Bible Versions
Bible Books

Ruth 3 (GUV) Gujarati Old BSI Version

1 એક દિવસ રૂથની સાસુ નાઓમીએ રૂથને કહ્યું, “માંરી દીકરી, હવે હું તારા માંટે પતિ શોધી કાઢું, અને તને આનંદથી ફરી પરણાવું માંટે યોગ્ય સમય છે ખરું ને?
2 તેં બોઆઝના ખેતરમાં દાણા ભેગા કર્યા. તે આપણો નજીકનો સગો છે. આજે રાત્રે તે ખળામાં જવ ઊપણવાનો છે
3 તેથી તું, હું કહું છું તેમ કર. નાહીધોઈને શરીરે અત્તર લગાવી સારાં વસ્ત્રો પહેરી ખળામાં જા, પણ તે રાત્રીનું ખાણું પતાવે ત્યાં સુધી તેને જાણવા દેતી કે તું આવી છે, તે સૂઇ જાય પછી તેના પગ પાસે સૂઇ જજે અને તેના પગ પરથી પાગરણ ઉચું કરીને તેની પાસે સૂઈ જજે. પછી તારે શુંકરવું તે તને તે કહેશે.”
4
5 પછી રૂથે કહ્યું, “સારું, હું તમાંરા કહ્યા પ્રમાંણે બધું કરીશ.”
6 આથી રૂથે ખળામાં જઈને તેની સાસુએ કહ્યા પ્રમાંણે કર્યુ.
7 બોઆઝ પોતાનું કામ પુરું કરી અને જમીને ખૂબ પ્રસન્નતા અને સંતોષમાં હતો, તે ઘાસના ઢગલા પાસે જઈને સૂઈ ગયો. પછી રૂથ છાનીમાંની આવી અને તેના પગ ઉપરથી પાગરણ ખસેડીને તેની બાજુમાં સૂઈ ગઈ.
8 મધરાતે પડખું ફેરવતી વખતે તે અચાનક જાગી ગયો, અને તેના પગ પાસે એક જુવાન યુવતી સૂતી હતી તે જોઇને ચોંકી ગયો.
9 તેણે તેણીને પૂછયું; “તું કોણ છે?”તેથી રૂથે ઉત્તર આપ્યો કે, “હું તમાંરી સેવિકા રૂથ છું. કેમ કે તમે માંરા નજીકના સગા છો. તેથી માંરા પર તમાંરું પાગરણ પાથરો.”
10 બોઆઝે કહ્યું, “માંરી દીકરી, દેવ, તને આશીર્વાદ આપો. તારી માંરા પ્રત્યેની માંયા, પહેલા નાઓમી પ્રત્યે દર્શાવેલ માંયા કરતા પણ અધિક છે. તું કોઈ જુવાન માંણસને લગ્ન કરવા શોધી શકી હોત પછી તે ધનવાન હોય કે ગરીબ પણ બદલામાં તું માંરી પાસે આવી.
11 દીકરી, ગભરાઈશ નહિ, તું જે કાંઈ કહેશે તે હું કરીશ.
12 આખું નગર જાણે છે કે તું સદગુણી સ્ત્રી છે, પણ તારી સંભાળ લેવાની જવાબદારી માંરી હોવા છતાં માંરા કરતાં પણ વધારે નજીકનો સગો માંણસ બીજો એક છે.
13 આજની રાત તો તું અહીં રહે અને સવારમાં જો તે તારી જવાબદારી સ્વીકારવાનો પોતાનો હક્ક બજાવવા રાજી હોય તો ઠીક, નહિ તો હું યહોવાને નામે વચન આપીને કહું છું કે, હું તારી જવાબદારી ઉપાડી લઈશ, સવાર થતાં સુધી તું અહીં સૂઈ રહે.”
14 તેથી સવાર થતાં સુધી તે તેના પગ આગળ સૂઈ રહી, અને લોકો એકબીજાને ઓળખી શકે તેટલુ અજવાળું થતા પહેલાં તે ઊઠી ગઈ કારણ કે બોઆઝેતેને કહ્યું, “હતું કે તે રાત દરમ્યાન ત્યાં હતી તે કોઇને ખબર પડવી જોઇએ નહિ.”
15 બોઆઝે રૂથને ઓઢણું તેની આગળ પાથરવા કહ્યું “તેણે તેના ઓઢણામાં થોડા માંપ જવના દાણા તેની સાસુને ભેટ તરીકે વીંટાળીને આપ્યા અને ત્યારબાદ તે ઘરે ગઈ.”તેણે એના કોટમાં થોડા જવના દાણા વીંટાળીને મૂક્યા. અને તેને ખભે ચડાવી દીધો. પછી તે નગરમાં પાછી ફરી.
16 પછી તે તેની સાસુ પાસે આવી ત્યારે નાઓમીએ તેને પૂછયું, “માંરી દીકરી, ત્યાં શું થયું?”
17 બોઆઝે તેને માંટે જે જે કર્યું હતું તે બધું રૂથે કહી સંભળાવ્યું, અને કહ્યું કે, “ઉપરાંત, તેણે મને માંપ જવ પણ આપ્યા, અને કહ્યું કે તારે ખાલી હાથે સાસુ પાસે પાછા જવાનું નથી.”
18 એટલે પછી નાઓમીએ તેને કહ્યું, “માંરી દીકરી ધીરજ રાખ, અને આનું પરિણામ શું આવે છે તે જો. આજેને આજે કામ પૂરું કર્યા વિના તે જંપવાનો નથી.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×