Bible Language

Numbers 17:3 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ મૂસાને કહ્યું,
2 “ઇઝરાયલી લોકોને કહીને તેઓની પાસેથી એટલે પ્રત્યેક પિતાના ઘરદીઠ એક, પ્રમાણે લાકડીઓ લે, એટલે તેઓના સર્વ અધિપતિઓ પાસેથી તેઓના પિતાનાં ઘર પ્રમાણે બાર લાકડીઓ લે. પ્રત્યેક માણસનું નામ તેની લાકડી પર લખ.
3 અને લેવીની લાકડી પર તું હારુનનું નામ લખ; કેમ કે તેઓના પિતાનાં ઘરના દરેક મુખ્યને માટે એકેક લાકડી હોય.
4 અને કરારની સામેનો મુલાકાતમંડપ કે જ્યાં હું તારી સાથે મુલાકાત કરું છું. તેમાં તેઓને રાખી મૂક.
5 અને એમ થશે કે જે માણસને હું પસંદ કરીશ તેની લાકડીને કળીઓ ફૂટશે. અને જે કચકચ ઇઝરાયલી પ્રજા તમારી વિરુદ્ધ કરે છે તે હું મારી પાસેથી બંધ પાડીશ.”
6 અને મૂસાએ ઇઝરાલી લોકોને કહ્યું, અને તેઓના સર્વ અધિપતિઓએ તેને લાકડીઓ આપી, એટલે પ્રત્યેક અધિપતિ દીઠ, તેઓના પિતાનાં ઘર પ્રમાણે અકેક, એમ બાર લાકડીઓ આપી. અને તેઓની લાકડીઓમાં હારુનની લાકડી હતી.
7 અને મૂસાએ કરારના મંડપમાં યહોવાની સમક્ષ તે લાકડીઓ રાખી મૂકી.
8 અને એમ થયું કે સવારે મૂસા કરારનાં મંડપમાં ગયો. અને જુઓ, હારુનની લાકડી જે લેવીના ઘરને માટે હતી તે ફૂટી હતી, ને તેને કળીઓ આવી હતી, ને ફૂલ ખીલ્યાં હતાં, ને પાકી બદામો લાગી હતી.
9 અને મૂસા યહોવાની આગળથી સર્વ ઇઝરાયલીઓની પાસે બધી લાકડીઓ બહાર લાવ્યો; અને તેઓએ જોયું, ને પ્રત્યેકે પોતપોતાની લાકડી લઈ લીધી.
10 અને યહોવાએ મૂસાને કહ્યું, “કરારની સામે હારુનની લાકડી પાછી મૂક કે, દંગો કરનારાઓની વિરુદ્ધ ચિહ્નને માટે તે રાખી મુકાય. અને મારી વિરુદ્ધની તેઓની કચકચ નિવારવામાં આવે કે તેઓ મરે નહિ.”
11 અને મૂસાએ એમ કર્યું. જેમ યહોવાએ તેને આજ્ઞા આપી હતી તેમ તેણે કર્યું.
12 અને ઇઝરાયલી લોકોએ મૂસાને કહ્યું, “અમે નાશ પામીએ છીએ, અમારું આવી બન્યું છે, અમો સર્વનું આવી બન્યું છે.
13 જે કોઈ પાસે જાય છે, એટલે જે યહોવાના મંડપની પાસે જાય છે, તે માર્યો જાય છે. તો શું અમે બધા વિનાશ પામીએ?”