Bible Versions
Bible Books

Habakkuk 3 (GUV) Gujarati Old BSI Version

1 પ્રબોધક હબાક્કુકે પ્રાર્થના યહોવાને કરી, રાગ શિગ્યોનોથ.
2 હે યહોવા, તમારા વિષે હવે મેં સાંભળ્યું છે, અને મને ચિંતા થાય છે, ભૂતકાળમાં જેમ તમે કર્યું હતું તેમ અમારી જરૂરિયાતના સમયમાં ફરી વાર અમારી સહાય કરો. જરૂરિયાતના સમયમાં તમારી જાતને બતાવો, તમારા ક્રોધમાં દયાળુ થવાનું ભૂલતા નહિ.
3 દેવ તેમાનથી આવે છે, પવિત્ર દેવ પારાનના પર્વત પરથી આવે છે. તેનો પ્રકાશ આકાશમાં પથરાય છે; તેની કિતીર્ પૃથ્વી પર ફેલાય છે.
4 સૂર્ય જેવું છે તેનું અનુપમ તેજ, કિરણો પ્રગટે છે તેના હાથમાંથી; ત્યાં છુપાયેલું છે તેનુ સાર્મથ્ય.
5 મરકી જાય છે તેની આગળ આગળ, ને રોગચાળો જાય છે તેને પગલે-પગલે.
6 તે ઊભા થાય છે અને પૃથ્વીને હલાવે છે, તેની નજરથી લોકોને વિખેરી નાખે છે, પ્રાચીન પર્વતોના ટૂકડે ટૂકડા થઇ જાય છે, પ્રાચીન ટેકરીઓ નમી જાય છે, તેઓ હંમેશા આવાજ હતા.
7 મેં કૂશાનના તંબુઓને વિપત્તિમાં જોયા છે; મેં મિદ્યાનમાં તંબુઓને હલતા જોયા છે.
8 હે યહોવા, તમે નદીઓ પર ગુસ્સે થયા છો? શું તમે ઝરણાઓ પર રોષે ભરાયા છો? શું તમારો ક્રોધ સમુદ્ર પર છે? જેને કારણે તમે ઘોડાઓને, વિજ્યી રથો પર સવારી કરી રહ્યાં છો?
9 જ્યારે તમે તમારું મેઘધનુષ્ય બહાર કાઢો છો, તે તમે લોકોને આપેલા વચનની નિશાની હતી, પૃથ્વીએ નદીઓને વહેંચી નાખી છે.
10 થરથર ધ્રુજે છે તને જોઇને પર્વતો, મૂશળધાર વરસે છે વરસાદ, અને સાગર કરે છે ઘોર ગર્જના, ને હેલે ચડે છે તેના મોજા કેવા!
11 રા વેગીલા બાણોના ઝબકારથી, અને તારા ચકચકતા ભાલાના ચળકાટથી; સૂર્ય અને ચંદ્ર પોતપોતાના સ્થાનમાં થંભી ગયા છે.
12 તમે ગુસ્સામાં પૃથ્વી પર પગ પછાડો છો, અને ક્રોધમાં, પ્રજાઓને પગતળે કચડી નાખો છો.
13 તમે તમારા લોકોના ઉધ્ધારને માટે, વળી તમારા અભિષિકતના ઉધ્ધારને માટે પણ બહાર ગયા. તમે દરેક દુષ્ટ કુળના નેતાઓને કાપી નાખો છો અને જમીનથી ગળા સુધી તેમને ખુલ્લા પાડો છો.
14 તમે લડવૈયાઓના માથા તેમના પોતાના ભાલાઓથી વીંધી નાખો છો. જ્યારેે તેઓ વાવાઝોડાની જેમ અમને મારી નાખવા આવ્યા. સંતાઇ ગયેલા ગરીબોને ભસ્મસાત કરનારા લોકોની જેમ તેઓ આનંદ માને છે.
15 તમે જ્યારે તમારા ઘોડા પર સવાર થઇને સાગરમાંથી પાછા ફરો છો, ત્યારે પાણી ખળભળી જાય છે.
16 સાંભળીને તો હું ધ્રુજી ઊઠું છું; મારા હોઠ અને મારા પગતળેથી ધરતી ખસી જાય છે, મારાઁ હાડકાં સડી જાય છે, મારું આખું શરીર ધ્રુજે છે, પણ હું ધીરજપૂર્વક આફતના દિવસની રાહ જોઉં છું જ્યારે તે લોકોનું લશ્કર અમારી સામે ચઢી આવશે.
17 ભલેને અંજીરીને ફૂલના બેસે, ને દ્રાક્ષની લતાઓને દ્રાક્ષા આવે; જૈતૂનનો પાક નિષ્ફળ જાય, ને ખેતરોમાં ધાન પાકે, કોડમા ઢોરઢાંખર ના રહે, ને નાશ પામે વાડામાં ને તબેલામા ,ઘેટાંબકરાં,
18 છતા હું યહોવાથી આનંદિત રહીશ, અને દેવ, જે મારું તારણ છે, તેનાથી હું આનંદિત થઇશ.
19 યહોવા મારા પ્રભુ મારું બળ છે; તે મને હરણના જેવા પગ આપશે અને તે મને સુરક્ષાથી પર્વતો ઉપર લઇ જશે.મુખ્ય ગાયક માટે. તારવાળાં વાજિંત્ર સાથે ગાવું. 
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×