Bible Language

1 Samuel 26 (GUV) Gujarati Old BSI Version

1 ઝીફીઓએ ગિબયામાં શાઉલ પાસે આવીને કહ્યું, “શું દાઉદ અરણ્ય સામેના હખીલા પર્વતમાં સંતાઈ રહ્યો નથી?”
2 સાંભળીને શાઉલ ઊઠ્યો, ને ઇઝરાયલના ત્રણ હજાર ચૂંટી કાઢેલા માણસો પોતાની સાથે લઈને દાઉદની શોધ કરવાને ઝીફના રાનમાં ઊતરી પડ્યો.
3 અને શાઉલે અરણ્ય સામેના હખીલા પર્વત પર માર્ગની પાસે છાવણી નાખી. પણ દાઉદે તો રાનમાં મુકામ કરેલો હતો, ને તેણે જોયું કે શાઉલ મારી પાછળ રાનમાં આવ્યો છે.
4 માટે દાઉદે જાસૂસો મોકલીને જાણી લીધું કે શાઉલ નિશ્ચે આવ્યો છે.
5 પછી દાઉદ ઊઠીને જ્યાં શાઉલે છાવણી નાખી હતી તે ઠેકાણે ગયો; અને શાઉલ તથા તેના સેનાપતિ નેરનો દિકરો આબ્નેર સૂતા હતા તે જગા દાઉદે જોઈ. શાઉલ ગાડાંના કોટને ઓથે સૂતો હતો, ને લોકો તેની આસપાસ છાવણી નાખી પડેલા હતા.
6 ત્યારે દાઉદે અહીમેલેખ હિત્તીને અને યોઆબના ભાઈ તથા સરુયાના દીકરા અબીશાયને કહ્યું, “છાવણીમાં શાઉલની પાસે જવા મારી સાથે કોણ નીચે આવશે?” અબીશાયે કહ્યું, “હું તમારી સાથે નીચે આવીશ.
7 પછી દાઉદ તથા અબીશાય રાતે લોકો પાસે ગયા. અને જુઓ, શાઉલ ગાડાંના કોટની અંદર સૂથેલો હતો, ને તેનો ભાલો તેના માથા આગળ ભોંયમાં ખોસેલો હતો. અને આબ્નેર તથા લોકો તેની આસપાસ સૂતેલા હતા.
8 ત્યારે અબીશાયે દાઉદને કહ્યું, “ઈશ્વરે આજે તમારા શત્રુને તમારા હાથમાં સોંપી દીધો છે. તો હવે કૃપા કરીને મને ભાલાના એક ઘાથી તેને ભોંયભેગો કરવા દો, ને હું તેને બીજી વાર નહિ મારું.”
9 દાઉદે અબીશાયને કહ્યું. “તેનો નાશ કર. કેમ કે યહોવાના અભિષિક્ત પર પોતાનો હાથ ઉગામીને કોણ નિર્દોષ રહી શકે?”
10 વળી દાઉદે કહ્યું, “જીવતા યહોવાના સમ કે, યહોવા તેમને મારશે; અથવા તો તેમના મોતનો દિવસ આવી પહોંચશે, અથવા તો તે યુદ્ધમાં ઊતરી પડશે, ને નાશ પામશે.
11 યહોવા એવું થવા દો કે હું મારો હાથ યહોવાના અભિષિક્ત પર ઉગામું. પણ હાલ તો કૃપા કરીને તેમના માથા પાસેનો ભાલો તથા પાણીનો ચંબુ લઈ લે, ને પછી આપણે ચાલ્યા જઈએ.”
12 એમ દાઉદે ભાલો તથા પાણીનો ચંબુ શાઉલના માથા આગળથી લઈ લીધા. અને તેઓ સઘળા ઊંઘતા હતા, કેમ કે યહોવાએ તેમના પર ગાઢ નિદ્રા મોકલી હતી.
13 પછી દાઉદ સામેની બાજુએ જઈને પર્વતના શિખર પર દૂર ઊભો રહ્યો. તેઓની વચમાં ઘણું અંતર હતું.
14 અને દાઉદે લોકોને તથા નેરના પુત્ર આબ્નેરને હાંક મારી ને કહ્યું, “આબ્નેર, તું ઉત્તર નથી આપતો?” ત્યારે આબ્નેરે ઉત્તર આપ્યો, “રાજાને હાંક મારનાર તું કોણ છે?”
15 દાઉદે આબ્નેરને કહ્યું, “શું તું શૂરવીર માણસ નથી? ઇઝરાયલમાં તારા જેવો કોણ છે? તો શા માટે તેં તારા મુરબ્બી રાજાનો જાપતો રાખ્યો નથી? કેમ કે તારા મુરબ્બી રાજાનો નાશ કરવા લોકોમાંથી કોઈએક અંદર આવ્યો હતો.
16 જે તેં કર્યું છે તે ઠીક નથી. જીવતા યહોવાના સમ, તમે મરવા યોગ્ય છો, કેમ કે તમે તમારા મુરબ્બીનો એટલે યહોવાના અભિષિક્તનો જાપતો રાખ્યો નથી. હવે રાજાનો ભાલો તથા તેમના માથા પાસેનો પાણીનો ચંબુ ક્યાં છે તે જુઓ.”
17 શાઉલે દાઉદનો સાદ ઓળખીને કહ્યું, “હે મારા દીકરા દાઉદ, શું તારો સાદ છે?” દાઉદે કહ્યું, “હે મારા મુરબ્બી રાજા, મારો સાદ છે.”
18 વળી તેણે કહ્યું, “મારા મુરબ્બી પોતાના દાસની પાછળ કેમ પડેલા છે? કેમ કે મેં શું કર્યું છે? કે મારા હાથમાં શી દુષ્ટતા છે?
19 તો હવે, મારા મુરબ્બી રાજાએ કૃપા કરીને પોતાના દાસનાં વચન સાંભળવાં, જો મારી વિરુદ્ધ તમને ઉશ્કેરનાર તે યહોવા હોય, તો તે એક અર્પણનો અંગીકાર કરો, પણ જો તે મનુષ્યપુત્રો હોય, તો તે યહોવાની આગળ શાપિત થાઓ; કેમ કે જા, અન્ય દેવોની સેવા કર, એમ કહીને, હું યહોવાના વતનનો ભાગીદાર રહું મતલબથી તેઓએ મને આજે હાંકી કાઢ્યો છે,
20 તો હવે મારું લોહી યહોવાની હજૂરથી દૂરની ભૂમિ પર નપડો, કારણ જેમ પર્વત પર તેતરનો શિકાર કોઈ કરતો હોય, તેમ ઇઝરાયલના રાજા એક ચાંચડને શોધવા નીકળી પડ્યા છે.”
21 ત્યારે શાઉલે કહ્યું, “મેં પાપ કર્યું છે. મારા દિકરા દાઉદ, પાછો આવ. કેમ કે હવે પછી હું તને ઈજા કરીશ નહિ, કેમ કે આજે મારો જીવ તારી દષ્ટિમાં મૂલ્યવાન હતો. જો, મેં મૂર્ખાઈ કરીને ઘણીજ ભૂલ કરી છે.”
22 દાઉદે ઉત્તર આપ્યો, “હે રાજા! જુઓ, તમારો ભાલો! જુવાનોમાંથી એક અહીં આવીને તે લઈ જાય.
23 યહોવા પ્રત્યેક માણસને ન્યાયીપણાનું તથા તેના વિશ્વાસુપણાનું ફળ આપશે, કેમ કે યહોવાએ તમને આજે મારા હાથમાં સોંપી દીધા હતા, છતાં મેં યહોવાના અભિષિક્ત પર મારો હાથ ઉગામવાની ઇચ્છા કરી નહિ.
24 અને જેમ તમારો જીવ આજે મારી દષ્ટિમાં ઘણો મૂલ્યવાન હતો, તેમ મારો જીવ યહોવાની દષ્ટિમાં ઘણો મૂલ્યવાન થાઓ, ને તે મને સર્વ સંકટોમાંથી ઉગારો.”
25 ત્યારે શાઉલે દાઉદને કહ્યું, “મારા દીકરા દાઉદ, તને ધન્ય હો; તું પરાક્રમી કૃત્યો કરશે, ને નક્કી ફતેહ પામશે.” પછી દાઉદ તેને રસ્તે પડ્યો, ને શાઉલ તેની જગાએ પાછો ગયો.