Bible Language

Numbers 18 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ હારુનને કહ્યું, “પવિત્રસ્થાનમાંનો અન્યાય તારે તથા તારી સાથે તારા દિકરાઓને તથા તારા પિતાના ઘરનાને શિર છે. અને તારા યાજકપદનો અન્યાય તારે તથા તારી સાથે તારા દિકરાઓને શિર છે.
2 અને લેવીના કુળના તારા ભાઈઓને, એટલે તારા પિતાના કુળને, તું તારી સાથે લાવીને પાસે રાખ કે, તેઓ તારી સાથે જોડાય ને તારી સેવા કરે; પણ તું ને તારી સાથે તારા દિકરા કરારના મંડપની આગળ રહો.
3 અને તેઓ તારી તથા સર્વ મંડપની સેવા કરે. કેવળ તેઓ પવિત્રસ્થાનનાં પાત્રોની તથા વેદીની પાસે આવે નહિ કે, તેઓ તથા તમે માર્યા જાઓ.
4 અને તેઓ તમારી સાથે જોડાઈને મંડપની સર્વ સેવાને માટે મુલાકાતમંડપની સેવા કરશે; અને પારકો તમારી પાસે આવે નહિ.
5 અને તમે પવિત્રસ્થાનની સેવા તથા વેદીની સેવા કરો, કે ઇઝરાયલી લોકો પર ફરીથી કોપ આવે નહિ.
6 અને મેં, જુઓ, મેં ઇઝરાયલ પ્રજામાંથી તમારા ભાઈઓને એટલે લેવીઓને લીધા છે. મુલાકાતમંડપની સેવા કરવાને તેઓ તમને યહોવાને માટે બક્ષિસ તરીકે આપેલા છે.
7 અને તું તથા તારી સાથે તારા દિકરા વેદીને લગતી તથા પડદાની અંદરની પ્રત્યેક બાબત વિષે તમારું યાજકપદ બજાવો; અને સેવા કરો. બક્ષિસરૂપી સેવા તરીકે તમને તમારું યાજકપદ હું આપું છું; અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.”
8 અને યહોવાએ હારુનને કહ્યું, “અને મેં, જુઓ, મેં ઉચ્છાલીયાર્પણોની સેવા તને આપી છે, એટલે ઇઝરાયલી લોકોની અર્પિત વસ્તુઓ તમારા અભિષેકના કારણથી મેં તને તથા તારા દિકરાઓને સદાના હક તરીકે આપી છે.
9 પરમપવિત્ર વસ્‍તુઓમાંનું અગ્નિથી બચેલું તને મળશે. તેઓનાં સર્વ અર્પણ, એટલે તેઓનાં સર્વ ખાદ્યાર્પણ, તેઓનાં સર્વ પાપાર્થાર્પણ, તેઓનાં સર્વ દોષાર્થાર્પણ, જે કંઈ તેઓ મને ચઢાવે તે તારે માટે તથા તારા દિકરાઓને માટે પરમપવિત્ર થાય.
10 પરમપવિત્ર વસ્તુઓ તરીકે તેમાંનું તારે ખાવું; હરેક પુરુષ તેમાંનું ખાય. તે તારે માટે પવિત્ર થાય.
11 અને તારાં છે; એટલે તેઓના દાનનું ઉચ્છાલીયાર્પણ ઇઝરાયલીઓનાં સર્વ આરત્યર્પણો સહિત, તે મેં તને, તથા તારી સાથે તારા દિકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક તરીકે આપ્યાં છે. તારા ઘરમાં જે કોઈ શુદ્ધ હોય તે તે ખાય.
12 અને સર્વ ઉમદા તેલ, ને સર્વ ઉમદા દ્રાક્ષારસ, તથા અનાજ, જેઓનાં પ્રથમ ફળ તેઓ યહોવાને ચઢાવે છે મેં તને આપ્યાં છે.
13 અને તેમની જમીનની સર્વ પેદાશમાં પ્રથમ પાકેલું ફળ કે જે તેઓ યહોવાની પાસે લાવે છે, તે તારું થશે. તારા ઘરમાં જે સર્વ શુદ્ધ હોય તે તેમાંનું ખાય.
14 ઇઝરાયલની પ્રત્યેક સમર્પિત વસ્તુ તારી થાય.
15 જે સર્વ દેહ તેઓ યહોવાને અર્પે છે તેમાં ગર્ભસ્થાન ખોલનાર પ્રત્યેક માણસ તેમ પશુ તારું થાય; પણ માણસના પ્રથમજનિતને તારે નક્કી છોડાવી લેવો, ને અશુદ્ધ જાનવરોના પહેલા બચ્ચાને તારે છોડાવી લેવું.
16 અને તેઓમાંના જેઓને છોડાવી લેવાના હોય તેઓને એક માસની ઉમરથી તું તારા ઠરાવેલા મૂલ્યથી, એટલે પવિત્રસ્થાનનો શેકેલ, જેના વીસ ગેરાહ થાય છે, તે પ્રમાણે પાંચ શેકેલનાં નાણાંથી છોડાવી લે.
17 પણ ગાયના પ્રથમજનિતને, અથવા ઘેટાના પ્રથમજનિતને, અથવા બકરાના પ્રથમ જનિતને તું છોડાવી લે; તેઓ પવિત્ર છે. તું તેઓનું રક્ત વેદી પર છાંટ, ને યહોવાને માટે સુવાસિત હોમયજ્ઞ તરીકે તેઓની ચરબીનું દહન કર.
18 અને તેઓનું માંસ તારું થાય, આરતીની છાતીની પેઠે તથા જમણા બાવડાની પેઠે તે તારું થાય.
19 ઇઝરાયલી લોકો જે પવિત્ર વસ્તુઓ યહોવા પ્રત્યે ચઢાવે છે તેઓનાં સર્વ ઉચ્છાલીયાર્પણ મેં તને તથા તારી સાથે તારા દિકરાઓને તથા તારી દીકરીઓને સદાના હક્ક તરીકે આપ્યાં છે; તે સદાને માટે યહોવાની સમક્ષ તારે માટે તથા તારી સાથે તારા સંતાનને માટે લૂણનો કરાર છે.”
20 અને યહોવાએ હારુનને કહ્યું, “તેઓના દેશમાં તારે કંઈ વતન હોય, ને તેઓ મધ્યે તારે કંઈ ભાગ પણ હોય. ઇઝરાયલીઓ મધ્યે તારો ભાગ તથા તારું વતન હું છું.
21 વળી લેવીના દિકરાઓ જે સેવા કરે છે, એટલે મુલાકાતમંડપની સેવા, તેને બદલે, જુઓ, મેં તેઓને ઇઝરાયલમાં બધા દશાંશનો વારસો આપ્યો છે.
22 અને હવેથી ઇઝરાયલી લોકો મુલાકાતમંડપની પાસે આવે, રખેને તેમને માથે દોષ બેસે, ને તેઓ માર્યા જાય.
23 પણ લેવીઓ મુલાકાતમંડપની સેવા કરે, ને તેઓનો અન્યાય તેમને માથે રહે. તમારી પેઢી દરપેઢી સદાને માટે તે વિધિ થાય, ને ઇઝરાયલી લોકોમાં તેઓને વતન મળે.
24 અને ઇઝરાયલી લોકોનો જે દશાંશ તેઓ ઉચ્છાલીયાર્પણરૂપે યહોવાને ચઢાવે, તે મેં વતન તરીકે લેવીઓને આપ્યો છે. માટે મેં તેઓને કહ્યું છે, કે ઇઝરાયલીઓમાં તમોને વતન નહિ મળે.”
25 અને યહોવાએ મૂસાને કહ્યું,
26 “વળી લેવીઓને તું એમ કહે કે, જે દશાંશ મેં તમારા વારસા તરીકે ઇઝરાયલીઓની પાસેથી તમને અપાવ્યો છે, તે જ્યારે તમે તેઓની પાસેથી લો, ત્યારે યહોવાને દશાંશના દશાંશનું ઉચ્છાલીયાર્પણ તમારે ચઢાવવું.
27 અને જાણે કે ખળીનું ધાન્ય હોય, તથા દ્રાક્ષાકુંડનું ભરપૂરપણું હોય, તેમ તમારું ઉચ્છાલીયાર્પણ તમારા લાભમાં ગણાશે.
28 એમ વળી તમારા સર્વ દશાંશ જે તમે ઇઝરાયલી લોકો પાસેથી લો છો, તેઓનું તમે યહોવાની સમક્ષ ઉચ્છાલીયાર્પણ ચઢાવો; અને તેમાંથી તમે હારુન યાજકને યહોવાનું ઉચ્છાલીયાર્પણ આપો.
29 તમારાં સર્વ દાનોમાંથી, તેમના સર્વ ઉત્તમ તથા અલગ કરેલા ભાગમાંથી યહોવાનું હરેક ઉચ્છાલીયાર્પણ ચઢાવો.
30 અને તું તેઓને કહે, તેમાંથી તેના ઉત્તમ ભાગ નું જ્યારે તમે ઉચ્છાલીયાર્પણ કરો, ત્યારે ખળીની ઊપજ તથા દ્રાક્ષાકુંડની ઊપજ ના અર્પણ જેટલું તે લેવીઓના લાભમાં ગણાશે.
31 અને તમે તથા તમારાં કુટુંબો કોઈ પણ જગામાં તે ખાઓ; કેમ કે મુલાકાતમંડપમાં કરેલી તમારી જે સેવા તેનો બદલો તે છે.
32 અને તમે તેમાંથી તેના ઉત્તમ ભાગનું ઉચ્છાલીયાર્પણ કરો, ત્યાર પછી તેના કારણથી તમને દોષ નહિ લાગે. અને તમે ઇઝરાયલી લોકોની પવિત્ર વસ્તુઓને વટાળો, રખેને તમે માર્યા જાઓ.”