Bible Language

Zechariah 12:2 (GUV) Gujarati Old BSI Version

1 ઈઝરાયલ વિષે યહોવાના વચનરૂપી ઈશ્વરવાણી. આકાશોને વિસ્તારનાર, પૃથ્વીનો પાયો નાખનાર તથા મનુષ્યોની અંદરના આત્માના સરજનહાર યહોવા કહે છે,
2 “જુઓ, હું યરુશાલેમને આસપાસના સર્વ લોકોને લથડિયાં ખવડાવનાર પ્યાલારૂપ કરીશ, ને યરુશાલેમના ઘેરામાં યહૂદિયાના પણ હાલ થશે.
3 તે દિવસે હું યરુશાલેમ સર્વ લોકોને માટે ભારે પથ્થરરૂપ થાય એવું કરીશ; જે તેનો ભાર પોતાના પર લેશે તેઓ સર્વ સખત રીતે ઘાયલ થશે; અને પૃથ્વીની સર્વ પ્રજાઓ યરુશાલેમની વિરુદ્ધ એકત્ર થશે.
4 (યહોવા કહે છે), તે દિવસે હું દરેક ઘોડામાં ગભરાટ તથા તેના સવારમાં ગાંડપણ લાવીશ; અને હું યહૂદિયાના લોકો પર મારી આંખ ઉઘાડીશ, ને લોકોના દરેક ઘોડા પર અંધાપો લાવીશ.
5 અને યહૂદિયાના અમલદારો પોતાના મનમાં કહેશે કે, ‘યરશાલેમના રહેવાસીઓનું બળ તેઓના ઈશ્વર સૈન્યોના યહોવામાં છે.’
6 તે દિવસે હું યહૂદિયાના અમલદારોને લાકડાંમાં અગ્નિથી ભરેલી ચિનગારી સમાન તથા પૂળીઓમાં બળતી મશાલ સમાન કરીશ. તેઓ આસપાસના સર્વ લોકોને, ડાબે હાથે તથા જમણે હાથે, સ્વાહા કરી નાખશે. અને યરુશાલેમ ના લોકો હજી પણ ફરીથી પોતાની જગાએ, એટલે અસલના યરુશાલેમમાં, વસશે.
7 યહોવા યહૂદિયાના તંબુઓને પણ પ્રથમ ઉગારશે, જેથી દાઉદના વંશજોનો વૈભવ તથા યરુશાલેમના રહેવાસીઓનો વૈભવ યહૂદિયાના કરતાં વધી જાય.
8 તે યહોવા યરુશાલેમના રહેવાસીઓનું રક્ષણ કરશે; અને તે દિવસે તેઓમાં જે નિર્બળ હશે તે દાઉદના જેવો થશે. અને દાઉદના વંશજો તેઓની નજરમાં ઈશ્વરના જેવા, યહોવાના દૂત જેવા થશે.
9 વળી તે દિવસે જે સર્વ પ્રજાઓ યરુશાલેમ વિરુદ્ધ ચઢી આવશે તેઓનો વિનાશ કરવાની કોશિશ હું કરીશ.
10 હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે.
11 અને મગિદ્દોની ખીણમાં હદાદરિમ્મોનના વિલાપના જેવો ભારે વિલાપ તે દિવસે યરુશાલેમમાં થશે.
12 દેશનાં સર્વ કુટુંબો એકબીજાથી વિખૂટાં પડીને વિલાપ કરશે:એટલે દાઉદનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ; નાથાનનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ;
13 લેવીનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ; શિમઇઓનું કુટુંબ અલગ, ને તેમની સ્ત્રીઓ અલગ;
14 બાકીનાં સર્વ કુટુંબોમાંનું દરેક કુટુંબ અલગ, અને તેમની સ્ત્રીઓ અલગ.”