Bible Versions
Bible Books

Exodus 7 (GUV) Gujarati Old BSI Version

1 યહોવાએ મૂસાને કહ્યું, “હું તારી સાથે રહીશ. હું તારો દેખાવ એવો કરીશ કે તું ફારુનની સામે એક મહાન રાજા લાગીશ અને તારો ભાઈ હારુન તારો પ્રવકતા બનશે.
2 હું તને જે આદેશ આપુ તે બધા તારે હારુનને કહેવા, હું જે કહું તે રાજા ફારુનને કહેશે, પછી ફારુન ઇસ્રાએલી લોકોને નગર છોડવા દેશે.
3 પણ હું ફારુનને હઠાગ્રહી બનાવી દઈશ, જેથી તું જે કંઈ કહીશ તેને તે માંનશે નહિ. એથી હું કોણ છું તે સાબિત કરવા હું મિસર દેશમાં અનેક ચમત્કારો કરીશ. પરંતુ તે છતાં પણ તે સાંભળશે નહિ.
4 એટલા માંટે હું મિસર દેશ પર માંરો હાથ ઉગામીશ અને તેને કારમી સજા કરીને માંરાં સૈન્યોને, માંરી ઇસ્રાએલી પ્રજાને, મિસરની બહાર કાઢી લાવીશ.
5 ત્યારે મિસરના લોકોને ખબર પડશે કે હું યહોવા છું, હું તેમની વિરુદ્ધ થઈ જઈશ અને તેઓ જાણશે કે હું યહોવા છું, જ્યારે હું માંરા લોકોને તેમના દેશમાંથી બહાર લઈ જઈશ.”
6 મૂસાએ અને હારુને યહોવાએ જે આજ્ઞા કરી હતી તેનું પાલન કર્યુ.
7 તે સમયે જ્યારે તેમણે ફારુન સાથે વાત કરી ત્યારે મૂસાની ઉમર 80 વર્ષની અને હારુનની ઉમર 83 વર્ષની હતી.
8 યહોવાએ મૂસા અને હારુનને કહ્યું,
9 “જ્યારે ફારુન તમને એમ કહે કે, તમાંરી શક્તિ સાબિત કરવા માંટે, ‘કોઈ ચમત્કાર બતાવો.’ ત્યારે તારે હારુનને કહેવું કે, ‘તારી લાકડી લઈને ફારુનની આગળ જમીન પર નાખી દે એટલે સાપ બની જશે.”
10 એટલા માંટે મૂસા અને હારુન મિસરના રાજા ફારુન પાસે ગયા, અને યહોવાની આજ્ઞા પ્રમાંણે તેમણે કર્યુ. હારુને ફારુન અને તેના અમલદારો સમક્ષ જમીન પર પોતાની લાકડી નાખી દીધી અને તે સાપ બની ગઈ.
11 ત્યારે ફારુને જ્ઞાની પંડિતોને અને જાદુગરોને બોલાવ્યા. મિસરના જાદુગરોએ પણ તેમની મેલી વિધા વડે હારુનના જેવો ચમત્કાર કરી બતાવ્યો.
12 તેઓએ તેમની લાકડીઓ જમીન પર ફેંકી અને તે સાપ બની ગઈ. પણ હારુનની લાકડી તેમની લાકડીઓને ગળી ગઈ.
13 ફારુને તેમ છતાં હઠાગ્રહ છોડયો નહિ અને લોકોને જવાની ના પાડી. અને યહોવાએ કહ્યું હતું તેમ, મૂસા અને હારુનની વાત સાંભળી નહિ.
14 પછી યહોવાએ હારુન અને મૂસાને કહ્યું, “ફારુને હઠ પકડી છે, માંરી પ્રજાને જવા દેવાની ના પાડે છે.
15 ફારુન સવારે નદી કિનારે આવશે. તમે નાઈલ નદીના કિનારે-કિનારે જાઓ. અને જે લાકડી સાપ થઈ ગઈ હતી, તે સાથે લઈને નદીકાંઠે તમે તેની રાહ જોતા ઊભા રહેજો. અને તેને કહેજો કે,
16 હિબ્રૂ લોકોના દેવ યહોવાએ મને તમાંરી પાસે મોકલ્યો છે અને કહેવડાવ્યું છે કે, માંરા લોકોને માંરી ઉપાસના કરવા માંટે રણમાં જવા દે: જો અત્યાર સુધી તેં યહોવાની વાત કાને ધરી નથી.’
17 હવે, યહોવા કહે છે કે, ‘હું યહોવા છું એની તમને આના પરથી ખબર પડી જશે. જો હું નાઈલ નદીના પાણી પર માંરા હાથમાંની લાકડી પછાડીશ એટલે તે લોહી થઈ જશે;
18 ત્યારે નાઈલ નદીની માંછલીઓ મરી જશે. અને નદીમાંથી દુર્ગંધ આવશે અને મિસરવાસીઓને માંટે એનું પાણી પીવાલાયક પણ રહેશે નહિ.”‘
19 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તું હારુનને એમ કહે કે, તારી લાકડી લઈને મિસરનાં તમાંમ જળાશયો પર, નદીઓ ઉપર, નહેરો અને તળાવો ઉપર તારો હાથ ફેલાવ એટલે તે બધું પાણી લોહી બની જાય. અને સમગ્ર મિસર દેશમાં લાકડાના અને પથ્થરનાં બધાં વાસણોમાં પણ પાણીનું લોહી થઈ જશે.”
20 એટલા માંટે મૂસા અને હારુને યહોવાની જેવી આજ્ઞા હતી તે પ્રમાંણે કર્યું. હારુને ફારુન અને તેના અમલદારોના દેખતા લાકડી ઉપાડીને નાઈલના પાણી પર પ્રહાર કર્યો. અને બધું પાણી લોહી થઈ ગયું.
21 નદીમાં બધી માંછલીઓ મરી ગઈ અને નદીમાંથી દુર્ગંધ આવવા લાગી. અને મિસરના લોકો માંટે નદીનું પાણી પીવા માંટે નકામું થઈ ગયું. સમગ્ર મિસરમાં લોહી થઈ ગયું.
22 મિસરના જાદુગરોએ પણ પોતાની મેલીવિદ્યાથી તે પ્રમાંણે કર્યું, તેથી ફારુને મૂસા અને હારુનની વાત કાને ધરી. યહોવાએ જેવું કહ્યું હતું બરાબર પ્રમાંણે થયું.
23 બાબતને ધ્યાનમાં લીધા વિનાજ ફારુન પોતાના મહેલમાં પાછો ફરી ગયો. મૂસા અને હારુને જે કાંઈ કર્યુ તેની તેણે ઉપેક્ષા કરી.
24 મિસરવાસીઓ નાઈલ નદીનું પાણી પી શકતા હતા તેથી તેમણે નદીની આજુબાજુ ચારેબાજુ કૂવાઓ ખોધ્યા અને વીરડા ગાળ્યા.
25 યહોવા દ્વારા નાઈલ નદી પર પ્રહાર કર્યાને પૂરા સાત દિવસ વીતી ગયા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×