Bible Language

Ecclesiastes 8:2 (GUV) Gujarati Old BSI Version

1 બુદ્ધિમાન પુરુષના જેવો કોણ છે? હરકોઈ વાતનો અર્થ કોણ જાણે છે? હરકોઈ વાતનો અર્થ કોણ જાણે છે? માણસની બુદ્ધિ તેના ચહેરાને તેજસ્વી કરે છે, અને તેના ચહેરાની કઠોરતા બદલાઈ જાય છે.
2 હું તને ભલામણ કરું છું કે રાજાની આજ્ઞા પાળ, અને વળી ઈશ્વરના શપથને લક્ષમાં રાખીને તે પાળ.
3 તેમની રૂબરૂમાંથી બહાર જવાને ઉતાવળ કર; ભૂંડી વર્તણૂંકને વળગી રહે; કેમ કે જે કંઈ તે ચાહે તે તે કરે છે.
4 કેમ કે રાજાનો શબ્દ પરાક્રમરૂપ છે; અને “તું શું કરે છે, એમ તેને કોણ કહી શકે?
5 જે કોઈ રાજાની આજ્ઞા પાળે છે તેને કંઈ હરકત થશે નહિ; બુદ્ધિમાન માણસનું અંત:કરણ પ્રસંગ તથા ન્યાય સમજે છે;
6 કેમ કે દરેક પ્રયોજનને માટે પ્રસંગ તથા ન્યાય હોય છે; કેમ કે માણસને માથે મોટું દુ:ખ છે;
7 કેમ કે શું થવાનું છે તે તે જાણતો નથી; વળી પ્રમાણે થશે, એવું તેને કોણ કહી શકે?
8 આત્માને રોકવાની સત્તા કોઈ માણસને હોતી નથી; તેમ મૃત્યુકાળ ઉપર પણ તેને સત્તા નથી; તે યુદ્ધમાંથી કોઈ છૂટી જતું નથી; અને દુષ્ટતા પોતાના ઉપાસકનો બચાવ કરશે નહિ.
9 બધું મેં જોયું છે, અને પૃથ્વી પર જે દરેક કામ થાય છે તે પર મેં મારું અંત:કરણ લગાડયું છે; એવો એક વખત આવે છે કે જેમાં કોઈ માણસ બીજા માણસ ઉપર નુકસાનકારક સત્તા ચલાવે છે.
10 વળી મેં દુષ્ટોને દાટેલા જોયા, અને તેઓને કબ્રસ્તાનમાં લાવજામાં આવ્યા; અને ન્યાયીઓ પવિત્રસ્થાનમાંથી જતા રહ્યા, અને તેમનું પણ સ્મરણ નગરમાંથી નષ્ટ થયું. પણ વ્યર્થતા છે.
11 દુષ્ટ કામની વિરુદ્ધ દંડની આજ્ઞા ત્વરાથી અમલમાં મુકાતી નથી તે માટે મનુષ્યોનું અંત:કરણ ભૂંડું કરવામાં સંપૂર્ણ ચોંટેલું છે.
12 જો પાપી માણસ સેંકડો વખત દુષ્કર્મ કર્યા છતાં દીર્ઘાયુષ્ય ભોગવે, તોપણ હું જાણું છું કે સાચે જેઓ ઈશ્વરનો ડર રાખે છે તથા તેમની સમક્ષ બીહે છે તેમનું ભલું થશે જ;
13 પણ દુષ્ટનું ભલું થશે નહિ, અને તેનું આયુષ્ય છાયારૂપ છે, તે દીર્ઘ થશે નહિ; કેમ કે તે ઈશ્વરનું ભય રાખતો નથી.
14 પૃથ્વી પર એવી એક વ્યર્થતા છે કે, કેટલાક નેક માણસોને દુષ્ટના કામનાં ફળ પ્રમાણે ફળ મળે છે; વળી કેટલાક દુષ્ટ માણસોને નેકીવાનોના કામનાં ફળ પ્રમાણે ફળ મળે છે; મેં કહ્યું કે, પણ વ્યર્થતા છે.
15 તે ઉપરથી મેં વિનોદ કરવાની ભલામણ કરી, કેમ કે ખાવુંપીવું તથા મોજમઝા કરવી તેના કરતાં માણસને માટે પૃથ્વી કંઈ શ્રેષ્ઠ નથી; કેમ કે ઈશ્વરે તેને પૃથ્વી ઉપર જે આયુષ્ય આપ્યું છે તેના સર્વ દિવસોની મહેનત ના ફળ માંથી તેને એટલું મળશે.
16 જ્યારે મેં બુદ્ધિ સંપાદન કરવામાં, તથા પૃથ્વી પર થતાં કામો જોવામાં મારું અંત:કરણ લગાડયું; (કેમ કે એવાં પણ માણસો હોય છે કે જેઓની આંખોને દિવસે કે રાત્રે ઊંઘવાનું મળતું નથી;)
17 ત્યારે મેં ઈશ્વરનું બધું કામ જોયું કે, પૃથ્વી ઉપર જે કામ થાય છે તેનો પત્તો માણસ મેળવી શકે નહિ; કેમ કે તેનો પત્તો મેળવવાને માણસ ગમે તેટલી મહેનત કરે તોપણ તેને તે મળશે નહિ; બલકે તે કોઈ બુદ્ધિમાન પુરુષ હોય, તોપણ તે તેની શોધ કરી શકશે નહિ.