Bible Language

Joshua 21 (GUV) Gujarati Old BSI Version

1 ત્યારે એલાઝાર યાજક પાસે તથા નૂનના પુત્ર યહોશુઆ પાસે ને ઇઝરાયલ પ્રજાનાં કુળોના વંશના વડીલોની પાસે લેવીઓના વંશના વડીલો આવ્યાં;
2 અને તેઓએ કનાન દેશના શીલો આગળ તેઓને કહ્યું, “યહોવાએ મૂસાની મારફત પ્રમાણે આજ્ઞા આપી હતી ‘અમને રહેવા માટે નગરો, ને અમારાં ઢોરોને માટે તેની પાસેનાં ગૌચર આપવાં.”
3 અને ઇઝરાયલીઓએ, યહોવાના કહ્યા પ્રમાણે, પોતના વતનમાંથી નગરો અને તેઓનાં ગૌચર લેવીઓને આપ્યાં.
4 અને કહાથીઓનાં કુટુંબોને માટે ભાગ નીકળ્યો; અને લેવીઓમાંના હારુન યાજકના દીકરાઓને ભાગે યહૂદાના કુળમાંથી ને શિમયોનના કુળમાંથી ને બિન્યામીનના કુળમાંથી તેર નગરો આવ્યાં.
5 અને કહાથના બાકીના પુત્રોને ભાગે એફ્રાઈમના કુળનાં કુટુંબોમાંથી ને દાનના કુળમાંથી ને મનાશ્‍શાના અર્ધકુળમાંથી દશ નગરો આવ્યાં.
6 અને ગેર્શોનપુત્રોને ભાગે ઇસ્‍સાખાર કુળનાં કુટુંબોમાંથી ને આશેરના કુળમાંથી ને નફતાલીના કુળમાંથી ને બાશાનમાં મનાશ્શાના અર્ધકુળમાંથી તેર નગરો આવ્યાં.
7 મરારીના પુત્રોને ભાગે, તેઓનાં કુટુંબો પ્રમાણે, રુબેનના કુળમાંથી ને ગાદના કુળમાંથી ને ઝબુલોનના કુળમાંથી બાર નગરો આવ્યાં.
8 અને યહોવાએ મૂસાની મારફતે આજ્ઞા આપી હતી, તેમ ઇઝરાયલી લોકોએ ચિઠ્ઠીઓ નાખીને નગરો ને તેઓનાં ગૌચર લેવીઓને આપ્યાં.
9 અને તેઓએ યહૂદાપુત્રોના કુળમાંથી ને શિમયોનપુત્રોના કુળમાંથી નગરો, જેઓનાં નામો ઉપર કહેલાં છે, તે આપ્યાં;
10 અને લેવીપુત્રોમાંના કહાથીઓનાં કુટુંબોમાંના હારુનના દીકરાઓને માટે તે હતાં; કેમ કે પહેલો ભાગ તેઓનો હતો.
11 અને તેઓએ તેઓને યહૂદિયાના પહાડી પ્રદેશમાંનું કિર્યાથ-આર્બા, એટલે અનાકના પિતા નું નગર (એટલે હેબ્રોન), તથા તેની ચારેતરફનાં ગૌચર આપ્યાં.
12 પણ નગરનાં ખેતરો ને તેનાં ગામો યફૂન્‍નેના પુત્ર કાલેબને તેઓએ વતન તરીકે આપ્યાં હતાં.
13 અને તેઓએ હારુન યાજકના પુત્રોને મનુષ્યઘાતકનું આશ્રયનગર હેબ્રોન ને તેનાં ગૌચર, તથા લિબ્ના ને તેનાં ગૌચર;
14 અને યાત્તીર ને તેનાં ગૌચર, તથા એશ્તમોઆ ને તેનાં ગૌચર;
15 અને હોલોન ને તેનાં ગૌચર, તથા દબીર ને તેનાં ગૌચર;
16 અને આયિન ને તેનાં ગૌચર, તથા યૂટ્ટા ને તેનાં ગૌચર, બેથ-શેમેશ ને તેનાં ગૌચર; પ્રમાણે તે બે કુળમાંથી નવ નગરો આપ્યાં.
17 અને બિન્યામીનના કુળમાંથી ગિબ્યોન ને તેનાં ગૌચર, ગ્રેબા ને તેનાં ગૌચર;
18 અનાથોથ ને તેનાં ગૌચર, તથા આલ્મોન ને તેનાં ગૌચર; ચાર નગરો.
19 હારુનપુત્રો, જેઓ યાજક હતા, તેઓનાં સર્વ નગરો મળી તેર નગર ને તેઓનાં ગૌચર હતાં.
20 અને કહાથપુત્રોનાં કુટુંબો, એટલે કહાથના જે પુત્રો લેવીઓ હતા તેઓને મળ્યાં.
21 અને તેઓએ એફ્રાઈમના પહાડી પ્રદેશમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર શખેમ ને તેનાં ગૌચર, તથા ગેઝેર ને તેનાં ગૌચર:
22 અને કિબ્સાઈમ ને તેનાં ગૌચર, તથા બેથ-હોરોન ને તેનાં ગૌચર:એ ચાર નગરો તેઓને આપ્યાં.
23 અને દાનના કુળમાંથી એલ્તકે ને તેનાં ગૌચર, ગિબ્બથોન ને તેનાં ગૌચર;
24 આયાલોન ને તેનાં ગૌચર, ગાથ-રિમ્મોન ને તેનાં ગૌચર, ચાર નગરો.
25 અને મનાશ્શાના અર્ધકુળમાંથી તાનાખ ને તેનાં ગૌચર, તથા ગાથ-રિમ્મોન ને તેનાં ગૌચર:એ બે નગરો.
26 કહાથના બાકીના પુત્રોનાં કુટુંબોનાં સર્વ મળીને દશ નગરો ને તેઓનાં ગૌચર હતાં.
27 અને મનાશ્શાના અર્ધકુળમાંથી મનુષ્યઘાતકનું આશ્રયનગર બાશાનમાંનુમ ગોલાન ને તેનાં ગૌચર, તથા બેશ્તરા ને તેનાં ગૌચર, બે નગરો લેવીઓનાં કુટુંબોમાંના ગેર્શોનના પુત્રોને આપવામાં આવ્યાં.
28 અને ઇસ્સાખારના કુળમાંથી કિશ્યોન ને તેનાં ગૌચર, દાબરાથ ને તેનાં ગૌચર;
29 યાર્મૂથ ને તેનાં ગૌચર, એન-ગાન્‍નીમ ને તેનાં ગૌચર:એ ચાર નગરો.
30 અને આશેરના કુળમાંથી મિશાલ ને તેનાં ગૌચર, આબ્દોન ને તેનાં ગૌચર;
31 હેલ્કાથ ને તેનાં ગૌચર, તથા રહોબ ને તેનાં ગૌચર:એ ચાર નગરો.
32 અને નફતાલીના કુળમાંથી ગાલીલમાંનું મનુષ્યઘાતકનું આશ્રયનગર કેદેશ ને તેનાં ગૌચર, તથા હામ્મોથ-દોર ને તેનાં ગૌચર, તથા કાર્તાન ને તેનાં ગૌચર; ત્રણ નગરો આપ્યાં.
33 ગેર્શોનીઓનાં કુટુંબો પ્રમાણે તેઓનાં સર્વ મળીને તેર નગરો ને તેઓનાં ગૌચર હતાં.
34 અને બાકી રહેલા લેવીઓને, એટલે મરારીના પુત્રોનાં કુટુંબોને, ઝબુલોનના કુળમાંથી યોકનામ ને તેનાં ગૌચર, તથા કાર્તા ને તેનાં ગૌચર,
35 દિમ્નાને તેનાં ગૌચર, નાહલા ને તેનાં ગૌચર:એ ચાર નગરો.
36 અને રુબેનના કુળમાંથી બેસેર ને તેનાં ગૌચર, તથા યાહાસ ને તેનાં ગૌચર,
37 કદેમોથ ને તેનાં ગૌચર, તથા મેફઆથ ને તેનાં ગૌચર:એ ચાર નગરો.
38 અને ગાદના કુળમાંથી મનુષ્યઘાતકનુમ આશ્રયનગર એટલે ગિલ્યાદમાંનું રામોથ ને તેનાં ગૌચર, તથા માહનાઈમ ને તેનાં ગૌચર:
39 હેશ્બોન ને તેનાં ગૌચર, યાઝેર ને તેનાં ગૌચર:સર્વ મળી ચાર નગરો.
40 બધાં નગરો, મરારીપુત્રોનાં કુટુંબો પ્રમાણે, એટલે લેવીઓનાં બાકી રહેલાં કુટુંબો પ્રમાણે, તેઓનાં હતાં; અને તેઓને ભાગે બાર નગર આવ્યાં.
41 ઇઝરરાયલીઓના વતન મધ્યે લેવીનાં સર્વ નગરો તેઓનાં ગૌચર સહિત ઉડતાળીસ નગર હતાં.
42 નગરોમાંના પ્રત્યેક નગરની આસપાસ તેનાં ગૌચર આવેલાં હતાં. પ્રમાણે સર્વ નગરોનું હતું.
43 રીતે યહોવાએ ઇઝરાયલને તે આખો દેશ આપ્યો કે, જે તેમના પિતૃઓને આપવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હતી; અને તેઓ તેનું વતન પ્રાપ્ત કરીને તેમાં રહ્યા.
44 અને યહોવાએ તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા કરી હતી, તે પ્રમાણે તેમણે તેઓને ચારે તરફ શાંતિ આપી. અને તેઓના સર્વ શત્રુઓમાંથી કોઈ પણ તેઓની આગળ ટકી શક્યા નહિ. યહોવાએ તેઓના સર્વ શત્રુઓને તેઓના હાથમાં સોંપ્યા.
45 યહોવાએ ઇઝરાયલના સંતાનને જે જે સારાં વચનો આપ્યાં હતાં તેમાંથી એકે નિષ્ફળ ગયું નહિ; સર્વ ફળીભૂત થયાં.