Bible Language

Ezekiel 19 (GUV) Gujarati Old BSI Version

1 વળી ઇઝરાયલના સરદારોને 4 માટે વિલાપ કર,
2 ને, કહે કે, તારી મા કોણ હતી? તે તો સિંહણ હતી. તે સિંહોની સાથે પડી રહેતી હતી, તે જુવાન સિંહોની સાથે રહીને પોતાનાં બચ્ચાનું પોષણ કરતી હતી.
3 તેણે પોતાનાં બચ્ચાંમાંના એકને કાળજી રાખીને ઉછેર્યું. તે જુવાન સિંહ બન્યો; તે શિકાર પકડતાં શીખ્યો, તે માણસોનો ભક્ષ કરતો હતો.
4 આસપાસની પ્રજાઓએ પણ તેને વિષે સાંભળ્યું. તે તેઓની ખાઈમાં સપડાયો; અને તેઓ તેને કડીઓ નાખીને મિસર દેશમાં લઈ ગયા.
5 હવે તેણે જાણ્યું કે હું જે આશા રાખતી હતી તે આશા રદ ગઈ છે, ત્યારે તેણે પોતાનાં બચ્ચાંમાંનું બીજું એક લઈને તેને ઉછેરીને જુવાન સિંહ બનાવ્યો.
6 તે સિંહોની સાતે હરફર કરવા લાગ્યો, તે જુવાન સિંહ બન્યો; તે શિકાર પકડતાં શીખ્યો, તે માણસોનો ભક્ષ કરતો હતો.
7 તેણે તેઓના મહેલોને લૂંટ્યા, ને તેઓનાં નગરોને વેરાન કરી નાખ્યાં; તેની ગર્જનાના અવાજને લીધે દેશ તથા તેની સમૃદ્ધિ નાશ પામ્યાં.
8 ત્યારે વિદેશીઓ‍ ચારે તરફના પ્રાંતોમાંથી તેના ઉપર ચઢી આવ્યા. તેઓએ પોતાની જાળ પ્રસારીને તેના ઉપર નાખી; તે તેઓની ખાઈમાં સપડાયો.
9 તેઓએ તેને સાંકળે બાંધીને પાંજરામાં પૂર્યો, ને તેને બાબિલના રાજા પાસે લાવ્યા. ફરીથી તેનો સાદ ઇઝરાયલના પર્વતો પર સાંભળવામાં આવે તે માટે તેઓએ તેને કિલ્લામાં લાવીને કેદમાં પૂર્યો.
10 તારી મા તારા જેવી રૂપાળી, જળાશયને કિનારે રોપેલા દ્રાક્ષાવૃક્ષ જેવી હતી. પુષ્કળ પાણી મળવાથી તે ખૂબ ફાલીને ડાળીઓથી ભરપૂર થઈ.
11 સત્તાધારીઓના રાજદંડને લાયક તેને મજબૂત સોટા થયા હતા, ને તેનું કદ વધીને તે આભલામાં પહોંચી હતી, ને તેની ડાળીઓના જથાસહિત તે ઊંચી દેખાતી હતી.
12 પણ ઈશ્વરના કોપથી તેને ઉખેડી નાખીને જમીનદોસ્ત કરવામાં આવી, ને પૂર્વના વાયુએ તેનાં ફળ સૂકવી નાખ્યાં. તેના મજબૂત સોટા ભાંગી નાખવામાં આવ્યા, ને તે ચીમળાઈ ગઈ. અગ્નિએ તમને ભસ્મ કર્યા.
13 હમણાં તેને અરણ્યમાં સૂકા ને નિર્જળ અગ્નિએ તેમને ભસ્મ કર્યા.
14 તેની ડાળીઓના સોટામાંથી અગ્નિએ પ્રગટ થઈને તેના ફળને ભસ્મ કર્યા છે, તેથી રાજકર્તાનો રાજદંડ બને એવો મજબૂત સોટો તેમાં એકે રહ્યો નથી.” તો વિલાપ છે, ને વિલાપ કરવા માટે રહેશે.