Bible Versions
Bible Books

Isaiah 4 (GUV) Gujarati Old BSI Version

1 તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે, “અમે અમારી પોતાની રોટલી ખાઈશું અને અમારાં પોતાનાં વસ્ત્ર પહેરીશું; માત્ર તારું નામ અમને આપ, અને અમારું અપમાન ટાળ.”
2 તે દિવસે ઇઝરાયલનાં બચેલાંને માટે યહોવાએ ઉગાડેલો અંકુર સુંદર તથા તેજસ્વી, ને ભૂમિની પેદાશ ઉત્તમ તથા શોભાયમાન થશે.
3 સિયોનમાં તથા યરુશાલેમમાં રહી ગયેલો શેષ, એટલે યરુશાલેમમાંના જીવતાઓમાં નોંધાયેલો દરેક જન પવિત્ર કહેવાશે.
4 જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે, અને યરુશાલેમનું રકત ન્યાયના તથા દહનના આત્માથકી તેનામાંથી શુદ્ધ કરી નાખશે ત્યારે એમ થશે.
5 યહોવા સિયોન પર્વતના દરેક રહેઠાણ પર, ને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો, અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમ કે સર્વ ગૌરવ ઉપર આચ્છાદાન થશે.
6 દિવસે તાપથી છાયા તરીકે, ને તોફાન તથા વરસાદથી રક્ષણ તથા આશ્રયસ્થાન તરીકે એક મંડપ થશે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×