Bible Versions
Bible Books

Deuteronomy 9 (GUV) Gujarati Old BSI Version

1 “હે ઇસ્રાએલી પ્રજાજનો સાંભળો! આજે તમે યર્દન નદી ઓળંગીને તમાંરા કરતાં મહાન અને શકિતશાળી પ્રજાઓનો દેશ કબજે કરવાના છો. તેમનાં શહેરો મોટાં છે અને તેમને ગગનચુંબી કોટ છે.
2 લોકો પોતે મહાકાય અને બળવાન છે. તેઓ રાક્ષસ જેવા છે, તમે જાણો છો. અને તમે પેલી કહેવત સાંભળી છે કે, ‘રાક્ષસો સામે કોણ ટક્કર ઝીલી શકે?’
3 તેથી તમે સમજી લેજો કે આજે તમાંરા દેવ યહોવા સ્વયં સર્વભક્ષી અગ્નિરૂપે તમાંરા સૌની આગળ રહીને જશે. અને તે લોકોનો વિનાશ કરશે. અને યહોવાના વચન અનુસાર તમે તેઓને હાંકી કાઢવા તેમજ તરત હરાવવા સમર્થ બનશો.
4 “તમાંરા દેવ યહોવા તેમને તમાંરી આગળથી હાંકી કાંઢે ત્યારે તમે એમ માંની લેશો કે, ‘અમે સારા છીએ તેથી યહોવાએ અમને પ્રદેશનો કબજો અપાવ્યો છે.’ લોકો દુષ્ટ છે તેથી યહોવા તેઓને હાંકી કાઢે છે.”
5 તમે નિષ્પક્ષ અને પ્રામાંણિક છો એટલા માંટે યહોવા તમને પ્રદેશ નથી આપતા. લોકો દુષ્ટ છે એટલા માંટે યહોવા તેમને હાંકી કાઢે છે. અને તેણે તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપેલું વચન પાળુ છું સારૂ.
6 તમે સમજી લેજો કે તમાંરા કોઈ પુણ્યને લીધે યહોવા તમને સમૃદ્ધ ભૂમિનો કબજો આપતો નથી, કારણ, તમે તો હઠીલી પ્રજા છો.
7 “યાદ રાખજો, વાત કદી ભૂલશો નહિ કે તમે તમાંરા દેવ યહોવાના રોષ રણમાં વહોરી લીધો હતો. તમે મિસરમાંથી બહાર નીકળ્યા તે દિવસથી તે અહીં આવ્યા ત્યાં સુધી યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આવ્યા છો.
8 હોરેબ પર્વત આગળ તમે યહોવાનો કોપ વહોરી લીધો હતો અને તે એટલા બધા કોપાયમાંન થયા હતા કે તમાંરો વિનાશ કરવા તૈયાર થયા હતા.
9 હું ત્યાં પર્વત પર હતો, યહોવાએ તમાંરી સાથે કરેલા કરારની તકતીઓ લેવા હું ત્યાં ગયો હતો. હું ત્યાં ખાધાપીધા વિના ચાળીસ દિવસ અને રાત રહ્યો હતો.
10 જે દિવસે તમે બધા પર્વત પાસે ભેગા થયા હતા અને અગ્નિમાંથી યહોવાએ તમને જે આજ્ઞાઓ કહી હતી તે બે તકતીઓ પર તેમણે પોતાના હસ્તાક્ષરમાં લખીને મને આપી હતી.
11 “ત્યારે 40 દિવસ અને રાત પછી યહોવાએ મને તે કરાર લખેલી તકતીઓ આપી,
12 અને યહોવાએ મને કહ્યું, ‘ઝડપથી પર્વત ઉતરી જા, કારણ તારા લોકો જેને તું મિસરમાંથી બહાર લાવ્યો હતો, માંરી આજ્ઞાઓથી બહુ ઝડપથી ફરી ગયા છે અને ઢાળેલી મૂર્તિઓ બનાવી ભ્રષ્ટતાથી ર્વત્યા છે.’
13 “વળી યહોવાએ મને કહ્યું, ‘એ લોકો કેવા હઠીલા છે મેં જોઈ લીધું છે.
14 તું મને રોકીશ નહિ, હું એમનો નાશ કરનાર છું. પૃથ્વી પરથી હું એમનું નામોનિશાન ભૂંસી નાખીશ, અને તારામાંથી એમના કરતાં વધારે સશકત અને મહાન પ્રજા ઉત્પન્ન કરીશ.’
15 “તેથી હું તરત પાછો ફરીને પર્વત પરથી નીચે આવ્યો. ત્યારે પર્વત અગ્નિથી ભડભડ સળગતો હતો અને માંરા બે હાથમાં કરારની બે તકતીઓ હતી.
16 મેં જોયું તો તમે તમાંરા દેવ યહોવાની વિરુદ્ધ ભયંકર પાપ કર્યુ હતું. તમે એક વાછરડાંની મૂર્તિ બનાવી હતી અને યહોવાએ તમને જે માંગેર્ ચાલવાનું કહ્યું હતું તે માંર્ગથી તમે એટલી વારમાં ચલિત થઈ ગયા હતા.
17 એટલે મેં તમાંરી નજર સામે પેલી તકતીઓ જમીન પર પછાડીને તોડી નાખી.
18 પછી પાછો બીજા ચાળીસ દિવસ અને ચાળીસ રાત હું યહોવાની હાજરીમાં જમીન ઉપર ચહેરો નમાંવી કંઇ ખાધા-પીધા વીના રહ્યો. કારણ તમે પાપ કર્યું હતું જે યહોવાની દ્રષ્ટિએ દુષ્ટ હતું અને તેને ખૂબ ગુસ્સે કર્યા હતા.
19 તમાંરું શું થશે તેની મને ખૂબ બીક હતી, તે તમાંરા પર એટલા બધા રોષે ભરાયા હતા કે તમાંરો નાશ કરવા તૈયાર થયા હતા, તેથી ફરી એક વાર યહોવાએ માંરી પ્રાર્થના સાંભળી.
20 યહોવા હારુન પર પણ રોષે ભરાયા હતા અને તેનો નાશ કરવા પણ તૈયાર થયા હતા, તેથી મેં હારુન માંટે પણ તે વખતે પ્રાર્થના કરી.
21 પછી તમે જે પાપમય વસ્તુ બનાવી હતી, પેલું વાછરડું પોઠીયો-તે લઈને મેં બાળી નાખ્યું, તેના ટુકડે ટુકડા કરી નાખ્યા, અને તેનો દળીને ઝીણો ભૂકો બનાવ્યો અને તે ભૂકાને પર્વત પરથી વહેતાં ઝરણામાં ફેંકી દીધો.
22 “ફરીથી તમે તાબએરાહમાં, માંસ્સાહમાં અને કિબ્રોથ-હાત્તાવાહમાં પણ યહોવાનો કોપ વ્હોરી લીધો હતો.
23 અને પછી યહોવાએ તમને કાદેશ-બાનેર્આથી જયારે એમ કહીને મોકલ્યા કે, ‘જાઓ, મેં તમને જે પ્રદેશ આપ્યો છે તેનો કબજો લો.’ ત્યારે પણ તમાંરા દેવ યહોવાની સામે બંડ કર્યું. અને તે તમને મદદ કરશે એવો તમે વિશ્વાસ રાખ્યો નહિ. અને તેમની આજ્ઞાનું પાલન કર્યુ નહિ.
24 હું જયારથી તમને ઓળખતો થયો ત્યારથી તમે તેની સામે બળવો પોકારતા રહ્યા છો.
25 “તેથી હું ચાળીસ દિવસ અને ચાળીસ રાત સુધી યહોવા સમક્ષ ઘૂંટણીએ પડીને પડી રહ્યો, કારણ કે, યહોવાએ તમાંરો નાશ કરવાનો નિશ્ચય કર્યો હતો.
26 એટલે મેં તેમને પ્રાર્થના કરી, “હે યહોવા માંરા પ્રભુ, કૃપા કરીને તમાંરા લોકોનો, જેમને તમે અપનાવેલા છે, જેમને તમે તમાંરી મહાન શકિતથી છોડાવ્યા છે, જેમને તમે તમાંરા પ્રચંડ બાહુબળથી મિસરમાંથી બહાર લઈ આવ્યા છો, તેમનો નાશ કરશો.
27 તમાંરા સેવકો, ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપેલાં વચનોને યાદ કરીને લોકોની હઠ અને દુષ્ટતા તથા એમનાં પાપને ધ્યાનમાં લેશો નહિ.
28 નહિંતર તું અમને જે દેશમાંથી લઈ આવ્યો છે ત્યાંના લોકો કહેશે કે, ‘યહોવાએ લોકોને જે દેશમાં લઈ જવાનું વચન આપ્યું હતું તેમાં તે લઈ જઈ શકયા નહિ, તે તેમને ધિક્કારતા હતા માંટે તેમને અહીથી બહાર રણમાં માંરવા માંટે લઈ ગયા.’
29 આખરે તો, તેઓ તમાંરા લોકો છે, તેઓ તમાંરી મિલકત છે, તેઓ તમાંરી વિશિષ્ટ માંલિકીની છે અને તમે તમાંરી મહાન શકિત વાપરી તમે તેમને મિસરમાંથી બહાર લાવ્યા છો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×