Bible Language Cross References for the verse Psalms 18:0 in GUV
- 1 જયારે યરૂશાલેમના રાજા અદોની સદેકે સાંભળ્યું કે, યહોશુઆએ આયનગર કબજે કર્યુ છે અને તેણે જેમ યરીખોનો અને તેના રાજાનો નાશ કર્યો હતો તેમ આયનગરનો અને તેના રાજાનો પણ નાશ કર્યો છે, અને ગિબયોનની પ્રજાએ ઇસ્રાએલ સાથે શાંતિકરાર કરીને તેમની સાથે રહેવા માંડયું છે.
- 2 તે વિષે જાણ્યું ત્યારથી યરૂશાલેમના લોકો ઘણા જ ડરી ગયા, કારણ કે ગિબયોન તો મહાનગર હતું અને તે રાજનગર જેવું હતું અને તે આયનગર કરતાં વિશાળ હતું. તે નગરના લોકો બહાદુર હતાં, અને તેઓ તેના માંટે બહુ પ્રખ્યાત હતા.
- 3 તેથી યરૂશાલેમના રાજા અદોનીસેદેકે હેબ્રોનના રાજા હોહામને, યાર્મૂથના રાજા પિરઆમને, લાખીશના રાજા યાફીઆને અને એગ્લોનના રાજા દબીરને સંદેશો મોકલ્યો.
- 4 “માંરી સાથે આવ અને મને ગિબયોન પર આક્રમણ કરવા મદદ કર. ગિબયોને યહોશુઆ અને ઇસ્રાએલના લોકો સાથે શાંતિકરાર કર્યો હતો.”
- 5 એ પાંચ અમોરી રાજાઓ-યરૂશાલેમ હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના રાજાઓ ભેગા થઈને પોતાનાં લશ્કરો સાથે ઊપડયા અને ગિબઓનને ઘેરી લઈ તેમણે તેના ઉપર હુમલો કર્યો.
- 6 પરંતુ ગિબયોનના લોકોએ યહોશુઆને ગિલ્ગાલની છાવણીમાં સંદેશો મોકલાવ્યો કે, “અમે તમાંરા દાસો છીએ, અમને એકલા ન મૂકશો, વહેલા અમાંરી તરફ આવો અને અમાંરું રક્ષણ કરો, કારણ કે પર્વતીય પ્રદેશમાં બધા અમોરી રાજાઓ અમાંરી વિરુદ્ધ એક થઈ ગયા છે.”
- 7 આથી યહોશુઆ પોતાના લશ્કરના બધા શૂરવીર યોદ્ધાઓને લઈને ગિલ્ગાલથી ત્યાં પહોંચી ગયો.
- 8 પછી યહોવાએ યહોશુઆને કહ્યું, “એ લોકોથી ડરતો નહિં. હું તમને, તેઓને હરાવવા દઈશ અને તેમનામાંનો કોઈપણ તમને હરાવી શકશે નહિ.”
- 9 યહોશુઆએ ગિલ્ગાલથી નીકળી આખી રાત કૂચ કરીને તેમના ઉપર અચાનક છાપો માંર્યો.
- 10 યહોવાએ ગિબયોનના લશ્કરોને ખૂબ મૂંઝવી નાખ્યાં, તેથી ઇસ્રાએલે તેમને હરાવી દીધા. તેઓએ તેમનો પીછો બેથ-હોરોનના રસ્તા પર કર્યો અને તેમને બધાને અઝેકાહ અને માંક્કેદાહ સુધી માંરી નાખ્યા.
- 11 શત્રુનું સૈન્ય ઇસ્રાએલના સૈન્યથી ભાગીને બેથ-હોરોનના રસ્તે આવ્યું અને અઝેકાહ સુધીના સમગ્ર માંર્ગમાં યહોવાએ આકાશમાંથી તેમના ઉપર મોટા બરફના કરા વરસાવ્યા. ઇસ્રાએલી સૈનિકોને તરવારો કરતાં બરફના કરાઓથી વધારે શત્રુઓ માંર્યા હતાં.
- 12 તે દિવસે યહોવાએ ઇસ્રાએલને અમોરીઓને હરાવવા દીધા. અને તે દિવસે યહોશુઆ ઇસ્રાએલના બધા લોકો સમક્ષ ઊભો રહ્યો અને યહોવાને કહ્યું:“ઓ સૂર્ય, ગિબયોન ઉપર થંભી જા. ઓ ચંદ્ર આયલોનની ખીણ ઉપર સ્થિર થા.”
- 13 તેથી જ્યાં સુધી આ લોકોએ શત્રુઓ પર વિજય મેળવ્યો સૂર્ય હલ્યો નહિ અને ચંદ્ર થોભી ગયો. આ ઘટનાનું વિશદ વિસ્તૃત વર્ણન યાશારના ગ્રંથમાં લખેલું છે, તેમ સૂર્ય આકાશની વચ્ચોવચ થંભી ગયો અને લગભગ એક દિવસ સુધી તેણે આથમી જવામાં વિલંબ કર્યો.
- 14 તે દિવસ પહેલા અને ત્યાર પછી આવું કદી બન્યું નથી કે જ્યારે સૂર્ય અને ચંદ્ર થોભી ગયા હોય. એ બધું એક માંણસની પ્રાર્થનાના કારણે થયું હતું. જેથી યહોવાએ કોઈ માંણસનું સાંભળ્યું અને ઇસ્રાએલના લોકો માંટે લડયાં.
- 15 પછી યહોશુઆ ઇસ્રાએલીઓ સાથે ગિલ્ગાલની છાવણીમાં પાછા ગયા.
- 16 યુદ્ધ દરમ્યાન પેલા પાંચ રાજાઓ ભાગીને માંક્કેદાહની ગુફામાં છુપાઈ ગયા હતા.
- 17 તેઓને શોધવામાં આવ્યાં હતાં અને માંક્કેદાહ પાસેની ગુફામાં છુપાયેલા મળ્યા. જ્યારે યહોશુઆએ આના વિષે સાંભળ્યું. તેણે આમ કહીને જવાબ આપ્યો:
- 18 “ગુફાના મુખદ્વાર ને બંધ કરવા મોટા પથ્થરો મુકો અને રાજાઓ ભાગી ન જાય તે જોવા રક્ષકો મૂકો.
- 19 શત્રુ સૈન્યનો પીછો કરવાનું ચાલુ રાખો અને પાછળથી તેમના ઉપર હુમલા કરજો. તેમને તેમના શહેરમાં ફરવા દેશો નહિં. તમાંરા દેવ યહોવાએ આ લોકોને તમાંરા હાથમાં સોંપી દીધા છે.”
- 20 યહોશુઆ અને ઇસ્રાએલીઓએ દુશ્મનો માંરવાનું શરૂ કર્યુ અને લગભગ બધાંને માંરી નાખ્યાં. તેઓ કે જે છટકી ગયાં કિલ્લાવાળા શહેરોમાં સંતાયા. થોડા બચી ગયા તેમણે કિલ્લાબંધ શહેરોમાં આશ્રય લીધો.
- 21 ત્યારબાદ યહોશુઆના માંણસો તેમની માંક્કેદાહની છાવણી પર સુરક્ષિત પાછા ફર્યા. પછી કોઈએ ઇસ્રાએલના લોકો સામે કંઈ પણ કહેવા માંટે હિમ્મત કરી નહિ.
- 22 હવે યહોશુઆએ કહ્યું, “પેલી ગુફાનું મુખ ખોલો અને એ પાંચ રાજાઓને બહાર કાઢી માંરી પાસે લઈ આવો.”
- 23 એટલે તેઓએ તે પ્રમાંણે કર્યુ અને યરૂશાલેમના, હેબ્રોન, યાર્મૂથ, લાખીશ અને એગ્લોનના પાંચેય રાજાઓને ગુફામાંથી બહાર કાઢયા.
- 24 જ્યારે આ રાજાઓને યહોશુઆ સમક્ષ લાવવામાં આવ્યા, બધા ઇસ્રાએલીઓને બોલાવાયા અને યહોશુઆએ તેના સૈન્યના અધિકારીઓને કહ્યું: “અહીં આવો અને તેમની ડોક પર તમાંરો પગ રાખો.” તેથી તેઓએ તેઓનાં પગ રાજાની ડોક પર મૂક્યા.
- 25 પછી યહોશુઆએ તે લોકોને કહ્યું, “ગભરાશો નહિ કે જરા ય નાહિમ્મત થશો નહિ, બહાદૂર અને મક્કમ બનજો. કારણ કે તમાંરા દરેક દુશ્મન સાથે યહોવા આ પ્રમાંણે જ કરશે, આવા જ હાલ તેમના કરશે.”
- 26 પછી યહોશુઆએ તે રાજાઓને તરવારથી માંરી નાખ્યા. અને તેમનાં શબ પાંચ જાડ ઉપર લટકાવ્યાં, અને છેક સાંજ થતાં સુધી તે ત્યાં લકટતાં રહ્યાં.
- 27 પછી સૂર્યાસ્ત થવાના સમયે તેઓના મૃતદેહોને જાડ પરથી ઉતાર્યા અને તેઓ જે ગુફામાં સંતાઈ રહ્યાં હતા તેમાં ફેંકી દીધાં, પછી ગુફાના મુખદ્વાર આગળ મોટા પથ્થરો મૂકવામાં આવ્યા, જે આજે પણ છે.
- 28 યહોશુઆએ તે દિવસે માંક્કેદાહ કબજે કર્યું. અને તેના લોકોને તથા રાજાને મોતને ઘાટ ઉતાર્યા. નગરના બધા માંણસોનો તેણે સંહાર કર્યો. તેણે યરીખોના રાજાના જે હાલ કર્યા હતા તે જ હાલ માંક્કેદાહના રાજાના પણ કર્યા.
- 29 ત્યારબાદ યહોશુઆ અને તેની સેનાએ માંક્કેદાહ છોડ્યું અને લિબ્નાહ જઈને તે શહેર પર આક્રમણ કર્યુ.
- 30 યહોવાએ એ પણ ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધું. અને તેમણે ત્યાંના બધાંજ માંણસોને તરવારને ઘાટ ઊતાર્યા. કોઈને છોડયા નહિં. અને યરીખોના રાજાની જે હાલત કરી હતી તે જ હાલત ત્યાંના રાજાની કરી.
- 31 એ પછી યહોશુઆ અને બધા ઇસ્રાએલી લોકો લિબ્નાહથી લાખીશ ગયાં. તેમણે તે શહેરને ઘેરો ઘાલી તેના પર હુમલો કર્યો.
- 32 પછી યહોવાએ લાખીશ ઇસ્રાએલના હાથમાં સોંપી દીધું. બીજે દિવસે તેમણે તેનો કબજો લીધો અને લિબ્નાહમાં જે કર્યુ હતું તે જ ત્યાંના બધાં જ માંણસોનું કર્યુ. સૌને તરવારને ઘાટ ઉતાર્યા.
- 33 દરમ્યાનમાં ગેઝેરનો રાજા હોરામ લાખીશને મદદ કરવા આવ્યો પણ યહોશુઆએ અને તેના માંણસોએ તેમને બધાંને માંરી નાખ્યાં. તેનાં સૈન્યનો સંપૂર્ણ નાશ કર્યો.
- 34 ત્યારપછી યહોશુઆ અને તેનું સૈન્ય લાખીશથી એગ્લોન ગયું. તેમણે તેને ઘેરો ઘાલી હુમલો કર્યો.
- 35 તે જ દિવસે તેમણે તેને કબજે કર્યુ. અને લાખીશમાં કર્યું હતું તેમ ત્યાંનાં બધાં જ માંણસોનો સંહાર કર્યો.
- 36 એગ્લોન છોડયા પછી તેઓએ હેબ્રોન પર આક્રમણ કર્યું.
- 37 અને રાજાની સાથે, લોકો અને નજીકનાં શહેરોમાં રહેતાં બીજા લોકોને પણ માંરી નાખવામાં આવ્યાં હતાં. કોઈને પણ જીવતું છોડવામાં આવ્યું નહોતું. તેઓએ એગ્લોનને જેમ કર્યુ હતું તેમ કર્યું.
- 38 ત્યારબાદ યહોશુઆ અને તેના સૈન્યે પાછા દબીર જઈ તેના ઉપર હુમલો કર્યો.
- 39 તેમણે દબીરને, તેના રાજાને અને આજુબાજુનાં ગામોને કબજે કર્યો. અને તેમને મોતને ઘાટ ઊતારી દીધા, તેણે ત્યાંના બધાંજ માંણસોનો સંહાર કર્યો. યહોશુઆએ હેબ્રોન, લિબ્નાહ અને તેના રાજાઓના જે હાલ કર્યા હતા તે જ હાલ દબીરના અને ત્યાંના રાજાના કર્યા.
- 40 આ રીતે યહોશુઆએ સંપૂર્ણ ભૂમિ હરાવી: પહાડી દેશ, નેગેબ, પશ્ચિમની તળેટીઓ, ઢોળાવો અને તેમના બધા રાજાઓ. તેણે કોઈને જીવતા જવા દીધાં નહિં. ઇસ્રાએલના દેવ યહોવાની આજ્ઞા પ્રમાંણે તેમણે એકએક પ્રાણીનો નાશ કર્યો.
- 41 યહોશુઆએ કાદેશ-બાર્નેઆથી ગાજા સુધી બધાને હરાવ્યાં અને ગિબયોનના શહેર ગોશેનની બધી ભૂમિ.
- 42 એક જ સમયે યહોશુઆ આ બધા રાજાઓ અને તેમની જમીન જીત્યો. કારણ કે ઇસ્રાએલના યહોવા દેવ લોકોને પક્ષે રહીને લડતાં હતા.
- 43 આ પછી યહોશુઆ અને તેનું લશ્કર પાછાં ગિલ્ગાલની છાવણીમાં ગયા.
- 1 પછી હાન્નાએ આ મુજબ દેવને પ્રાર્થના કરી: “યહોવા તમે માંરું હૃદય આનંદથી ભરી દીધું છે. હું માંરા દેવમાં બહું વિશ્વાસ કરું છું અને હવે માંરા શત્રુઓને હું જવાબ આપીશ. દેવે મને મદદ કરીને માંરી મુશ્કેલી દૂર કરી છે. એથી હું તમાંરા તારણમાં અતિ આનંદમાં છું.
- 2 યહોવા જેવાં પવિત્ર દેવ કોઈ નથી. તેમના સિવાય બીજા કોઈ દેવ નથી. આપણા દેવ જેવા કોઈ રક્ષણહાર નથી.
- 3 અભિમાંન અને બડાઇ હાંકનાર ન બનો. બડાશ માંરવાનું બંધ કરો કારણકે દેવ બધું જાણે છે. તે લોકોને દોરવે છે અને તેમનો ન્યાય કરે છે.
- 4 બળવાન યોદ્ધાઓના ધનુષ્ય તૂટે છે, પણ હવે નિર્બળ બળવાન બન્યા છે.
- 5 જે ધનવાન લોકો પાસે પુષ્કળ ખોરાક ભૂતકાળમાં હતો તેઓએ ખોરાક માંટે હવે કામ કરવું પડશે. જયારે ભૂખ્યાઓને હવે ભૂખ રહી નથી. વાંઝણી સ્ત્રીઓને સાત સાત સંતાનો છે અને જે સ્ત્રીને ઘણાં સંતાનો હતા તે દુ:ખી છે કેમકે તેમના સંતાનો જતા રહ્યાં છે.
- 6 યહોવા જ માંરે છે, અને તે જ જીવન આપે છે. યહોવા જ માંણસોને મૃત્યુલોકમાં લઈ જાય છે અને પાછા લાવે છે.
- 7 યહોવા જ રંક બનાવે છે, ને તવંગર પણ એજ બનાવે છે. યહોવા કોઇ લોકોને ઉતારી પાડે છે, અને બીજાને માંનવંતા બનવા દે છે.
- 8 યહોવા જ એકલા ગરીબ લોકોને ધૂળમાંથી ઉપાડે છે અને તેમની મુશ્કેલીઓ દુર કરે છે. યહોવા જ તેમને રાજાઓની સાથે બેસાડે છે અને ઇચ્છા પ્રમાંણે બહુમુલ્ય આસનો અને સન્માંન આપે છે. આ આખી ધરતી યહોવાની પોતાની છે, તેના પાયાઓ સુધી, યહોવાએ તેના પર જગત ઉભુ કર્યું છે.
- 9 યહોવા પોતાના ભકતોની સંભાળ રાખે છે, પણ દુષ્ટો ને અંધકારમાં રખાય છે અને તેઓ નાશ પામશે. તેમની શકિત તેમને વિજય મેળવવામાં મદદ નહિ કરે.
- 10 યહોવા તેમના શત્રુઓનો નાશ કરે છે. પરાત્પર દેવ લોકોની વિરુદ્ધ આકાશમાંથી ગર્જના કરશે. યહોવા દૂરનાં પ્રદેશોનો પણ ન્યાય કરશે. તે પોતાના રાજાને બળ આપશે અને તેના ખાસ રાજાને બળવાન બનાવશે.”
- 11 ત્યાર બાદ તેઓએ શમુએલને શીલોહમાં રાખ્યો અને એલ્કાનાહ અને તેનો પરિવાર પોતાને ઘેર પાછા ફર્યાં. બાળક શમુએલ યહોવાનો સેવક બન્યો અને તે એલી યાજકને દેવની સેવામાં મદદ કરતો હતો.
- 12 હવે એલીના પુત્રો દુષ્ટ હતા. તેઓને યહોવા પ્રતિ પ્રેમ ન હતો!
- 13 યાજકોએ લોકો સાથે કેવી રીતે વર્તવું તેની તેઓને ચિંતા ન હતી. યાજકોએ લોકો માંટે આ કરવું જોઇએ કે જ્યારે કોઇ વ્યકિત યજ્ઞાર્પણ લાવે, યાજકોએ માંસને ઉકળતા પાણીના વાસણમાં નાખવું. પછી યાજકનાં સેવકે ત્રણ અણીવાળો ખાસ કાંટો લાવવો.
- 14 યાજકના સેવકે તે કાટો વાસણમાંથી થોડું માંસ કાઢવા વાપરવો. સેવકે વાસણમાંથી કાટાં વડે જેટલું માંસ કાઢયું તેટલુંજ યાજકને મળે. શીલોહ પર અર્પણો કરવા આવેલા ઇસ્રાએલીઓ માંટે યાજકોએ આવી રીતે કરવાનું હતું.
- 15 પરંતુ એલીના પુત્રોએ તેમ ન કર્યુ. ઘણી વખત વેદી પર ચરબી બળી જાય તે પહેલાંજ, યાજકનો સેવક અર્પણ કરનારાઓ પાસે આવતો અને કહેતો, “શેકવા માંટે યાજકને માંસ આપો. તે તમાંરી પાસેથી રાંધેલું માંસ નહિ સ્વીકારે; તે ફકત કાચું માંસ જ સ્વીકારશે.”
- 16 જો બલિદાન અર્પણ કરનાર એમ કહે: “તારે જેટલું જોઈએ તેટલું લઈ જા, પણ ચરબીનું દહન થઈ જવા દે.” તો તે કહેતો, “ના, તે નહિ ચાલે, મને અત્યારે જ આપ; તું જો મને નહિ આપે તો હું બળજબરીથી લઈ જઈશ.”
- 17 એલીના પુત્રોનું આ પાપ યહોવાની દૃષ્ટિમાં અત્યંત ગંભીર હતું, કારણ કે તેઓ યહોવાના અર્પણનો અનાદર કરતા હતા.
- 18 શમુએલ યહોવાનો સેવક હતો. તે યહોવાની સેવા કરતો અને એક શણનું કેડિયું પહેરતો.
- 19 તેની માંતા પ્રતિવર્ષ તેને માંટે એક નાનો ઝભ્ભો સીવતી અને તેના પતિની સાથે યજ્ઞ કરવા આવતી ત્યારે સાથે લઈને આવતી.
- 20 તે વખતે યાજક એલી એલ્કાનાહને અને તેની વહુને આશીર્વાદ આપતો અને કહેતો, “તમે તમાંરા પુત્રને યહોવાને સમપિર્ત કર્યો છે. તેના બદલામાં તે તને આ સ્ત્રીથી વધારે બાળકો આપો.”ત્યારબાદ તેઓ પાછાં ઘેર જતાં.
- 21 ત્યારબાદ યહોવાએ હાન્ના ઉપર કૃપા કરી અને તેણે ત્રણ પુત્રો અને બે પુ્ત્રીઓને જન્મ આપ્યો. એ દરમ્યાન બાળક શમુએલ પણ યહોવાના પવિત્ર સાન્નિધ્યમાં મોટો થતો ગયો.
- 22 હવે એલી ઘણો વૃદ્વ થયો હતો. પોતાના પુત્રો ઇસ્રાએલીઓ સાથે કેવી રીતે વર્તતા તે, અને યહોવાના મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ ભેગી થતી સ્ત્રીઓ સાથે સૂતા પણ હતા એ બધુ તે સાંભળતો હતો.
- 23 તેથી તેણે તેઓને કહ્યું, “તમે આવું દુષ્કૃત્ય શા માંટે કરો છો? તમે જે ખરાબ રીતે વતોર્ છો, બધા લોકો મને એમ કહે છે.
- 24 દીકરાઓ, આ બધું બંધ કરો. યહોવાના લોકો જે વાત કરે છે તે અતિ દુ:ખદ છે.
- 25 જો કોઈ માંણસ બીજા માંણસ સામે પાપ કરે તો દેવ તેને મદદ કરે. પરંતુ કોઈ માંણસ યહોવાની વિરુદ્ધ પાપ કરે તો કોણ વચ્ચે પડે અને તેને બચાવે? આ રીતે એલીએ તેમને ઠપકો આપ્યો.”પણ તેના દીકરાઓએ તેનું સાંભળ્યું નહિ. તેથી યહોવાએ બંનેને માંરી નાખવાનો નિર્ણય કર્યો.
- 26 દરમ્યાન બાળક શમુએલ મોટો થતો ગયો, અને યહોવાની અને લોકોની પ્રીતિ પામતો ગયો.
- 27 દેવના એક માંણસે એલીની પાસે આવીને કહ્યું, “આ યહોવાનાં વચન છે; ‘જયારે તારા પિતૃઓ ફારુનનાં ગુલામ હતાં, ત્યારે મેં તેને દર્શન આપ્યા હતાં.
- 28 ઇસ્રાએલના બધા કુળોમાંથી મેઁ તમાંરા કુળને માંરા યાજકો તરીકે, અર્પણો અર્પણ કરવા માંટે, અને વેદી ઉપર ધૂપ બાળવા માંટે અને યાજકને પહેરવાનો ખાસ ઝભ્ભો પહેરવા માંટે પસંદ કર્યું. ઇસ્રાએલીઓ મને જે અર્પણો અર્પણ કરે છે તેમાંથી મેઁ તારા કુળસમૂહને માંસ લેવા દીધું.
- 29 તું એ અર્પણોને અને ભેટોને કેમ માંન નથી આપતો? તું માંરા કરતાં તારા પુત્રોને શા માંટે વધુ માંન-સન્માંન આપે છે? માંરા લોકોએ અર્પણ કરેલાં બલિદાનોમાંથી તમને ઉત્તમ ભાગ મળે છે અને તે ખાઇને પુષ્ટ બન્યા છો.’
- 30 “ઇસ્રાએલના દેવે ભૂતકાળમાં એવું વચન આપ્યું હતું કે, તારુ કુટુંબ કાયમ માંટે માંરી સેવામાં રહેશે,પરંતુ તેવું કદી નહિ બને! લોકો મને માંન આપશે તો હું તેમને માંન આપીશ, પરંતુ લોકો જો માંરી અવજ્ઞા કરશે, તો હું એમની અવજ્ઞા કરીશ.
- 31 જો, હવે એવો દિવસ આવી રહ્યો છે, જયારે હું તારા કુટુંબના અને કૂળના બધા વંશજોને માંરી નાખીશ, જેથી તારા કુટુંબમાં કોઇ ઘડપણ જોવા પામશે નહિ.
- 32 ઇસ્રાએલ સાથે સારી ઘટનાઓ ઘટશે પણ તમે તમાંરા ઘરમાં ખોટી ઘટનાઓ જોશો, પણ તારા કુટુંબમાં હવે પછી કોઈ કદાપિ ઘડપણ જોવા નહિ પામે,
- 33 પણ હું તારા વંશજોમાંથી એકને જીવતો રહેવા દઈશ અને તે યાજક અને સેવક તરીકે માંરી સેવા કરશે, એની આંખો નબળી થશે ત્યાં સુધી તે જીવશે. તે ઘરડો, અને બહુ નબળો થઇ જશે. પરંતુ તારા કુટુંબના બધા લોકો કમોતે મૃત્યુ પામશે.
- 34 તારા બે પુત્રો હોફની અને ફીનહાસ બંને એક જ દિવસે મૃત્યુ પામશે, અને એમના હાલ જોઈને તને ખાત્રી થશે કે માંરું કહ્યું સાચું પડવાનું છે.
- 35 હું માંરા માંટે એક વિશ્વાસુ યાજક પસંદ કરીશ. તે માંરી આજ્ઞાનું પાલન કરશે. હું તેને માંટે સ્થિર ઘર બાંધીશ. જે કાયમ માંરા અભિષિકત રાજાની સમક્ષ સેવા કરશે.
- 36 તારા કુટુંબમાં જે કોઈ બચવા પામશે તે આવીને યાજક સામે નમશે. તેઓ થોડા પૈસા અને રોટલા માંટે ભીખ માંગશે, એમ કહીને: “મને યાજક તરીકે નોકરી આપો જેથી મને ખાવાનું મળે.”“
- 1 ત્યારબાદ દાઉદે પલિસ્તીઓને હરાવ્યાં, તેણે તેઓના દેશને અને તેઓની રાજધાની નગરના મોટા વિસ્તારને કબજે કરી લીધો.
- 2 તેણે મોઆબીઓને પણ હરાવ્યાં અને તેમને જમીન પર સુવાડી દીધા અને દોરડાથી હારબંધ તેઓને છૂટા પાડ્યા. બે હારના માંણસો માંર્યા પરંતુ ત્રીજા હારના માંણસો જીવતા રહ્યાં. આમ મોઆબીઓ તેના તાબેદાર બન્યા તેઓ તેને માંટે કામ કરવા લાગ્યાં.
- 3 રાહોબના પુત્ર સોબાહના રાજા હદાદએઝેરને દાઉદે હરાવ્યો, જ્યારે દાઉદ યુફ્રેતિસ નદી પાસેના વિસ્તારને અંકુશમાં રાખવા ગયો હતો.
- 4 દાઉદે તેની પાસેથી 1ણ 700 ઘોડેસ્વાર સૈનિકો અને 20,000 પાયદળના સૈનિકોને કબજે કર્યા. દાઉદે 100 ઘોડાઓ રાખ્યા અને બાકીનાને લંગડા કરી દીધા.
- 5 દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદએઝેરની મદદ કરવા આવ્યા, પરંતુ દાઉદે 22,000 અરામીઓને હરાવ્યા.
- 6 દાઉદે દમસ્કસમાં સૈન્ય રાખ્યું અને અરામીઓ દાઉદના સેવકો બની ગયા અને ખંડણી ભરવા લાગ્યા. આમ, દાઉદ જયાં જયાં ગયો ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.
- 7 હદાદએઝેરના સેવકો જે સોનાની ઢાલ રાખતા હતા તે પડાવી લઈને દાઉદ યરૂશાલેમ લઈ આવ્યો.
- 8 પછી દાઉદે બેટાહ અને બેરોથાયથી પિત્તળમાંથી બનાવેલી ઘણી વસ્તુઓ લીધી, આ નગરો હદાદએઝેરની માંલિકીની હતી.
- 9 જયારે હમાંથના રાજા ટોઈને ખબર મળી કે દાઉદે હદાદએઝેરના આખા લશ્કરને હરાવ્યું છે.
- 10 એટલે તેણે પોતાના પુત્ર યોરામને રાજા દાઉદને હદાદએઝેર પર વિજય મેળવવા માંટે અને તેના લશ્કરને પરાજય આપવા બદલ અભિનંદન આપવા મોકલ્યો; હદાદેઝરને ટોઈની સાથે હંમેશા યુદ્ધ ચાલ્યા કરતાં હતાં. યોરામ પોતાની સાથે સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ અને પિત્તળનાં વાસણો લઈ ગયો હતો.
- 11 દાઉદે આ બધી વસ્તુઓ લીધી અને યહોવાને અર્પણ કરી અને બધું યહોવાના મંદિરમાં સેવા માંટે અર્પણ કર્યું. આ બધી વસ્તુઓ દાઉદે તેણે હરાવેલા દેશોમાંથી લીધી હતી.
- 12 દાઉદે અરામીઓ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ, અને અમાંલેકીઓ તથા સોબાહના રાજા હદાદએઝેર રાહોબના પુત્રને હરાવ્યાં હતાં.
- 13 વળી, દાઉદે મીઠાની ખીણમાં જ18,000 અરામીઓને હરાવીને ભારે નામના મેળવી,
- 14 અને દાઉદે સમગ્ર અદોમ પ્રદેશમાં સૈનિકોના સમૂહની નિમણૂક કરી. બધા અદોમીઓ દાઉદના ગુલામ થઈ ગયા. યહોવાએ દાઉદને સર્વત્ર વિજય અપાવ્યો.
- 15 દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજય સ્થાપ્યું અને પોતાની બધી પ્રજા ઉપર ધર્મ અને ન્યાયપૂર્વક શાસન કર્યું.
- 16 સરૂયાનો પુત્ર યોઆબ તેના લશ્કરનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ તેનો ઇતિહાસકાર હતો.
- 17 અહીલૂબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અહીમેલેખ પ્રમુખ યાજકો હતાં. સરૂયા અંગતમંત્રી હતો.
- 18 યહોયાદાનો પુત્ર બનાયા કરેથીઓનો અને પલેથીઓનોઅંગરક્ષક હતો. અને દાઉદના પુત્રો મુખ્ય કારભારી હતા.
- 1 યહોવા કહે છે કે, “બંડ કરનારા મારા બાળકોને અફસોસ! તેઓ યોજનાઓ ઘડે છે છતાં તે મારી યોજના નથી; તેઓ સંધિઓ કરે છે પણ તે મારા માન્ય કરેલી નથી. તેઓ પાપ ઉપર પાપ ઉમેરવા સારુ પેયાર્પણ રેડે છે, પણ તેઓ મારા આત્માને અનુસરતા નથી;
- 2 તેઓ મને પૂછયાં વિના મિસરની છાયામાં શરણું લેવા તેના રાજા ફારુનના રક્ષણમાં આશ્રય લેવા મિસર જવા નીકળી પડ્યા છે!
- 3 “પણ ફારુનનો આશ્રય લેવા જતાં તેમની માત્ર ફજેતી જ થશે, અને મિસરની છાયામાં શરણું લેવાથી માનહાની જ થશે.
- 4 જો કે તેના અમલદારો સોઆનથી લઇને હાનેસ સુધી મુસાફરી કરે છે.
- 5 પણ તેઓ કઇ કામના નથી, જેઓ તેમના પર આધાર રાખે છે તેને તેમના તરફથી માત્ર અપમાન અને અપયશ જ મળશે, મદદ નહિ.”
- 6 દક્ષિણનાં રણનાં પશુઓને લગતી દેવવાણી: “એ એલચીઓ હાડમારી અને કષ્ટોભર્યા પ્રદેશમાં થઇને, જ્યાં સિંહો વસે છે, ઝેરી નાગ અને ઊડતા સાપ વસે છે, તેમાં થઇને ગધેડાં અને ઊંટો પર લાદીને મિસરની પ્રજા માટે ભેટસોગાદો લઇ જાય છે.
- 7 પણ તે પ્રજાથી એમને કશો લાભ થાય એમ નથી. કારણ, મિસરની સહાય મિથ્યા છે, તેની કશી વિસાત નથી; અને માટે જ મેં મિસરનું નામ “દૈવત વગરનો દૈત્ય” પાડ્યું છે.
- 8 યહોવાએ મને કહ્યું, “હવે ચાલુ તું જઇને લોકોના દેખતાં એક તકતી પર લખી નાખ, અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી ભવિષ્યમાં સદાને માટે એ સાક્ષી તરીકે કામ આવે,
- 9 કારણ કે તેઓ બળવાખોર લોકો અને બેવફા બાળકો છે. તેઓ યહોવાના શિક્ષણને સાંભળતા નથી.”
- 10 તેઓ દષ્ટાઓને કહે છે, “જોશો નહિ.” પ્રબોધકોને કહે છે, “અમને સત્ય સંભળાવશો નહિ, અમને મીઠી મીઠી વાતો અને ભ્રામક દર્શનો વિષે કહેજો.
- 11 રસ્તો છોડો, અમારા માર્ગમાંથી ખસી જાઓ, ઇસ્રાએલના પરમપવિત્ર દેવની વાત અમારી આગળ ન કરશો.”
- 12 આથી ઇસ્રાએલના પરમ પવિત્ર દેવ પ્રત્યુત્તર આપે છે: “તમે આ ચેતવણીની ઉપેક્ષા કરો છો, અને અન્યાયમાં અને છળકપટમાં માનો છો અને એના પર જ આધાર રાખો છો,
- 13 એટલે જેમ ભીંતમાં પહોળી ફાટ પડે છે અને તે તૂટી પડે છે અને થોડી ક્ષણોમાં જ કકડભૂસ નીચે પડે છે, તેમ તમારા પર અચાનક વિનાશ આવી પડશે.
- 14 જેમ કોઇ ઘડાને જોરથી ફટકો મારે અને તેના ઝીણા ઝીણા ટુકડા થઇ જાય અને તેમાં એક પણ ટૂકડો એવો ન રહે, જેના વડે ચૂલામાંથી અંગારો અથવા ટાંકામાંથી પાણી લઇ શકાય, એવી તમારી દશા થશે.”
- 15 કારણ કે પ્રભુ યહોવા ઇસ્રાએલનો પવિત્ર દેવ કહે છે કે, “કેવળ મારી તરફ પાછા ફરીને અને મારી વાટ જોઇને તમે બચાવ પામી શકશો. શાંત રહેવામાં અને ભરોસો રાખવામાં તમારું સાર્મથ્ય રહેલું છે.” પરંતુ તમારામાં આમાનું કશું નથી.
- 16 એટલે તમે કહ્યું, “ના, અમે તો ઘોડા પર બેસીને ભાગી જઇશું.” એટલે હવે તમારે ભાગવું પડશે. તમે કહ્યું, “અમે તો પવનવેગી ઘોડા પર ભાગી જઇશું.” એટલે હવે તમારો પીછો પકડનારાઓ પવનવેગે તમારો પીછો પકડશે.
- 17 તેઓમાંનો એક તમારા એક હજારને ભગાડી મૂકશે! તેઓમાંના પાંચ તમને એવી રીતે વિખેરી નાંખશે કે તમારામાંથી કોઇ બે વ્યકિતઓ ભેગી નહિ રહે. તમે દૂરના પર્વતોની ટોચ પરના એકલા ધ્વજદંડની જેમ મૂઠીભર બાકી રહેશો.
- 18 તેમ છતાં યહોવા તમારા પર કૃપા કરવાની રાહ જોઇ રહ્યો છે, તમારા પર દયા કરવાને તલપી રહ્યો છે; કારણ કે યહોવા તો ન્યાયનો દેવ છે, તેને ભરોસે રહેનાર સર્વ આશીર્વાદિત છે.
- 19 હે યરૂશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, હવે ફરી તમારે રડવું નહિ પડે. તમારો પોકાર કાને પડતાં યહોવા જરૂર તમારા પર કૃપા કરશે. સાંભળતા જ જવાબ આપશે.
- 20 યહોવા તમને સંકટરૂપી રોટલી અને વિપત્તિરૂપી પાણી આપે છે, તોપણ તમને શિક્ષણ આપવા તે તમારી સાથે રહેશે. તમે તમારી પોતાની આંખોથી તમારા શિક્ષકને જોશો.
- 21 જ્યારે તમે આડાઅવળા જશો કે તરત જ પાછળથી એવી વાણી તમને સંભળાશે કે, “આ રહ્યો તમારો માર્ગ, તેના પર તમે ચાલો.”
- 22 જ્યારે તમે તમારી ચાંદીથી મઢેલી અને સોનાથી રસેલી મૂર્તિઓને અપવિત્ર માનીને ઉકરડાની જેમ ફેંકી દેશો અને કહેશો, અહીંથી દૂર થા.
- 23 તમે જમીનમાં બી વાવશો, તેને માટે યહોવા વરસાદ મોકલશે અને જમીન પુષ્કળ પાક આપશે; તથા તમારાં ઢોરઢાંખરાં માટે ભરપૂર ચારો મળશે.
- 24 અને તે દિવસે તમારાં ઢોર વિશાળ ચરાઓમાં ચરશે, અને જમીનને ખેડનાર બળદો અને ગધેડાં પણ સારું સારું ખાણ ખાવા પામશે.
- 25 શત્રુઓની હત્યાને દિવસે, જ્યારે તેમના બુરજો જમીન પર ઢળી પડતા હશે ત્યારે દરેક પર્વત અને દરેક ટેકરી પર પાણીનાં ઝરણાં વહેતાં હશે.
- 26 જે દિવસે યહોવા પોતાના લોકોના ઘા જે તેણે તેના લોકો પર કર્યા હતાં, તેને રૂઝવી દેશે, તે દિવસે ચંદ્રનો પ્રકાશ સૂર્યના પ્રકાશ જેવો અને સૂર્યનો પ્રકાશ સાતગણો, સાત દિવસના પ્રકાશ જેટલો ઉજ્જવળ થઇ જશે.
- 27 જુઓ, અહીં યહોવા પોતે સાર્મથ્ય અને મહિમા સાથે દૂર દૂરથી આવે છે. તેનો ક્રોધ ભભૂકે છે, અને ધુમાડાના વાદળો પર ઊડે છે. તેના હોઠો કોપથી ભરેલા છે, ને તેની જીભ બળતા અગ્નિ સરખી છે;
- 28 તેનો શ્વાસ ગળા સુધી આવતી ધસમસતી નદી જેવો છે. તે પ્રજાઓને વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે; લોકોના જડબામાં તિકારક લગામ મૂકે છે.
- 29 પણ તમે તો ઉત્સવની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગીતો ગાશો; ઇસ્રાએલના આધારરૂપ યહોવાના મંદિરની યાત્રાએ વાંસળી વગાડતા વગાડતા યાત્રાળુઓ જતા હોય તેમના જેવો આનંદ તમે અંતરમાં અનુભવશો.
- 30 યહોવા પોતાનો પ્રતાપી અવાજ સૌને સંભળાવશે અને પોતાનો પ્રચંડ કોપ સર્વભક્ષી અગ્નિની જવાળારૂપે, મૂશળધાર વરસાદરૂપે, વાવાઝોડારૂપે અને કરારૂપે ઉતારશે.
- 31 યહોવાના અવાજથી આશ્શૂરના લોકો શિક્ષા પામશે. એક સમયે યહોવાએ તે પ્રજાનો શિક્ષાની લાકડી તરીકે ઉપયોગ કર્યો હતો.
- 32 જ્યારે યહોવા તેઓને શિક્ષા કરશે ત્યારે યહોવાના લોકો વાજીંત્રોના નાદ સાથે ગાયનોથી આનંદ કરશે.
- 33 આશ્શૂરના રાજાને દફનાવવા માટે લાંબા સમયથી ખાડો તૈયાર રાખવામાં આવેલો છે, એને ખોદીને ઊંડો અને પહોળો કરેલો છે, એમાં પુષ્કળ લાકડાં ખડકેલાં છે; અને યહોવાનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.
- 1 ફરીથી યમિર્યાને યહોવાની વાણી સંભળાઇ,
- 2 “આ કરારના શબ્દો ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરૂશાલેમના વતનીઓને કહી સંભળાવ.
- 3 તેમને કહે, ‘આ ઇસ્રાએલના દેવ યહોવાના વચન છે; જે માણસ આ કરારનું પાલન કરતો નથી તેના પર શાપ ઊતરશે!’
- 4 જે દિવસે હું તમારા પિતૃઓને લોખંડ ગાળવાની ભઠ્ઠી સમા મિસરમાંથી બહાર લઇ આવ્યો, ત્યારે મેં તેમની સાથે આ કરાર કર્યો હતો. મેં તેમને કહ્યું હતું: જો તમે મારું કહ્યું સાંભળશો અને મારી એકેએક આજ્ઞાનું પાલન કરશો.
- 5 “તો તમે મારા લોકો થશો. અને હું તમારો દેવ થઇશ અને હું તમારા પિતૃઓને આપેલું વચન પાળીશ, હું તમને જ્યાં દૂધ અને મધની રેલછેલ હોય તેવી ભૂમિ આપીશ. અને મેં એ પ્રમાણે કર્યું પણ છે.”પછી મેં જવાબ આપ્યો, “યહોવા આમીન, હું એમ કહીશ.”
- 6 ત્યારબાદ યહોવાએ કહ્યું, “યહૂદિયાનાં નગરોમાં અને યરૂશાલેમની શેરીઓમાં આ સંદેશો જાહેર કરો. તમારા પિતૃઓએ દેવ સાથે કરેલા આ કરારને યાદ કરો. તમારા પિતૃઓએ જે જે કરવાનું વચન દેવને આપ્યું હતું તે બધું તમે કરો.
- 7 આ કરારની શરતો ધ્યાનથી સાંભળો અને તેનું પાલન કરો, કારણ, હું જ્યારે તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો, ત્યારે મેં તેમને સખત ચેતવણી આપી હતી અને આજ સુધી આપતો રહ્યો છું કે, મારું કહ્યું સાંભળો,
- 8 પણ તેમણે સાંભળ્યું નહિ, અને દરેક જણ પોતાનું હઠીલું અને દુષ્ટ મન કહે તેમ કરવા લાગ્યા. તેથી મેં તેમની સાથે જે કરાર કર્યો હતો અને જેનું તેમણે પાલન કર્યું નહોતું તેમાં દર્શાવેલી બધી સજાઓ મેં તેમને માથે ઉતારી.”
- 9 ફરીથી યહોવાએ મારી સાથે વાત કરી અને કહ્યું, “યહૂદિયાના અને યરૂશાલેમના લોકોએ મારી વિરુદ્ધ કરેલું કાવત્રું મેં શોધી કાઢયું છે.
- 10 તેઓ પાછા પોતાના પિતૃઓના પાપ કરવા લાગ્યા છે અને તેમની જેમ મારું કહ્યું સાંભળવાની ના પાડે છે, તેઓ બીજા દેવોને માને છે અને તેમની પૂજા કરે છે. ઇસ્રાએલે અને યહૂદિયાએ મેં એમના પિતૃઓ સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.”
- 11 તેથી યહોવા કહે છે, “હું તેઓ પર વિપત્તિઓ લાવનાર છું અને તેમાંથી તેઓ બચી શકશે નહિ, તેઓ દયાની યાચના કરશે ત્યારે હું તેઓની વિનંતીઓ સાંભળીશ નહિ.
- 12 એટલે યહૂદિયાના ગામોના અને યરૂશાલેમના વતનીઓ જઇને જે મૂર્તિઓને તેઓ ધૂપ બાળે છે તેમને મદદ માટે ઘા નાખશે, પણ આફતને વખતે તે દેવો તેમને કોઇ પણ રસ્તે ઉગારવાના નથી.
- 13 હે મારા લોકો, તમારા જેટલાં નગરો છે તેટલા તમારા દેવો છે. અને યરૂશાલેમના વતનીઓએ શહેરમાં જેટલા મહોલ્લા છે તેટલી યજ્ઞવેદીઓ ઘૃણાસ્પદ બઆલદેવ માટે ચણી છે.
- 14 “તેથી, હે યમિર્યા, એ લોકો માટે પ્રાર્થના કરીશ નહિ. તેમના તરફથી કોઇ વિનંતી કે આજીજી કરીશ નહિ, કારણ કે સંકટના સમયે તે લોકો ઘા નાખશે તે હું સાંભળવાનો નથી.”
- 15 યહોવા કહે છે, “હે મારી પ્રિય પ્રજા, તું મારા ઘરમાં બેશરમ વર્તન કરે છે. તને અહીં શો અધિકાર છે? તું શું સમજે છે? પ્રતિજ્ઞાઓ અને બલિદાનો તમારા વિનાશને અટકાવી તમને ફરીથી જીવન તથા આનંદ આપી શકશે?”
- 16 એક વખતે હું તમને મનોહર ફળથી લચી જતું જૈતૂનનું વૃક્ષ કહીને બોલાવતો હતો, પણ અત્યારે હું મોટા કડાકા સાથે તારાં પાંદડાને સળગાવી મૂકું છું અને ડાળીઓને ભાંગી નાખું છું.
- 17 બઆલની આગળ ધૂપ બાળીને તથા બલિદાનો ચઢાવીને ઇસ્રાએલે તથા યહૂદિયાએ દુષ્ટતા કરી છે અને તેથી સૈન્યોનો દેવ યહોવાએ પોતે રોપેલા આ વૃક્ષનો વિનાશ કરવાનો હુકમ કર્યો છે.”
- 18 યહોવાએ પોતે મને જણાવ્યું છે, જેથી હું સમજી શકું પછી તેણે મને બતાવ્યું કે તેઓ શું કરી રહ્યા છે.
- 19 હું તો કતલખાને દોરી જવાતા ગરીબ ઘેટા જેવો હતો. મને ખબર નહોતી કે તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી રહ્યા હતા અને કહેતા હતા કે, “ઝાડ જોરમાં છે ત્યાં જ આપણે એને કાપી નાખીએ; આપણે તેને જીવતાનાં જગતમાંથી હતો ન હતો કરી નાખીએ, એટલે એનું નામ પણ ભૂલાઇ જાય.”
- 20 ત્યારે મેં પ્રાર્થના કરી, હે સૈન્યોના દેવ યહોવા! તું સાચો ન્યાય કરનાર છે, તું માણસના મનને અને હૃદયને જાણે છે, મને જોવા દો કે તમે તેમની પર વૈર વાળશો કારણ કે એ તું જ છે જેની પર મે મારો બચાવ કરવા માટે વિશ્વાસ રાખ્યો છે.
- 21 તેથી યહોવા કહે છે કે તને મારી નાખવાનું ષડયંત્ર કરનાર અનાથોથના માણસોને હું સજા કરીશ, તેઓ કહે છે: “તું યહોવાના નામનો પ્રબોધ ન કરીશ નહી તો અમે તને મારી નાખશું.”
- 22 તેથી યહોવા અનાથોથના લોકો વિષે આ પ્રમાણે કહે છે, “હું તેમને સજા કરીશ, તેમના યુવાનો તરવારથી મરશે અને તેમનાં પુત્રપુત્રી દુકાળમાં મરશે.
- 23 પરંતુ જ્યારે અનાથોથના લોકોને શિક્ષા કરવાનો સમય આવશે, ત્યારે હું તેમના પર આફત ઉતારીશ અને એક પણ વ્યકિત જીવતો રહેવા નહિ પામે.”