Bible Versions
Bible Books

Joshua 1 (GUV) Gujarati Old BSI Version

1 મૂસા યહોવાનો સેવક હતો, નૂનનો પુત્ર યહોશુઆ મૂસાનો મદદનીશ હતો. મૂસાના મૃત્યુ પછી યહોશુઆ સાથે યહોવાએ વાત કરી અને તેણે કહ્યું:
2 “હવે માંરા સેવક મૂસાનું અવસાન થયું છે. તેથી તું ઇસ્રાએલના લોકોનો નેતા છે. તેથી ઇસ્રાએલના બધા લોકોને લઈ અને યર્દન નદીની પેલે પાર હું તને જે દેશ આપું છું ત્યાં જા.
3 મેં મૂસાને વચન આપ્યું હતું કે હું તમને જગા આપીશ. જે જમીન તમાંરા પગ નીચે આવશે તે હું તમને આપીશ.
4 હિત્તીઓની બધી ભૂમિ રણ અને લબાનોનથી મહાન નદી યુફ્રેતીસ સુધી અને પશ્ચિમમાં છેક મહાસાગર તમાંરી સીમાંમાં હશે.
5 તું જ્યાં સુધી જીવતો રહીશ ત્યાં સુધી કોઈ તને રોકી શકશે નહિ. હું જેમ મૂસાની સાથે રહેતો હતો. તે પ્રમાંણે તારી સાથે પણ હું રહીશ.
6 “યહોશુઆ બળવાન અને હિમ્મતવાન થા. કારણ, તારે લોકોને જે દેશ તરફ દોરી જવાના છે જે મેં તેઓના પૂર્વજોની આગળ તેમને આપવા માંટે વચન આપ્યું હતું.
7 તારે તો માંત્ર બળવાન અને હિમ્મતવાન થવાનું છે. અને માંરા સેવક મૂસાએ જે નિયમો તને આપ્યાં તેનું તારે સંપૂર્ણ પાલન કરવાનું છે. જો તું તેને સંપૂર્ણપણે અનુસરીશ તો તું જે કંઈ કરીશ તેમાં સફળ થઈશ. તેનાથી ફરતો નહિ, નહિ ડાબે કે નહિ જમણે.
8 નિયમ શાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ પણ રાતદિવસ તારે એનું મનન કરવાનું છે જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકે: કારણકે તો તું સફળ થશે અને સમૃદ્ધિ પામશે.
9 મેં તને બળવાન અને હિમ્મતવાન થવા આજ્ઞા કરી હતી. તેથી ભયભીત કે નાહિંમ્મત થઈશ નહિ કારણ હું તારો દેવ યહોવા છું. યહોશુઆ જ્યાં ક્યાંય તું જાય છે ત્યાં તારો દેવ, હું તારી સાથે છું.
10 “ત્યારબાદ યહોશુઆએ લોકોના આગેવાનોને પ્રમાંણે આજ્ઞા કરી કે,
11 “છાવણીમાં બધે ફરીને લોકોને કહો કે, ‘તમાંરી સાથે લેવા માંટે થોડું ખાવાનું તૈયાર રાખજો કારણકે યર્દન નદી ઓળંગવા માંટે તમને ત્રણ દિવસ લાગશે અને આપણા દેવ યહોવા આપણને વચન આપેલ દેશ આપશે. આપણે ત્યાં જઈશું અને રહીશું!”‘
12 પછી તેણે રૂબેન અને ગાદના કુળસમૂહના સર્વ માંણસોને તથા મનાશ્શાના અર્ધ કુળસમૂહના આગેવાનોને ચેતવણી આપી
13 “યાદ કરો, યહોવાના સેવક મૂસાએ તમને શું કહ્યું હતું, તેણે કહ્યું કે તમાંરા દેવ યહોવા તમને આરામ આપશે. તે તમને દેશ આપશે.
14 તમાંરી પત્નીઓ અને બાળકો તે દેશમાં રહી શકે છે કે જે યર્દન નદીની પૂર્વે છે જે દેવે તમને આપી દીધી છે. પણ તમાંરા સૈનિકોએ તેઓની ભૂમિના બીજા ભાગો ધરાવતી વખતે તેમની સાથે યર્દન નદી પાર કરી અને તેઓની સાથે લડાઈ કરવા તેઓના ઇસ્રાએલી ભાઈઓને મદદ કરવી.
15 કે જેથી તેઓ પણ યહોવા તેમને જે ભૂમિ આપી રહ્યા છે તે ધારણ કરી શકે. અને તેઓ પાસે આરામ કરવાનું સ્થાન હશે. તેના પછી તમે પાછા આવી શકો અને યર્દન નદીની પૂર્વની ભૂમિમાં રહી શકો જે યહોવાના સેવક મૂસાએ તમને આપી હતી.”
16 તે લોકોએ યહોશુઆને ઉત્તરમાં જણાવ્યું, “તમે જે આજ્ઞા અમને આપી છે તે અમે પાળીશું અને તમે જયાં મોકલશો ત્યાં જઈશું.”
17 અમે જે રીતે મૂસાની આજ્ઞાને આધીન હતા અને જે પ્રમાંણે તેનું કહ્યું માંનતા હતા, તે પ્રમાંણે તમને આધીન રહીશું. ફકત એટલું તમાંરા દેવ યહોવા જેમ મૂસાની સાથે હતા, તેમજ તમાંરી સાથે પણ રહે.
18 કોઈ પણ જે તમાંરી આજ્ઞાને અનુસરે અથવા કોઈ પણ જે તમાંરો વિરોધ કરે, તે કોઈ પણ હોય તોપણ તે માંર્યો જાય; એટલું જકે તું બળવાન અને હિમ્મતવાન થા!”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×