Bible Versions
Bible Books

John 15:1 (GUV) Gujarati Old BSI Version

1 હું ખરો દ્રાક્ષાવેલો છું, અને મારા પિતા માળી છે.
2 મારામાંની પ્રત્યેક ડાળી જેને ફળ આવતાં નથી, તેને તે કાપી નાખે છે; અને પ્રત્યેક ડાળી જેને ફળ આવે છે, તેને વધારે ફળ આવે માટે તે તેને શુદ્ધ કરે છે.
3 જે વચનો મેં તમને કહ્યાં છે, તે વડે તમે હવે શુદ્ધ થઈ ગયા છો.
4 તમે મારામાં રહો, ને હું તમારામાં રહીશ. જેમ ડાળી વેલામાં રહ્યા વિના પોતાની જાતે ફળ આપી નથી શકતી, તેમ તમે પણ મારામાં રહ્યા વિના ફળ આપી શક્તા નથી.
5 હું તો દ્રાક્ષાવેલો છું, ને તમે ડાળીઓ છો. જે મારામાં રહે છે, અને હું તેનામાં, તે ઘણાં ફળ આપે છે; કેમ કે મારાથી નિરાળા રહીને તમે કંઈ કરી શકતા નથી.
6 જો કોઈ મારામાં રહેતો નથી, તો ડાળીની જેમ તેને બહાર ફેંકી દેવામાં આવે છે, અને તે સુકાઈ જાય છે. પછી લોકો તેઓને એકઠી કરીને અગ્નિમાં નાખે છે, ને તેઓ બળી જાય છે.
7 જો તમે મારામાં રહો, અને મારાં વચન તમારામાં રહે, તો જે કંઈ તમે ચાહો તે માગો, એટલે તે તમને મળશે.
8 તમે બહુ ફળ આપો, એમાં મારા પિતાને મહિમા મળે છે; અને એથી તમે મારા શિષ્યો થશો.
9 જેમ પિતાએ મારા પર પ્રેમ રાખ્યો છે, તેમ મેં પણ તમારા પર પ્રેમ રાખ્યો છે, તમે મારા પ્રેમમાં રહો.
10 જેમ હું મારા પિતાની આજ્ઞાઓ પાળીને તેમના પ્રેમમાં રહું છું, તેમ જો તમે મારી આજ્ઞાઓ પાળો તો તમે મારા પ્રેમમાં રહેશો.
11 તમારામાં મારો આનંદ રહે, અને તમારો આનંદ સંપૂર્ણ થાય, માટે મેં તમને વચનો કહ્યાં છે.
12 મારી આજ્ઞાઓ છે કે, જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.
13 પોતાના મિત્રોને માટે જીવ આપવો, તે કરતાં મોટો પ્રેમ કોઈનો નથી.
14 જે આજ્ઞાઓ હું તમને આપું છું તે જો તમે પાળો તો તમે મારા મિત્ર છો.
15 હવેથી હું તમને દાસ કહેતો નથી; કેમ કે પોતાનો શેઠ જે કરે છે તે દાસ જાણતો નથી. પણ મેં તમને મિત્ર ક્હ્યા છે; કેમ કે જે વાતો મેં મારા પિતા પાસેથી સાંભળી હતી તે બધી મેં તમને જણાવી છે.
16 તમે મને પસંદ કર્યો નથી, પણ મેં તમને પસંદ કર્યા છે, ને તમને નીમ્યા છે કે, તમે જઈને ફળ આપો, અને તમારાં ફળ કાયમ રહે, જેથી તમે મારે નામે જે કંઈ પિતાની પાસે માગો તે તમને તે આપે.
17 તમે એકબીજા પર પ્રેમ રાખો માટે હું તમને આજ્ઞાઓ આપું છું.
18 જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે, તમે જાણો છો.
19 જો તમે જગતના હોત તો જગત પોતાનાંના ઉપર પ્રેમ રાખત! પરંતુ તમે જગતના નથી, પણ મેં તમને જગતમાંથી પસંદ કર્યા છે, તે માટે જગત તમારા પર દ્વેષ રાખે છે.
20 દાસ પોતાના શેઠથી મોટો નથી, એવી જે વાત મેં તમને કહી તે યાદ રાખો. જો તેઓ મારી પાછળ પડયા, તો તેઓ તમારી પાછળ પણ પડશે. જો તેઓએ મારાં વચન પાળ્યાં, તો તેઓ તમારાં પણ પાળશે.
21 પણ બધું મારા નામની ખાતર તેઓ તમને કરશે, કેમ કે તેઓ મારા મોકલનારને ઓળખતા નથી.
22 જો હું આવ્યો હોત, અને તેઓને કહ્યું હોત, તો તેઓને પાપ લાગત; પણ હવે તેઓનાં પાપ સંબંધી તેઓને કંઈ બહાનું રહ્યું નથી.
23 જે મારા પર દ્વેષ રાખે છે, તે મારા પિતા પર પણ દ્વેષ રાખે છે.
24 જે કામો બીજા કોઈએ કર્યાં નથી, તે જો મેં તેઓ મધ્યે કર્યાં હોત, તો તેઓને પાપ લાગત. પણ હવે તેઓએ મને તથા મારા પિતાને પણ જોયા છે, અને દ્વેષ રાખ્યો છે.
25 પણ તેઓના નિયમશાસ્‍ત્રમાં લખ્યું છે કે, ‘તેઓએ વિનાકારણ મારાં પર દ્વેષ રાખ્યો છે, તે પૂર્ણ થવા માટે એમ થયું.
26 પણ સંબોધક, એટલે સત્યનો આત્મા, જે પિતાની પાસેથી નીકળે છે, તેને હું પિતાની પાસેથી તમારી પાસે મોકલી દઈશ. તે જ્યારે આવશે, ત્યારે તે મારા સંબંધી સાક્ષી આપશે.
27 અને તમે પણ સાક્ષી આપશો, કેમ કે તમે આરંભથી મારી સાથે છો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×