Bible Language

Genesis 46:31 (GUV) Gujarati Old BSI Version

1 અને ઇઝરાયલ પોતાનાં સર્વ સહિત નીકળીને બેર-શેબા આવ્યો, ને તેણે પોતાના પિતા ઇસહાકના ઈશ્વરને ચઢાવ્યા.
2 રાત્રે સ્વપ્નમાં ઈશ્વરે ઇઝરાયલ સાથે વાત કરીને કહ્યું, “યાકૂબ, યાકૂબ.” અને તેણે કહ્યું, જુઓ, હું રહ્યો.”
3 અને ઈશ્વરે કહ્યું, “હું ઈશ્વર, તારા પિતાનો ઈશ્વર છું; મિસરમાં જતાં બીશ નહિ; કેમ કે ત્યાં હું તારાથી એક મોટી પ્રજા ઉત્પન્‍ન કરીશ.
4 હું તારી સાથે મિસરમાં આવીશ. અને હું નિશ્ચે તને પાછો લાવીશ. અને યૂસફ તેનો હાથ તારી આંખ પર મૂકશે.”
5 ત્યારે યાકૂબ બેર-શેબાથી નીકળ્યો, અને તેને લઈ જવાને જે ગાડાં ફારુને મોકલ્યાં હતાં તેમાં ઇઝરાયલપુત્રોએ તેઓના પિતા યાકૂબને તથા તેઓનાં છોકરાંને તથા તેઓની પત્નીઓને બેસાડયાં.
6 અને તેઓનાં ઢોરઢાંક તથા જે સંપત્તિ તેઓએ કનાન દેશમાં મેળવી હતી તે લઈને યાકૂબ તથા તેની સાથે તેનું આખું કુટુંબ મિસરમાં આવ્યું;
7 એટલે તેના દિકરા તથા તેની સાથે તેના દિકરાઓના દિકરા, ને તેની દીકરીઓ તથા તેના દિકરાઓની દીકરીઓને તથા તેનાં સર્વ સંતાનને તે પોતાની સાથે મિસરમાં લાવ્યો.
8 અને જે ઇઝરાયલપુત્રો મિસરમાં આવ્યા તેઓનાં નામ છે, એટલે યાકૂબ તથા તેના દિકરા: યાકૂબનો જ્યેષ્ઠ દીકરો રૂબેન.
9 અને રૂબેનનો દિકરા: હનોખ તથા પાલ્લૂ તથા હેસરોન તથા કાર્મી.
10 અને શિમયોનના દિકરા: યમુએલ તથા યામીન તથા ઓહાદ તથા યાખીન તથા સોહાર તથા એક કનાની પત્નીનો દીકરો શાઉલ.
11 અને લેવીના દિકરા: ગેર્શોન તથા કહાથ તથા મરારી.
12 અને યહૂદાના દિકરા: એર તથા ઓનાન તથા શેલા તથા પેરેસ તથા ઝેરા. પણ એર તથા ઓનાન કનાન દેશમાં મરી ગયા. અને પેરેસના દિકરા હેસરોન તથા હામૂલ હતા.
13 અને ઇસ્સાખારના દિકરા: તોલા તથા પુવા તથા યોબ તથા શિમ્રોન.
14 અને ઝબુલોનના દિકરા: સેરેદ તથા એલોન તથા યાહલેલ.
15 લેઆના દિકરા છે, જેઓ તેને યાકૂબને પેટે પાદાનારામમાં થયા; વળી તેની દીકરી દીના હતી; તેના દિકરા તથા તેની દીકરીઓ સર્વ મળીને તેત્રીસ જણ હતાં.
16 અને ગાદના દિકરા: સિફયોન તથા હાગ્ગી તથા શૂની તથા એસ્બોન તથા એરી તથા અરોદી તથા આરેલી.
17 અને આશેરના દિકરા: યિમ્ના તથા યિસ્સા તથા યિસ્વી તથા બરિયા તથા તેઓની બહેન સેરા. અને બરિયાન દિકરા: હેબેર તથા માલ્કીએલ.
18 લાબાને પોતાની દીકરી લેઆને જે ઝિલ્પ આપી હતી તેના દિકરા છે; અને તેને યાકૂબને પેટે થયા, તેઓ સર્વ મળી સોળ જણ હતા.
19 યાકૂબની પત્ની રાહેલના દિકરા યૂસફ તથા બિન્યામીન.
20 અને યૂસફને મિસર દેશમાં મનાશ્શા તથા એફ્રાઈમ થયા. તેઓ ઓનના યાજક પોટીફેરાની દીકરી આસનાથથી તેને થયા.
21 અને બિન્યામીનના દિકરા: બેલા તથા બેખેર ને આશ્બેલ, ગેરા તથા નામાન, એહી તથા રોશ તથા મુપ્‍પીમ તથા હુપ્‍પીમ તથા આર્દ.
22 રાહેલના દિકરા, જે યાકૂબને થયા, તેઓ સર્વ મળીને ચૌદ જણ હતા.
23 અને દાનનો દીકરો હુશીમ.
24 અને નફતાલીના દિકરા: યાહસેલ તથા ગૂની તથા યેસર તથા શિલ્લેમ.
25 લાબાને પોતાની દીકરી રાહેલને જે બિલ્હા આપી હતી તેના દિકરા છે, ને જેઓ યાકૂબથી તેને થયા તે સર્વ મળીને સાત જણ હતા.
26 યાકૂબના દિકરાઓની પત્નીઓ સિવાય તેનાથી જન્મેલાં જે સર્વ માણસ યાકૂબ સાથે મિસરમાં આવ્યાં તેઓ છાસઠ જણ હતાં.
27 અને યૂસફના દિકરા જે મિસર દેશમાં તેને થયા તે બે હતા. અને યાકૂબના ઘરનાં સર્વ માણસ જે મિસરમાં આવ્યાં તેઓ સિત્તેર હતાં.
28 અને યાકૂબે પોતાની આગળ યહૂદાને યૂસફની પાસે મોકલ્યો કે તે આગળ જઈને ગોશેનનો માર્ગ બતાવે. અને તેઓ ગોશેન દેશમાં આવ્યા.
29 અને યૂસફ રથ જોડીને તેના પિતા ઇઝરાયલને મળવાને ગોશેનમાં ગયો; અને તેને જોઈને તે તેને ગળે વળગ્યો, ને ઘણી વાર સુધી તેને ગળે વળગીને રડયો.
30 અને ઇઝરાયલે યૂસફને કહ્યું, “મેં તારું મુખ જોયું છે, ને હજુ તું જીવે છે, તો હવે મારું મરણ ભલે આવે.”
31 અને યૂસફે તેના ભાઈઓને તથા તેના પિતાના ઘરનાંને કહ્યું, “હું જઈને ફારુનને ખબર આપું, ને તેને કહું કે મારા ભાઈઓ તથા મારા પિતાના ઘરનાં જે કનાન દેશમાં હતાં તે મારી પાસે આવ્યાં છે;
32 અને તે લોક ભરવાડ છે, કેમ કે તેઓ ઢોર પાળનારા છે. તેઓ તેઓનાં બકરાં તથા તેઓનાં ઢોર તથા જે સર્વ તેઓનું છે તે લાવ્યા છે.
33 અને ફારુન તમને બોલાવે અને તમને પૂછે કે, ‘તમારો ધંધો શો છે?’
34 ત્યારે તમારે પ્રમાણે કહેવું કે, ‘તમારા દાસોનો, એટલે અમારો તથા અમારા બાપદાદાનો ધંધો નાનપણથી અત્યાર સુધી ઢોર પાળવઅનો છે.’ જેથી તમને ગોશેન દેશમાં રહેવાની પરવાનગી મળે; કેમ કે ભરવાડમાત્રને મિસરીઓ ધિકકારે છે.”