Bible Versions
Bible Books

Psalms 47 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે; કોરાના દીકરાઓનું ગીત. હે સર્વ લોકો, તાળી પાડો; જયજયકારના નાદથી ઈશ્વરની આગળ આનંદ કરો.
2 કેમ કે પરાત્પર યહોવા ભયાવહ છે; તે આખી પૃથ્વીના રાજાધિરાજ છે.
3 તે આપણા તાબામાં લોકોને તથા આપણા પગ નીચે વિદેશીઓને હરાવીને મૂકશે.
4 તેમણે આપણે માટે આપણો વારસો, એટલે પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા, પસંદ કરી. (સેલાહ)
5 ઈશ્વર વિજયના પોકારસહિત, યહોવા રણશિંગડાના અવાજસહિત, ચઢી ગયા છે.
6 ઈશ્વરનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ; આપણા રાજાનાં સ્તોત્રો ગાઓ, સ્તોત્રો ગાઓ.
7 કેમ કે ઈશ્વર આખી પૃથ્વીના રાજા છે; સુંદર ગીત રચીને સ્તોત્ર ગાઓ.
8 ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજે છે.
9 લોકોના સરદારો એકત્ર થયા છે, ઇબ્રાહિમના ઈશ્વરના લોકોની સંગાથે તેઓ એકત્ર થયા છે; કેમ કે પૃથ્વીની સર્વ ઢાલો ઈશ્વરની છે; તે ઘણા મોટા મનાએલા છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×