100 times H6471 shall I H589 adjure H7650 thee that H834 thou say H1696 nothing H3808 but H7535 the truth H571 to H413 me in the name H8034 of the LORD H3068 ?
16. એટલે મીખાયાએ કહ્યું, “મેં બધા ઇસ્રાએલીઓને ભરવાડ વગરનાં ઘેટાંની જેમ પર્વતો ઉપર વેરવિખેર થઇ ગયેલા જોયા છે, અને મેં યહોવાને બોલતા સાંભળ્યાં છે કે, ‘એ લોકોનો કોઇ ધણીધોરી નથી. તેથી તેઓ ભલે શાંતિથી ઘેર જતા.”‘
16. Then he said H559 , I did see H7200 H853 all H3605 Israel H3478 scattered H6327 upon H5921 the mountains H2022 , as sheep H6629 that H834 have no H369 shepherd H7462 : and the LORD H3068 said H559 , These H428 have no H3808 master H113 ; let them return H7725 therefore every man H376 to his house H1004 in peace H7965 .
17. સાંભળીને ઇસ્રાએલના રાજા આહાબે યહોશાફાટને કહ્યું, “મેં તમને નહોતું કહ્યું કે, કદી મારે વિષે સારું ભવિષ્ય ભાખતો નથી. માઠું ભવિષ્ય ભાખે છે.”
17. And the king H4428 of Israel H3478 said H559 to H413 Jehoshaphat H3092 , Did I not H3808 tell H559 H413 thee that he would not H3808 prophesy H5012 good H2896 unto H5921 me, but H3588 H518 evil H7451 ?
18. મીખાયાએ વધુમાં કહ્યું, “હવે યહોવાની વાણી સાંભળો;” મેં યહોવાને તેના સિંહાસન ઉપર બિરાજેલા જોયા છે, તેને ડાબે અને જમણે હાથે બધા દેવદૂતો તેની તહેનાતમાં ઊભા હતા.
18. Again he said H559 , Therefore H3651 hear H8085 the word H1697 of the LORD H3068 ; I saw H7200 H853 the LORD H3068 sitting H3427 upon H5921 his throne H3678 , and all H3605 the host H6635 of heaven H8064 standing H5975 on H5921 his right hand H3225 and on his left H8040 .
19. યહોવાએ કહ્યું કે, ‘કોણ ઇસ્રાએલના રાજા આહાબને ફોસલાવીને રામોથ-ગિલયાદ લઇ જાય કે, ત્યાં તે માર્યો જાય?’ ત્યારે એકે આમ કહ્યું, ને બીજાએ તેમ કહ્યું.
19. And the LORD H3068 said H559 , Who H4310 shall entice H6601 H853 Ahab H256 king H4428 of Israel H3478 , that he may go up H5927 and fall H5307 at Ramoth H7433 -gilead? And one H2088 spoke H559 saying H559 after this manner H3602 , and another H2088 saying H559 after that manner H3602 .
20. પછી એક આત્માએ આગળ આવીને યહોવાની સન્મુખ ઊભા રહ્યીને કહ્યું કે, ‘હું તેને ફોસલાવીશ’- યહોવાએ તેને પૂછયું કે, ‘શી રીતે?’
20. Then there came out H3318 a spirit H7307 , and stood H5975 before H6440 the LORD H3068 , and said H559 , I H589 will entice H6601 him . And the LORD H3068 said H559 unto H413 him, Wherewith H4100 ?
21. તેણે કહ્યું, ‘હું જઇને તેના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવીશ.’ યહોવા બોલ્યા, ‘તું જરૂર તેને લલચાવવામાં સફળ થશે. જા અને પ્રમાણે કર.’
21. And he said H559 , I will go out H3318 , and be H1961 a lying H8267 spirit H7307 in the mouth H6310 of all H3605 his prophets H5030 . And the LORD said H559 , Thou shalt entice H6601 him , and thou shalt also H1571 prevail H3201 : go out H3318 , and do H6213 even so H3651 .
22. “તેથી આપ જોઇ શકો છો કે, યહોવાએ આપના બધા પ્રબોધકોને મોઢે જૂઠી ભવિષ્યવાણી ઉચ્ચારાવી છે. કારણ, તેણે આપને માથે આફત ઉતારવાનું નક્કી કર્યુ છે.”
22. Now H6258 therefore, behold H2009 , the LORD H3068 hath put H5414 a lying H8267 spirit H7307 in the mouth H6310 of these H428 thy prophets H5030 , and the LORD H3068 hath spoken H1696 evil H7451 against H5921 thee.
23. ત્યારે કનાનનો પુત્ર સિદકિયા મીખાયા પાસે ગયો અને તેના ગાલ પર તમાચો મારીને બોલ્યો, “તું જૂઠો છે, યહોવાનો આત્મા મને તજીને તારામાં ક્યારે આવ્યો?
23. Then Zedekiah H6667 the son H1121 of Chenaanah H3668 came near H5066 , and smote H5221 H853 Micaiah H4321 upon H5921 the cheek H3895 , and said H559 , Which H335 H2088 way H1870 went H5674 the Spirit H7307 of the LORD H3068 from H4480 H854 me to speak H1696 unto H854 thee?
24. મીખાયાએ જવાબ આપ્યો, “એ તો તું જે દિવસે ભાગી જઇને અંદરના ખંડમાં છુપાઇ જશે ત્યારે તને ખબર પડશે.”
24. And Micaiah H4321 said H559 , Behold H2009 , thou shalt see H7200 on that H1931 day H3117 when H834 thou shalt go H935 into an inner chamber H2315 H2315 to hide thyself H2244 .
25. ઇસ્રાએલના રાજાએ કહ્યું, “મીખાયાને પકડો. અને તેને આમોન શહેરના પ્રશાસક અને રાજકુંવર યોઆશને સોંપી દો, અને કહો,
25. Then the king H4428 of Israel H3478 said H559 , Take H3947 ye H853 Micaiah H4321 , and carry him back H7725 to H413 Amon H526 the governor H8269 of the city H5892 , and to H413 Joash H3101 the king H4428 's son H1121 ;
26. ‘રાજાનો એવો હુકમ છે કે, આને કેદમાં પૂરો અને હું સુરક્ષિત પાછો આવું ત્યાં સુધી જીવતો રહે એટલા રોટલા ને પાણી સિવાય કશું આપશો નહિ.”‘
26. And say H559 , Thus H3541 saith H559 the king H4428 , Put H7760 this H2088 fellow in the prison H1004 H3608 , and feed H398 him with bread H3899 of affliction H3906 and with water H4325 of affliction H3906 , until H5704 I return H7725 in peace H7965 .
27. મીખાયાએ જણાવ્યું, “જો તું સુરક્ષિત પાછો ફરે તો યહોવા મારા દ્વારા બોલ્યા નથી એમ માનજે.” પછી આસપાસ ઊભા રહેલા લોકો તરફ ફરીને તેણે કહ્યું, “મેં જે કહ્યું તેની નોંધ લો.”
27. And Micaiah H4321 said H559 , If H518 thou certainly return H7725 H7725 in peace H7965 , then hath not H3808 the LORD H3068 spoken H1696 by me . And he said H559 , Hearken H8085 , all H3605 ye people H5971 .
28. પછી ઇસ્રાએલનો રાજા અને યહૂદાનો રાજા યહોશાફાટ સૈન્યો સાથે રામોથ-ગિલયાદ ઉપર ચઢાઇ કરવા ગયો.
28. So the king H4428 of Israel H3478 and Jehoshaphat H3092 the king H4428 of Judah H3063 went up H5927 to H413 Ramoth H7433 -gilead.
29. ઇસ્રાએલના રાજાએ યહોશાફાટને કહ્યું, “યુદ્ધમાં જતી વખતે હું વેશપલટો કરીશ પણ તમે તમારો બાદશાહી પોશાક પહેરી રાખજો.” આમ ઇસ્રાએલના રાજાએ વેશપલટો કર્યો અને યુદ્ધમાં ગયો.
29. And the king H4428 of Israel H3478 said H559 unto H413 Jehoshaphat H3092 , I will disguise myself H2664 , and will go H935 to the battle H4421 ; but put thou on H859 H3847 thy robes H899 . So the king H4428 of Israel H3478 disguised himself H2664 ; and they went H935 to the battle H4421 .
30. હવે અરામના રાજાએ પોતાના રથાધિપતિઓને એવો હુકમ આપ્યો હતો કે, “તમારે ઇસ્રાએલના રાજા સિવાય બીજા ગમે તેના ઉપર હુમલો કરવો નહિ.”
30. Now the king H4428 of Syria H758 had commanded H6680 H853 the captains H8269 of the chariots H7393 that H834 were with him, saying H559 , Fight H3898 ye not H3808 with H854 small H6996 or H854 great H1419 , save H3588 H518 only H905 with H854 the king H4428 of Israel H3478 .
31. રથાધિપતિઓએ યહોશાફાટને જોયો ત્યારે તેઓએ એમ ધાર્યુ કે, “એ ઇસ્રાએલનો રાજા છે.” માટે તેઓ તેની સાથે લડવાને આવ્યા; એટલે યહોશાફાટે બૂમ પાડી, ને યહોવાએ તેને મદદ કરી; અને દેવે તેઓનાં મન ફેરવ્યાં, જેથી તેઓ તેની પાસેથી જતા રહ્યાં.
31. And it came to pass H1961 , when the captains H8269 of the chariots H7393 saw H7200 H853 Jehoshaphat H3092 , that they H1992 said H559 , It H1931 is the king H4428 of Israel H3478 . Therefore they compassed H5437 about H5921 him to fight H3898 : but Jehoshaphat H3092 cried out H2199 , and the LORD H3068 helped H5826 him ; and God H430 moved H5496 them to depart from H4480 him.
32. રથાધિપતિઓએ જોયું કે, તો ઇસ્રાએલનો રાજા નથી, ત્યારે તેને પકડવાની કોશિષ મૂકી દીધી.
32. For it came to pass H1961 , that , when the captains H8269 of the chariots H7393 perceived H7200 that H3588 it was H1961 not H3808 the king H4428 of Israel H3478 , they turned back again H7725 from pursuing H4480 H310 him.
33. પરંતુ એક યોદ્ધાએ અમસ્તુ બાણ છોડ્યું અને તેણે ઇસ્રાએલના રાજાને બખતરના સાંધા આગળથી વીંધી નાખ્યો. આહાબે પોતાના સારથીને કહ્યું, “રથ ફેરવીને મને યુદ્ધભૂમિની બહાર લઇ જા. હું ઘવાયો છું.”
33. And a certain man H376 drew H4900 a bow H7198 at a venture H8537 , and smote H5221 H853 the king H4428 of Israel H3478 between H996 the joints H1694 of the harness H8302 : therefore he said H559 to his chariot man H7395 , Turn H2015 thine hand H3027 , that thou mayest carry me out H3318 of H4480 the host H4264 ; for H3588 I am wounded H2470 .
34. તે દિવસે યુદ્ધ વધુને વધુ ભીષણ બનતું ગયું. સાંજ થતાં સુધી આહાબ, અરામીઓ તરફ મોં રાખીને રથમાં ટટ્ટાર બેઠો હતો. પછી તે મરી ગયો.
34. And the battle H4421 increased H5927 that H1931 day H3117 : howbeit the king H4428 of Israel H3478 stayed himself up H1961 H5975 in his chariot H4818 against H5227 the Syrians H758 until H5704 the even H6153 : and about the time H6256 of the sun H8121 going down H935 he died H4191 .