|
|
1. “તમે જે ભૂમિનો કબજો લેવા માંટે જઈ રહ્યા છો ત્યાં તમને તમાંરા દેવ યહોવા લઈ જશે અને તમાંરા માંટે અનેક પ્રજાને તે હાંકી કાઢશે, એટલે હિત્તીઓ, ગિર્ગાશીઓ, અમોરીઓ, કનાનીઓ, પરિઝઝીઓ, હિવ્વીઓ, અને યબૂસીઓ, આ સાત રાષ્ટો તમાંરાં કરતાં મોટા અને શકિતશાળી છે. પણ તે તેઓને હાંકી કાઢશે.
|
1. When H3588 the LORD H3068 thy God H430 shall bring H935 thee into H413 the land H776 whither H834 H8033 thou H859 goest H935 to possess H3423 it , and hath cast out H5394 many H7227 nations H1471 before H4480 H6440 thee , the Hittites H2850 , and the Girgashites H1622 , and the Amorites H567 , and the Canaanites H3669 , and the Perizzites H6522 , and the Hivites H2340 , and the Jebusites H2983 , seven H7651 nations H1471 greater H7227 and mightier H6099 than H4480 thou;
|
2. તમાંરા દેવ યહોવા એ પ્રજાઓને તમાંરે હવાલે સોંપી દેશે. અને તમે તેમનો પરાજય કરશો, તે વખતે તમાંરે તેમનો પૂર્ણ વિનાશ કરવો. તમાંરે તેમની સાથે દયા રાખવી નહિ કે કરાર કરવો નહિ.
|
2. And when the LORD H3068 thy God H430 shall deliver H5414 them before H6440 thee ; thou shalt smite H5221 them, and utterly destroy H2763 H2763 them ; thou shalt make H3772 no H3808 covenant H1285 with them, nor H3808 show mercy H2603 unto them:
|
3. તમે તેઓની સાથે લગ્નવ્યવહાર ન રાખો. તમાંરા પુત્રોને તેઓની પુત્રીઓ સાથે કે તમાંરી પુત્રીઓને તેઓના પુત્રો સાથે પરણાવશો નહિ.
|
3. Neither H3808 shalt thou make marriages H2859 with them ; thy daughter H1323 thou shalt not H3808 give H5414 unto his son H1121 , nor H3808 his daughter H1323 shalt thou take H3947 unto thy son H1121 .
|
4. કારણ તે લોકો તમાંરા સંતાનોને યહોવાની પૂજા કરતાં બીજે વાળશે, અને તેઓ બીજા દેવ દેવીઓને પૂજવાનું શરૂ કરશે, પછી યહોવા તમાંરા પર રોષેે ભરાશે અને સત્વરે તમાંરો નાશ કરશે.
|
4. For H3588 they will turn away H5493 H853 thy son H1121 from following H4480 H310 me , that they may serve H5647 other H312 gods H430 : so will the anger H639 of the LORD H3068 be kindled H2734 against you , and destroy H8045 thee suddenly H4118 .
|
5. “પરંતુ તમાંરે તે લોકો સાથે આ પ્રમાંણે વર્તવું: તેમની વેદીઓને તોડી પાડવી, તેમના સ્તંભોને ભાંગી નાખવા, તેઓની ધિક્કારપાત્ર પ્રતિમાંઓને તોડી નાખવી અને તેમની મૂર્તિઓને બાળી નાખવી.
|
5. But H3588 H518 thus H3541 shall ye deal H6213 with them ; ye shall destroy H5422 their altars H4196 , and break down H7665 their images H4676 , and cut down H1438 their groves H842 , and burn H8313 their graven images H6456 with fire H784 .
|
6. તમે તમાંરા યહોવા દેવને અપિર્ત થયેલા પવિત્ર લોકો છો. તમાંરા દેવ યહોવાએ પૃથ્વી પરની બીજી બધી પ્રજાઓમાંથી તમને જ પોતાના ખાસ લોકો થવા માંટે પસંદ કરેલા છે.
|
6. For H3588 thou H859 art a holy H6918 people H5971 unto the LORD H3068 thy God H430 : the LORD H3068 thy God H430 hath chosen H977 thee to be H1961 a special H5459 people H5971 unto himself , above all H4480 H3605 people H5971 that H834 are upon H5921 the face H6440 of the earth H127 .
|
7. તમે અન્ય કોઈ પણ પ્રજા કરતાં સંખ્યાંબળમાં વધારે હતા માંટે યહોવાએ તમને પસંદ કર્યા નથી, તમે બધાં રાષ્ટોમાંનાં સૌથી નાના હતા.
|
7. The LORD H3068 did not H3808 set his love H2836 upon you , nor choose H977 you , because ye were more in number H4480 H7230 than any H4480 H3605 people H5971 ; for H3588 ye H859 were the fewest H4592 of all H4480 H3605 people H5971 :
|
8. પરંતુ યહોવાને તમાંરા પર પ્રેમ હતો અને તમાંરા પિતૃઓને-વડવાઓને આપેલા વચનનું પાલન કરવું હતું, માંટે તે તમને ગુલામીના દેશમાંથી, મિસરના રાજા ફારુનના હાથમાંથી પ્રચંડ ભૂજબળથી છોડાવી લાવ્યો હતો.
|
8. But H3588 because the LORD H3068 loved H4480 H160 you , and because he would keep H4480 H8104 H853 the oath H7621 which H834 he had sworn H7650 unto your fathers H1 , hath the LORD H3068 brought you out H3318 H853 with a mighty H2389 hand H3027 , and redeemed H6299 you out of the house H4480 H1004 of bondmen H5650 , from the hand H4480 H3027 of Pharaoh H6547 king H4428 of Egypt H4714 .
|
9. “તેથી તમાંરે સમજી લેવું જોઈએ કે ફકત યહોવા જ તમાંરા દેવ છે, એ જ માંત્ર સાચા વિશ્વાસુ દેવ છે. તે પોતાનો કરાર હજારો પેઢીઓ સુધી રાખે છે, અને જેઓ તેના પર પ્રેમ રાખે છે અને તેની આજ્ઞાઓનું પાલન કરે છે, તેમના પર કરુણા રાખે છે.
|
9. Know H3045 therefore that H3588 the LORD H3068 thy God H430 , he H1931 is God H430 , the faithful H539 God H410 , which keepeth H8104 covenant H1285 and mercy H2617 with them that love H157 him and keep H8104 his commandments H4687 to a thousand H505 generations H1755 ;
|
10. પરંતુ જેઓ તેમનો તિરસ્કાર કરે છે તેઓ જાહેરમાં શિક્ષા ભોગવશે અને નાશ પામશે, જે કોઈ તેમનો તિરસ્કાર કરે છે તેમનો બદલો લેવામાં તે ઘડીનોય વિલંબ નહિ કરે.
|
10. And repayeth H7999 them that hate H8130 him to H413 their face H6440 , to destroy H6 them : he will not H3808 be slack H309 to him that hateth H8130 him , he will repay H7999 him to H413 his face H6440 .
|
11. આથી આ બધી આજ્ઞાઓ જે હું આજે તમને જણાવું છું. તે આ કાયદાઓ અને નિયમોનું તમાંરે પાલન કરવું,
|
11. Thou shalt therefore keep H8104 H853 the commandments H4687 , and the statutes H2706 , and the judgments H4941 , which H834 I H595 command H6680 thee this day H3117 , to do H6213 them.
|
12. “જો તમે લોકો આ કાયદાઓ, નિયમો અને આજ્ઞાઓ ધ્યાનથી સાંભળશો અને ખૂબ કાળજીપૂર્વક તેનું પાલન કરશો, તો તમાંરા દેવ યહોવા તમાંરા પિતૃઓ સાથેે કરેલા કરાર પાળશે અને તમાંરા પર કરુણા દર્શાવશે.
|
12. Wherefore it shall come to pass H1961 , if H6118 ye hearken H8085 H853 to these H428 judgments H4941 , and keep H8104 , and do H6213 them , that the LORD H3068 thy God H430 shall keep H8104 unto thee H853 the covenant H1285 and the mercy H2617 which H834 he swore H7650 unto thy fathers H1 :
|
13. તે તમાંરી સાથે પ્રેમ કરશે અને શુભ આશીર્વાદ આપશે અને તમાંરો વંશવેલો વધારશે, જે ભૂમિ તમને આપવાની એમણે તમાંરા પિતૃઓ સમક્ષ સમ ખાધા હતા તે ભૂમિમાં તે તમને આશીર્વાદ આપશે; તે તમને પુષ્કળ સંતતિ, અને ભૂમિની પેદાશ, અનાજ, દ્રાક્ષારસ અને તેલ, તથા ઢોર અને ઘેટાંબકરાં આપશે.
|
13. And he will love H157 thee , and bless H1288 thee , and multiply H7235 thee : he will also bless H1288 the fruit H6529 of thy womb H990 , and the fruit H6529 of thy land H127 , thy corn H1715 , and thy wine H8492 , and thine oil H3323 , the increase H7698 of thy kine H504 , and the flocks H6251 of thy sheep H6629 , in H5921 the land H127 which H834 he swore H7650 unto thy fathers H1 to give H5414 thee.
|
14. “પૃથ્વી પરની બધી પ્રજાઓ કરતાં તમે વિશેષ આશીર્વાદિત થશો, તમાંરા લોકોમાં તેમ જ તમાંરાં ઢોરમાં કોઈ નિ:સંતાન નહિ રહે.
|
14. Thou shalt be H1961 blessed H1288 above all H4480 H3605 people H5971 : there shall not H3808 be H1961 male H6135 or female barren H6135 among you , or among your cattle H929 .
|
15. યહોવા તમાંરી બધી બિમાંરીઓ લઈ લેશે, મિસરમાં જે ખરાબ રોગોનો તમને અનુભવ થયો હતો, તેમાંનો કોઈ એ તમને નહિ થવા દે, પણ તમાંરા દુશ્મનોને એ રોગોનો ભોગ બનાવશે.
|
15. And the LORD H3068 will take away H5493 from H4480 thee all H3605 sickness H2483 , and will put H7760 none H3605 H3808 of the evil H7451 diseases H4064 of Egypt H4714 , which H834 thou knowest H3045 , upon thee ; but will lay H5414 them upon all H3605 them that hate H130 thee.
|
16. યહોવા તમાંરા દેવ તમને જે બધી પ્રજાઓને સોંપવાના છે, તેઓનો નાશ કરો. તેઓના પ્રત્યે સહાનુ-ભૂતિ ન અનુભવો અને તેઓના દેવોને ન પૂજો, જો તમે તેમ કરશો તો તમે ફસાઇ જશો.
|
16. And thou shalt consume H398 H853 all H3605 the people H5971 which H834 the LORD H3068 thy God H430 shall deliver H5414 thee ; thine eye H5869 shall have no pity H2347 H3808 upon H5921 them: neither H3808 shalt thou serve H5647 H853 their gods H430 ; for H3588 that H1931 will be a snare H4170 unto thee.
|
17. “કદાચ તમને એવો વિચાર આવે કે, ‘આ પ્રજાઓ તો અમાંરા કરતાં ઘણી તાકતવર છે; અમે તેમને શી રીતે કાઢી શકીએ?’
|
17. If H3588 thou shalt say H559 in thine heart H3824 , These H428 nations H1471 are more H7227 than H4480 I; how H349 can H3201 I dispossess H3423 them?
|
18. પરંતુ તમે તેમનાથી ગભરાશો નહિ, તમાંરા યહોવા દેવે ફારુન તથા મિસર દેશના જે હાલ કર્યા હતા તેનું સ્મરણ કરવું.
|
18. Thou shalt not H3808 be afraid H3372 of H4480 them: but shalt well remember H2142 H2142 H853 what H834 the LORD H3068 thy God H430 did H6213 unto Pharaoh H6547 , and unto all H3605 Egypt H4714 ;
|
19. યહોવા તેમના પર જે ભયાનક આફતો લાવ્યા તે યાદ કરો. તમેે તમાંરી જાતે તે બનતા જોયું હતું. મિસરમાંથી તમને મુકત કરાવવા માંટે દેવે પોતાના પ્રચંડ બળ અને સાર્મથ્યનો ઉપયોગ કરીને જે પરચો બતાવ્યો હતો અને અદૃભૂત કૃત્યો કર્યા હતા તે યાદ કરો. તમે જે લોકોથી ડરો છો તેઓની સામે યહોવા દેવ એવું જ બળ વાપરશે.
|
19. The great H1419 temptations H4531 which H834 thine eyes H5869 saw H7200 , and the signs H226 , and the wonders H4159 , and the mighty H2389 hand H3027 , and the stretched out H5186 arm H2220 , whereby H834 the LORD H3068 thy God H430 brought thee out H3318 : so H3651 shall the LORD H3068 thy God H430 do H6213 unto all H3605 the people H5971 of whom H834 thou H859 art afraid H3372 H4480 H6440 .
|
20. “જે લોકો તમાંરાથી સંતાઈ ગયા હશે અને ભાગી ગયા હશે તેઓ વિરુદ્ધ યહોવા તમાંરા દેવ ભમરાં મોકલશે.
|
20. Moreover H1571 the LORD H3068 thy God H430 will send H7971 H853 the hornet H6880 among them, until H5704 they that are left H7604 , and hide themselves H5641 from H4480 H6440 thee , be destroyed H6 .
|
21. એ પ્રજાથી તમે જરાય ડરશો નહિ. કારણ કે, તમાંરા દેવ યહોવા તમાંરી વચ્ચે છે; અને તે તો મહાન અને ભયંકર દેવ છે.
|
21. Thou shalt not H3808 be frightened H6206 at H4480 H6440 them: for H3588 the LORD H3068 thy God H430 is among H7130 you , a mighty H1419 God H410 and terrible H3372 .
|
22. તે ધીમે ધીમે તમાંરી આગળથી એ પ્રજાઓને હાંકી કાઢશે; એક સામટો તેઓનો ઉચ્છેદ નહિ કરે. કારણ કે, કદાચ જંગલી પશુઓ વધી જાય અને તમને હેરાન કરે.
|
22. And the LORD H3068 thy God H430 will put out H5394 H853 those H411 nations H1471 before H4480 H6440 thee by little H4592 and little H4592 : thou mayest H3201 not H3808 consume H3615 them at once H4118 , lest H6435 the beasts H2416 of the field H7704 increase H7235 upon H5921 thee.
|
23. તમાંરા દેવ યહોવા એ લોકોને તમાંરા હવાલે કરશે, જ્યાં સુધી તેઓ નાશ ન પામે ત્યાં સુધી તે તેઓને યુદ્ધમાં ગભરાતા કરશે.
|
23. But the LORD H3068 thy God H430 shall deliver H5414 them unto H6440 thee , and shall destroy H1949 them with a mighty H1419 destruction H4103 , until H5704 they be destroyed H8045 .
|
24. યહોવા તેઓના રાજાઓને તમાંરા હાથમાં સુપ્રત કરશે અને તમે લોકો પૃથ્વી પરથી તેમનું નામોનિશાન સમાંપ્ત કરી દેશો. તેમનો નાશ કરતાં સુધી કોઈ તમાંરો સામનો કરી શકશે નહિ.
|
24. And he shall deliver H5414 their kings H4428 into thine hand H3027 , and thou shalt destroy H6 H853 their name H8034 from under H4480 H8478 heaven H8064 : there shall no H3808 man H376 be able to stand H3320 before H6440 thee, until H5704 thou have destroyed H8045 them.
|
25. “તમે લોકો તેઓની મૂર્તિઓને બાળી મૂકો. એ મૂર્તિઓ ઉપરના સોનાચાંદીના મોહમાં પડીને તે ધાતુઓને અડકશો નહિ. જો તમે તે ધાતુઓને લેશો તો તે તમાંરા માંટે ફાંદારૂપ બનશે, કારણ, તમાંરા દેવ મૂર્તિપૂજાને ધિક્કારે છે.
|
25. The graven images H6456 of their gods H430 shall ye burn H8313 with fire H784 : thou shalt not H3808 desire H2530 the silver H3701 or gold H2091 that is on H5921 them , nor take H3947 it unto thee, lest H6435 thou be snared H3369 therein: for H3588 it H1931 is an abomination H8441 to the LORD H3068 thy God H430 .
|
26. માંટે તમાંરે ધિક્કારપાત્ર કોઈ પણ મૂર્તિને તમાંરા ઘરમાં લાવવી નહિ, અને તેની પૂજા કરવી નહિ, જો તમે એમ કરશો તો મૂર્તિની જેમ તમાંરો પણ નાશ થશે. માંટે તમે તેને ધિક્કારો, તે શ્રાપિત વસ્તુ છે.
|
26. Neither H3808 shalt thou bring H935 an abomination H8441 into H413 thine house H1004 , lest thou be H1961 a cursed thing H2764 like it H3644 : but thou shalt utterly detest H8262 H8262 it , and thou shalt utterly abhor H8581 H8581 it; for H3588 it H1931 is a cursed thing H2764 .
|