Bible Language

Isaiah 56 (GUV) Gujarati Old BSI Version

1 યહોવા કહે છે, “ન્યાયનું પાલન કરો ને પ્રમાણિકપણે વર્તો; કેમ કે મારા તારણનું આવવું ને મારા ન્યાયનું પ્રગટ થવું નજીક છે.
2 જે માણસ પ્રમાણે વર્તે છે, ને જે પુરુષ એને વળગી રહે છે, અને સાબ્બાથને અપવિત્ર કરતાં જે એને પાળે છે, ને પોતાનો હાથ કંઈ પણ ભૂંડું કરવાથી પાછો રાખે છે, તેને ધન્ય છે.”
3 વળી જે પરદેશી યહોવાના સંબંધમાં આવેલો છે, તેણે એવું કહેવું કે યહોવા મને પોતાના લોકથી ખચીત જુદો પાડશે, વળી ખોજાએ કહેવું કે, જુઓ હું તો માત્ર સુકાયેલું ઝાડ છું.
4 કેમ કે જે ખોજાઓ મારા સાબ્બાથો પાળે છે, ને જે બાબતો મને ગમે છે તે પસંદ કરે છે, ને મારા કરારને વળગી રહે છે, તેઓ વિષે યહોવા કહે છે કે,
5 તેમને તો હું મારા મંદિરમાં તથા મારા કોટોમાં દીકરા તથા દીકરીઓ કરતાં ઉત્તમ સ્મારક તથા નામ આપીશ. એમને નષ્ટ નહિ થાય એવું અમર નામ હું આપીશ.
6 વળી જે પરદેશીઓ યહોવાની સેવા કરવા માટે, તથા યહોવાના નામ પર પ્રેમ રાખવા માટે, એના સેવક થવા માટે, તેમના સંબંધમાં આવે છે એટલે જે સર્વ મારા સાબ્બાથને અપવિત્ર કરતાં એને પાળે છે, ને મારા કરારને વળગી રહે છે;
7 તેમને તો હું મારા પવિત્ર પર્વત પર લાવીશ, અને મારા પ્રાર્થનાના મંદિરમાં તેમને આનંદિત કરીશ; તેમનાં દહનીયાર્પણો તથા તેમના યજ્ઞો મારી વેદી પર માન્ય થશે; કેમ કે મારું મંદિર સર્વ પ્રજાઓને માટે પ્રાર્થનાનુમ મંદિર કહેવાશે.
8 પ્રભુ યહોવા જે ઇઝરાયલના વિખેરાઈ ગયેલાઓને ભેગા કરે છે તે એવું કહે છે, “તેના ભેગા થયેલા ઉપરાંત હું હજી તેની પાસે બીજાઓને લાવીને ભેગા કરીશ.
9 ખેતરનાં સર્વ શ્વાપદ, વનમાંનાં સર્વ પશુ, તમે ફાડી ખાવાને આવો.
10 તેના ચોકીદારો આંધળા છે, તેઓ સર્વ અજ્ઞાન છે; તેઓ સર્વ મૂંગા કૂતરા છે કે, જેઓ ભસી શકતા નથી; તેઓ સ્વપ્નવશ, સૂઈ રહેનારા, અને ઊંઘણશી છે.
11 વળી તેઓ ખાઉધરા કૂતરા છે, તેઓ તૃપ્તિ સમજતા નથી; અને ઘેટાંપાળક પોતે કશું સમજતા નથી; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક પોતાનો સ્વાર્થ સાધવાને માટે, ફરી ગયા છે.
12 તેઓ કહે છે કે, “આવો, હું દ્રાક્ષારસ લાવું, ને આપણે પુષ્કળ દારૂ પીએ; અને આવતી કાલનો દિવસ આજના જેવો થશે, બલકે તે કરતાં પણ બહુ આનંદનો થશે.”