1 આભારસ્તુતિનું ગીત રે સર્વ દેશો, યહોવાની આગળ જયજયકાર કરો
2 આનંદથી યહોવાની સેવા કરો; ગાતાં ગાતાં તેમની આગળ આવો.
3 યહોવા તે જ ઈશ્વર છે, એમ તમે માનો; તેમણે આપણને ઉત્પન્ન કર્યાં છે, અને આપણે તેમનાં જ છીએ; આપણે તેમના લોકો તથા તેમના ચારાનાં મેંઢાં છીએ.
4 આભાર માનતાં માનતાં તેમનાં દ્વારોમાં, અને સ્તવન કરતાં તેમનાં આંગણામાં આવો; તેમનો આભાર માનીને તેમના નામને ધન્યવાદ આપો.
5 કેમ કે યહોવા ઉત્તમ છે; તેમની કૃપા સર્વકાળ અને તેમની સત્યતા પેઢી દરપેઢી ટકી રહે છે.