1 કેમ કે, જુઓ, તે દિવસ આવે છે, તે ભઠ્ઠીની જેમ બળે છે. અને સર્વ ગર્વિષ્ઠો તથા સર્વ દુરાચારીઓ ખૂંપરારૂપ થશે. સૈન્યોના ઇશ્વર યહોવા કહે છે, “જે દિવસ આવે છે તે તેમને એવા બાળી નાખશે કે તે તેમનું મૂળ કે ડાળી રહેવા દેશે નહિ.
2 પણ તમે મારા નામનું ભય રાખનારાઓને માટે તો ન્યાયીપણાનો સૂર્ય ઊગશે, અને તેની પાંખોમાં આરોગ્ય હશે; તમે બહાર આવીને કોઢમાંના વાછરડાઓની જેમ કૂદશો.
3 તમે દુષ્ટોને તમારા પગ નીચે ખૂંદશો; કેમ કે સૈન્યોના ઇશ્વર યહોવા કહે છે, “હું આ પ્રમાણે કરીશ તે દિવસે તેઓ તમારા પગનાં તળિયા નીચે રાખ સમાન થશે.
4 મારા સેવક મૂસાનો ‘નિયમ’ કે જે મેં તેને હોરેબમાં સર્વ ઈઝરાયલને માટે ફરમાવ્યો તે, એટલે વિધિઓ તથા આ ઓ, તમે યાદ રાખો.
5 જુઓ, યહોવાનો મહાન તથા ભયંકર દિવસ આવે તે યહેલાં હું તમારી પાસે એલિયા પ્રબોધકને મોકલી દઈશ.
6 તે પિતાઓનાં મન પુત્રો તરફ ને પુત્રોનાં મન પોતાના પિતાઓ તરફ ફેરવશે, રખેને હું આવીને પૃથ્વીને શાપથી મારું.”