Bible Language

Ephesians 3:12 (GUV) Gujarati Old BSI Version

1 કારણથી હું પાઉલ, તમ વિદેશીઓની માટે ખ્રિસ્ત ઈસુનો બંદીવાન,
2 ઈશ્વરની જે કૃપાનું દાન તમારે માટે મને આપવામાં આવ્યું છે, તેના વહીવટ વિષે
3 અને પ્રકટીકરણથી તેમણે મને મર્મ જણાવ્યો તે વિષે, તમે કદાચ સાંભળ્યું છે, તે વિષે મેં અગાઉ ટૂંકમાં લખ્યું.
4 તે વાંચીને તમે ખ્રિસ્તના મર્મ વિષેની મારી માહિતી જાણી શકશો.
5 તે જેમ હમણાં તેમના પવિત્ર પ્રેરિતોને તથા પ્રબોધકોને આત્માથી પ્રગટ થયેલા છે, તેમ આગલા જમાનાઓમાં માણસોના જાણવામાં આવ્યા નહોતા,
6 એટલે કે વિદેશીઓ, ખ્રિસ્ત ઈસુમાં સુવાર્તાદ્વારા અમારી સાથે વતનમાં ભાગીદાર, તેમના શરીરના અવયવો, તથા તેમના વચનના સહભાગી છે.
7 ઈશ્વરના સામર્થ્યની કૃતિથી મને આપવામાં આવેલા ઈશ્વર ના કૃપાદાન પ્રમાણે, હું સુવાર્તાનો સેવક થયેલો છું.
8 હું વિદેશીઓમાં ખ્રિસ્તની અખૂટ સંપત્તિની સુવાર્તા પ્રગટ કરું,
9 અને સર્વને સરજનહાર ઈશ્વરમાં યુગોના યુગોથી ગુપ્ત રહેલા મર્મનો વહીવટ શો છે તે હું બધાંને જણાવું, માટે હું સંતોમાં નાનામાં નાનો છતાં કૃપાદાન મને આપવામાં આવેલું છે.
10 જેથી જે સંકલ્પ તેમણે સનાતકાળથી આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં કર્યો,
11 તે સંકલ્પ પ્રમાણે સ્વર્ગીય સ્થાનોમાં અધિપતિઓને તથા અધિકારીઓને ઈશ્વરનું બહુ પ્રકારનું જ્ઞાન મંડળીદ્વારા જણાય.
12 તે ખ્રિસ્ત ઈસુ માં તેમના પરના વિશ્વાસથી આપણને હિંમત તથા ભરોસાસહિત પ્રવેશ છે.
13 માટે હું માગું છું કે, તમારે માટે મને જે વિપત્તિ પડે છે તેથી તમે ના હિંમત થાઓ, તે વિપત્તિ તો તમારો મહિમા છે.
14 કારણથી પિતા,
15 જેમના નામ પરથી આકાશમાંના તથા પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે,
16 તે પિતાની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે, તે પોતાના મહિમાની સંપત્તિ પ્રમાણે પોતાના આત્મા વડે તમને આંતરિક મનુષ્યત્વમાં સામર્થ્યથી બળવાન કરે.
17 અને વિશ્વાસથી તમારાં હ્રદયોમાં ખ્રિસ્ત વસે, જેથી તમારાં મૂળ પ્રેમમાં નાખીને અને તેમાં પાયો નાખીને,
18 તમે સર્વ સંતોની સાથે ખ્રિસ્તના પ્રેમની પહોળાઈ, લંબાઈ, ઊંચાઈ, તથા ઊંડાઈ કેટલી છે તે સમજી શકો,
19 અને ખ્રિસ્તનો પ્રેમ જે માણસની સમજશક્તિની બહાર છે, તે તમે સમજી શકો કે, તમે ઈશ્વરની સર્વ સંપૂર્ણતા પ્રમાણે સંપૂર્ણ થાઓ.
20 હવે જે આપણામાં કાર્ય કરનાર સામર્થ્ય પ્રમાણે આપણે માગીએ કે કલ્પીએ તે કરતાં આપણે માટે પુષ્કળ કરી શકે છે,
21 તેમને ખ્રિસ્ત ઈસુમાં તથા મંડળીમાં સર્વકાળ સુધી પેઢી દરપેઢી મહિમા હો. આમીન.