Bible Versions
Bible Books

Isaiah 20 (GUV) Gujarati Old BSI Version

1 આશૂરના રાજા સાર્ગોનના મોકલ્યાથી જે વર્ષે સેનાધિપતિ આશ્દોદ આવ્યો, ને આશ્દોદની સાથે લડીને તેણે એને જીતી લીધું;
2 તે સમયે યહોવા આમોસના દીકરા યશાયાની મારફતે પ્રમાણે બોળ્યા: “જા, તારી કમર પરથી ટાટ ઉતાર, ને તારા પગમાંથી જોડા કાઢ.” તેમ કરીને તે ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફરવા લાગ્યો.
3 યહોવાએ કહ્યું, “મિસર તથા કૂશ સંબંધી ત્રણ વર્ષ સુધી ચિહ્ન તથા કૌતુકને અર્થે, મારો સેવક યશાયા જેમ ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફર્યો છે;
4 તેમ આશૂરનો રાજા મિસરના બંદીવાનોને તથા કૂશના પ્રવાસીઓને, જુવાન તથા વડીલોને ઉઘાડે શરીરે તથા પગે, નગ્નાવસ્થામાં, મિસરને લાજ લાગે એવી રીતે, લઈ જશે.
5 ત્યારે તેઓ પોતાના આશાસ્પદ કૂશને લીધે, અને પોતાના ગૌરવ મિસરને લીધે ગભરાઈને લજવાશે.
6 તે દિવસે કાંઠાનો રહેવાસી કહેશે કે, જુઓ, આપણું આશાસ્થાન, જ્યાં આશૂરના રાજાથી છૂટકો પામવા આપણે સહાયને માટે દોડતા હતા, તેની દશા છે; તો આપણે હવે કેવી રીતે બચીશું?’”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×