Bible Versions
Bible Books

Deuteronomy 12 (GUV) Gujarati Old BSI Version

1 “તમાંરા પિતૃઓના દેવ યહોવાએ તમને સદાને માંટે વતન તરીકે જે ભૂમિ આપી છે, તેમાં તમાંરે નીચેના નિયમો તથા કાયદાઓ આજીવન પાળવાના છે.
2 તમે જયાં જયાં ઊચા પર્વતો પર તથા ડુંગરાઓ પર અથવા વૃક્ષોની નીચે તમે જે પ્રજાઓની ભૂમિ કબજે કરો છો તેમની રચેલી વેદીઓ અને સ્થાનકો જુઓ-તે સર્વનો તમાંરે નાશ કરવો.
3 તેમની અગ્નિ વેદીઓ વિખેરી નાખો, તેમના સ્માંરક સ્તંભોને ભાંગી નાખો. અશેરીમના થાંભલાને બાળી નાખવા અને તેમના દેવોની મૂર્તિઓ તોડી નાખો. યાદ રાખો- તમાંરે તેમનું નામ તે જગ્યાએથી ભૂંસી નાખવાનું છે.
4 “એ લોકો તેમના પોતાના દેવોનું જે રીતે પૂજન કરે છે તે રીતે તમાંરે તમાંરા દેવ યહોવાની આરાધના કરવી નહિ.
5 યહોવા તમાંરા દેવ તમાંરા કુળસમૂહો વચ્ચે એક ખાસ જગ્યા પસંદ કરશે. યહોવા તેમનું નામ ત્યાં મૂકશે. તે તેમનું ખાસ ઘર રહેશે. તમાંરે તેની ભકિત કરવા તે જગ્યાએ જવાનું છે.
6 ત્યાં તમાંરે તમાંરાં બધાં દહનાર્પણો અને અન્ય અર્પણો જે વેદી પર અર્પિત કરવામાં આવશે, કૃષિ ઉપજનો દશમો ભાગ, કૃષિ ઉપજના અન્ય અર્પણો, તમાંરી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટેનાં ખાસ અર્પણો, તમાંરી ખાસ ભેટો અને તમાંરાં ઘેટા, બકરાંના તથા ઢોરઢાંખરના પ્રથમજનિતો લાવવાં.
7 યહોવા તમાંરા દેવની હાજરીમાં તમે અને તમાંરા પરિવારોએ સાથે આનંદ માંણવો તમાંરા પરિશ્રમનાં ફળોથી સુખી રહો અને દેવે તમને જે બધાંથી આશીર્વાદીત કર્યા છે તેનાથી આનંદ માંણવો.
8 “જ્યારે તમે ભૂમિમાં પ્રવેશો ત્યારે તમાંરે અત્યારે જેમ પૂજા કરીએ છીએ તેમ કરવી. આજે પ્રત્યેક વ્યકિત પોતાને મન ફાવે ત્યાં પૂજા કરે છે.
9 કારણ કે, યહોવા તમને જે વિશ્રામસ્થાન, જે ભૂમિ આપનાર છે,
10 તમે યર્દન નદી પાર કરીને તમાંરા દેવ-યહોવાએ તમને જે ભૂમિ આપી છે તેમાં જયારે તમે વસવાટ કરશો, ત્યારે યહોવા તમને તમાંરા ચારે દિશાના દુશ્મનોથી રક્ષણ આપશે અને તમે બધા સુરક્ષિત રીતે સુખે રહી શકશો.
11 તે સમયે તમાંરા દેવ યહોવા તેમની પોતાની સેવા માંટે એક જગ્યાની પસંદગી કરશે ત્યાં હું આજ્ઞા કરું છું તે બધું તમાંરે લાવવું; તમાંરી ઊપજનો દશમો ભાગ,યજ્ઞો તેમજ તમાંરાં બધાં દહનાર્પણ તથા અન્ય અર્પણો તે જગ્યાએ ચડાવવાં. બાધા તરીકે ચઢાવવાની ખાસ ભેટો તમાંરે સાથે લાવવી.
12 ત્યાં તમાંરા દેવ યહોવાની સમક્ષ તમાંરાં સંતાનો, દાસદાસીઓ તેમ તમાંરાં ગામોમાં વસતા લેવીઓ સાથે આનંદ માંણવો; કારણ કે; લેવીઓને ભૂમિનો કોઈ ભાગ પોતાના માંટે પ્રાપ્ત થયેલ નથી.
13 ધ્યાન રાખજો, તમાંરે દહનાર્પણો ગમે તે જગ્યાએ અર્પણ કરવાના નથી.
14 તમાંરા બધા વંશોના પ્રદેશમાંથી યહોવા જે એક જગ્યા પસંદ કરશે; ત્યાં તમાંરે તમાંરાં બલિદાનો અર્પવા અને તમાંરી ભેટો લાવવી અને હું તમને જે ચઢાવવાની આજ્ઞા કરુ તે બધું ચઢાવવું.
15 “તમાંરા વસવાટોમાં તમાંરા દેવ યહોવા આપે તેટલાં પ્રાણીઓનો તમે ખાવા માંટે ઉપયોગ કરી શકો છો. હરણ અથવા સાબર જેવા પ્રાણીઓ તમે છૂટથી ખાઇ શકો છો. તમે શુદ્વ કે અશુદ્વ હો તેનો કોઇ વાંધો નથી.
16 એનું લોહી તમાંરે ખાવું નહિ, તમાંરે પાણીની જેમ જમીન પર રેડી દેવુ.
17 “પરંતુ અર્પણોમાંનું કશું ઘરે ખાવું નહિ, અનાજનો, દ્રાક્ષારસનો કે તેલનો દશમો ભાગ, અથવા તમાંરાં ઢોરનાં કે ઘેટાંબકરાંનાં પ્રથમજનિત અથવા બાધાબલિઓ, સ્વૈચ્છિક બલિઓ કે દાનબલિઓ તમાંરે તમાંરા વસવાટોમાં ખાવાના નથી.
18 બધું તમાંરે એક જગ્યાએ લાવવું, જે યહોવા તમાંરા દેવ પસંદ કરશે જયાં તમે, તમાંરાં બાળકો અને લેવીઓ યહોવા તમાંરા દેવની સમક્ષ તે તમાંરા નર અને નારી સેવકો, અને તમાંરા શહેરોમાં વસતા સાથે ખાઇ શકો. તમાંરાં પરિશ્રમનાં ફળોનો આનંદ યહોવા સમક્ષ સાથે માંણો.
19 પણ તમે ભૂમિ પર વસો ત્યાં સુધી લેવીઓની જીવનભર કાળજીપૂર્વક સારસંભાળ લેવાનું ચૂકશો નહિ. તમે લેવીઓને ભૂલી જતા. તેઓને તમાંરા ભાગીદાર બનાવજો.
20 “જયારે તમાંરા દેવ યહોવા પોતે વચન આપ્યા મુજબ તમાંરો વિસ્તાર વધારે ત્યારે તમને જો માંસ ખાવાની ઈચ્છા થાય તો ખાવું હોય એટલું ખાવાની છૂટ છે.
21 તમાંરા દેવ યહોવાએ પોતાના નામ માંટે પસંદ કરેલું સ્થાન જો બહુ દૂર હોય તો મેં તમને કહ્યું તેમ, તમે યહોવાએ આપેલાં તમાંરાં ઢોર કે ઘેટાં બકરાંમાંથી કોઈને માંરી નાખીને તેનું માંસ તમાંરા ગામમાં છૂટથી તમાંરે ઘરે ખાઈ શકો છો.
22 શુદ્વ કે અશુદ્વ ગમે તે સ્થિતિમાં તેમ પ્રાણી, હરણ કે સાબર ખાઓ છો તેમ ખાઈ શકો છો;
23 પરંતુ તમાંરે તેનું લોહી કદી પણ ખાવું નહિ, કારણ કે, લોહીમાં જીવ છે, અને તમાંરે તે માંસ નથી ખાવાનું જેમાં જીવ છે.
24 તમાંરે લોહી ખાવું નહિ, પણ જળની જેમ જમીન પર ઢોળી દેવું.
25 જો તમે નહિ ખાઓ તો તમને અને તમાંરા સંતાનો માંટે બધું સારું રહેશે, કારણ કે, યહોવાની દૃષ્ટિએ તમે સાચું કામ કર્યુ છે.
26 “દેવ સમક્ષ લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ કરવા માંટેનાં અર્પણો તથા દાન યહોવાએ પસંદ કરેલા સ્થાનમાં લઈ જવાં.
27 તમે દહનાર્પણ કરો તો તેનું માંસ અને લોહી બંને તમાંરા દેવ યહોવાની વેદી પર ધરાવવાં જોઈએ, જો તે ખાદ્યાર્પણ હોય તો તેનું માંસ તમે ખાઈ શકો છો, પણ તેનું લોહી તમાંરે દેવ યહોવાની વેદી પર રેડવું.
28 હું જે સર્વ આજ્ઞાઓ તમને કહું છું તેનું પાલન કરવામાં કાળજી રાખવી, યાદ રાખો, યહોવા તમાંરા દેવની દૃષ્ટિમાં જે સારું અને યોગ્ય છે તે તમે કરશો તો તમને અને તમાંરાં સંતાનોને સદાસર્વદા બધુ સારું થાય.
29 “તમાંરા દેવ યહોવા તમાંરે માંટે તમે જેમના પ્રદેશનો કબજો લો છો તે પ્રજાઓનો નાશ કરશે અને તમે તે પ્રદેશમાં વસવાટ કરશો,
30 ત્યારે જોજો, તમે ફસાઈ જતા અને ત્યાંની પ્રજાઓના પગલે ચાલીને તેઓના દેવોનું પૂજન કરવામાં તેઓનું અનુસરણ કરશો. એમની જેમ પૂજા કરવાના હેતુથી લોકો પોતાના દેવની પૂજા કઈ રીતે કરે છે તે જાણવાનો પ્રયત્ન પણ કરશો નહિે,
31 તેઓ જે રીતે પોતાના દેવોની પૂજા કરે છે તે રીતે તમાંરે તમાંરા દેવ યહોવાની ઉપાસના કરવી નહંી, કારણ કે, તેઓ પોતાના દેવો માંટે જે કંઈ કરે છે તે યહોવાની દૃષ્ટિેએ ધિક્કારજનક અને ધૃણાને પાત્ર છે. તેઓ પોતાના દેવોની સમક્ષ પોતાના પુત્રો તથા પુત્રીઓને સુદ્ધંા બલિઓ તરીકે હોમી દે છે.
32 “મેં તમને જે કંઈ આજ્ઞાઓ કરી છે તે સર્વનું પાલન કરજો. તેમાં
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×