Bible Versions
Bible Books

Psalms 23 (GUV) Gujarati Old BSI Version

1 દાઉદનું ગીત. યહોવા મારા પાળક છે; તેથી મને કશી ખોટ પડશે નહિ.
2 તે લીલાં બીડમાં મને સુવાડે છે; તે શાંત પાણીની પાસે મને દોરી જાય છે.
3 તે મારા આત્માને તાજો કરે છે; પોતાના નામની ખાતર તે મને ન્યાયીપણાને માર્ગે ચલાવે છે.
4 જો કે મરણની છાયાની ખીણમાં થઈને હું ચાલું, તોયે હું કંઈ પણ ભૂંડાઈથી બીશ નહિ; કેમ કે તમે મારી સાથે છો; તમારી લાકડી તથા તમારી છડી મને દિલાસો દે છે.
5 મારા શત્રુઓના દેખતાં તમે મારે માટે ભાણું તૈયાર કરો છો; તમે મારા માથા પર તેલ ચોળ્યું છે; મારો પ્યાલો ઊભરાઈ જાય છે.
6 નિશ્ચે મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે; અને હું સદાકાળ યહોવાના ઘરમાં રહીશ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×