Bible Versions
Bible Books

Psalms 20 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે. દાઉદનું ગીત. સંકટને સમયે યહોવા તારું સાંભળીને તને ઉત્તર આપો; યાકૂબના ઈશ્વરનું નામ તારું રક્ષણ કરો.
2 પવિત્રસ્થાનમાંથી તને સહાય મોકલો, અને સિયોનમાંથી તને બળ આપો.
3 તે તારાં સર્વ અર્પણોનું સ્મરણ કરો, અને તારું દહનીયાર્પણ માન્ય કરો. (સેલાહ)
4 તે તારા હ્રદયની ઇચ્છા પ્રમાણે તને આપો, અને તારા સર્વ ઇરાદા પૂરા કરો.
5 તારા તારણમાં અમે આનંદ માનીશું, આપણા ઈશ્વરને નામે આપણી ધ્વજાઓ ચઢાવીશું; યહોવા તારી સર્વ અરજો સ્વીકારો.
6 હવે હું જાણું છું કે યહોવા પોતાના અભિષિક્તને વિજય આપે છે; તે પોતાના પવિત્ર આકાશમાંથી પોતાના જમણા હાથની તારકશક્તિથી તેને ઉત્તર આપશે.
7 કોઈ રથ પર ભરોસો રાખે છે અને કોઈ ઘોડા પર, પણ આપણે આપણા ઈશ્વર યહોવાના નામનું સ્મરણ કરીશું.
8 તેઓ નમીને પડી ગયા છે; પણ આપણે ઊઠીને ઊભા થયા છીએ.
9 હે યહોવા, રાજાને વિજય આપો. અમે વિનંતી કરીએ ત્યારે અમને ઉત્તર આપો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×