|
|
1. મારા લોકો, મારો નિયમ સાંભળો; મારા મુખના શબ્દોને તમે ધ્યાનથી સાંભળો.
|
1. Maschil H4905 of Asaph H623 . Give ear H238 , O my people H5971 , to my law H8451 : incline H5186 your ears H241 to the words H561 of my mouth H6310 .
|
2. હું ષ્ટાંતો દ્વારા તમારી સાથે વાત કરીશ, અને હું ભૂતકાળનાં રહસ્યોની વાત સમજાવીશ.
|
2. I will open H6605 my mouth H6310 in a parable H4912 : I will utter H5042 dark sayings H2420 of H4480 old H6924 :
|
3. જે વાત આપણે સાંભળી છે તથા જાણી છે; જે આપણા પૂર્વજોએ આપણને કહી છે.
|
3. Which H834 we have heard H8085 and known H3045 , and our fathers H1 have told H5608 us.
|
4. યહોવાના મહિમાવંત સ્તુતિપાત્ર કૃત્યો, તેમનું પરાક્રમ અને આશ્ચર્યકમોર્ આપણા સંતાનોથી આપણે સંતાડીશું નહિ; આપણે આપણી ભાવિ પેઢીને જણાવીશું.
|
4. We will not H3808 hide H3582 them from their children H4480 H1121 , showing H5608 to the generation H1755 to come H314 the praises H8416 of the LORD H3068 , and his strength H5807 , and his wonderful works H6381 that H834 he hath done H6213 .
|
5. કારણકે તેમણે યાકૂબ સાથે તેમનો કરાર કર્યો અને તેણે ઇસ્રાએલને નિયમ આપ્યો, તેમણે આપણા પૂર્વજોને આદેશ આપ્યો કે તેમણે તેમના બાળકોને આ બાબતમાં કહેવું.
|
5. For he established H6965 a testimony H5715 in Jacob H3290 , and appointed H7760 a law H8451 in Israel H3478 , which H834 he commanded H6680 H853 our fathers H1 , that they should make them known H3045 to their children H1121 :
|
6. જેથી આવતી પેઢીનાં જે બાળકો જન્મે તેઓ તે જાણે, અને તેઓ મોટાઁ થઇને પોતાનાં સંતાનોને તે જણાવે.
|
6. That H4616 the generation H1755 to come H314 might know H3045 them, even the children H1121 which should be born H3205 ; who should arise H6965 and declare H5608 them to their children H1121 :
|
7. જેથી તેઓ સહુ દેવનો આશા રાખે, અને દેવનાં અદભૂત કાર્યોને વિસરી જાય નહિ, અને તેમની આજ્ઞાઓને પાળે.
|
7. That they might set H7760 their hope H3689 in God H430 , and not H3808 forget H7911 the works H4611 of God H410 , but keep H5341 his commandments H4687 :
|
8. વળી તેઓ પોતાના પિતૃઓ જેવા હઠીલા, બંડખોર, અવિશ્વાસુ અને દેવને પોતાનું અંત:કરણ સોંપવાનો નકાર કરનાર ન થાય.
|
8. And might not H3808 be H1961 as their fathers H1 , a stubborn H5637 and rebellious H4784 generation H1755 ; a generation H1755 that set not their heart aright H3559 H3808 H3820 , and whose spirit H7307 was not H3808 steadfast H539 with H854 God H410 .
|
9. એફ્રાઇમના લોકો શસ્રસજ્જ હતાં છતાં તેઓએ યુદ્ધ દિને પીછેહઠ કરી.
|
9. The children H1121 of Ephraim H669 , being armed H5401 , and carrying H7411 bows H7198 , turned back H2015 in the day H3117 of battle H7128 .
|
10. કારણ, તેમણે દેવનો કરાર પાળ્યો નહિ; અને તેમના નિયમ પ્રમાણે વર્તવાની ના પાડી.
|
10. They kept H8104 not H3808 the covenant H1285 of God H430 , and refused H3985 to walk H1980 in his law H8451 ;
|
11. તેમણે કરેલા અદૃભૂત ચમત્કારો તેઓએ નિહાળ્યા હતાઁ, છતાં તેમનાં કૃત્યો વિસરી ગયા.
|
11. And forgot H7911 his works H5949 , and his wonders H6381 that H834 he had showed H7200 them.
|
12. તેઓના પિતૃઓએ મિસર દેશમાં, સોઆનનાં મેદાનમાં; દેવે કરેલા ચમત્કારો જોયા હતાં.
|
12. Marvelous things H6382 did H6213 he in the sight H5048 of their fathers H1 , in the land H776 of Egypt H4714 , in the field H7704 of Zoan H6814 .
|
13. તેમણે તેઓની સમક્ષ સમુદ્રનાં બે ભાગ કર્યા હતાં, તેઓને તેમાં થઇને સામે પાર મોકલ્યા હતાં. તેઓની બંને બાજુએ પાણી દિવાલની જેમ સ્થિર થઇ ગયું હતું,
|
13. He divided H1234 the sea H3220 , and caused them to pass through H5674 ; and he made the waters H4325 to stand H5324 as H3644 a heap H5067 .
|
14. વળી તે તેઓને દિવસે મેઘથી અને આખી રાત, અગ્નિનાં પ્રકાશથી દોરતો.
|
14. In the daytime H3119 also he led H5148 them with a cloud H6051 , and all H3605 the night H3915 with a light H216 of fire H784 .
|
15. તેમણે રણમાં ખડકને તોડીને, ઊંડાણમાંથી વહેતું હોય તેમ પુષ્કળ પાણી તેઓને આપ્યું.
|
15. He cleaved H1234 the rocks H6697 in the wilderness H4057 , and gave them drink H8248 as out of the great H7227 depths H8415 .
|
16. પછી તેમણે ખડકમાંથી પાણી કાઢયું, અને વહેતી નદીની જેમ પ્રવાહ વહેવડાવ્યો.
|
16. He brought streams also out H3318 H5140 of the rock H4480 H5553 , and caused waters H4325 to run down H3381 like rivers H5104 .
|
17. તેમ છતાં તેઓએ દેવ વિરુદ્ધ પાપ કરવાનું ચાલું જ રાખ્યું, અને અરણ્યમાં પરાત્પર દેવ વિરુદ્ધ બંડ કરતાં રહ્યા.
|
17. And they sinned H2398 yet H5750 more H3254 against him by provoking H4784 the most High H5945 in the wilderness H6723 .
|
18. તેઓએ હઠીલાઇ કરીને દેવની કસોટી કરી, દેવ તેઓને આપતાહતા તે કરતાં જુદા જ ખોરાકની માગણી કરી.
|
18. And they tempted H5254 God H410 in their heart H3824 by asking H7592 meat H400 for their lust H5315 .
|
19. તેઓ દેવની વિરુદ્ધ બોલ્યા અને કહ્યું, “શું રણમાં તે ભોજન મોકલી શકે?
|
19. Yea , they spoke H1696 against God H430 ; they said H559 , Can H3201 God H410 furnish H6186 a table H7979 in the wilderness H4057 ?
|
20. તેમણે ખડકને લાકડી મારી ને, પાણીના ઝરણાં વહેવડાવ્યાં તે સાચું છે; શું તે આપણને રોટલી આપી શકે છે? અને તેમનાં લોકોને માંસ આપી શકે?”
|
20. Behold H2005 , he smote H5221 the rock H6697 , that the waters H4325 gushed out H2100 , and the streams H5158 overflowed H7857 ; can H3201 he give H5414 bread H3899 also H1571 ? can he provide H3559 flesh H7607 for his people H5971 ?
|
21. તેઓએ જે કહ્યું તે સાંભળ્યા પછી, યહોવા કોપાયમાન થયા, તેઓ ઇસ્રાએલ પર ભારે કોપાયમાન થયા અને યાકૂબ પર બહુ જ ગુસ્સે થયા.
|
21. Therefore H3651 the LORD H3068 heard H8085 this , and was wroth H5674 : so a fire H784 was kindled H5400 against Jacob H3290 , and anger H639 also H1571 came up H5927 against Israel H3478 ;
|
22. કારણ, તેઓએ દેવમાં તેમનો વિશ્વાસ મૂક્યો નહિ, અને તેમના તારણ પર વિશ્વાસ કર્યો નહિ.
|
22. Because H3588 they believed H539 not H3808 in God H430 , and trusted H982 not H3808 in his salvation H3444 :
|
23. છતાં તેમણે વાદળાંને આજ્ઞા આપી, અને આકાશનાં દ્વાર ખોલી નાખ્યાં.
|
23. Though he had commanded H6680 the clouds H7834 from above H4480 H4605 , and opened H6605 the doors H1817 of heaven H8064 ,
|
24. તેઓના ખોરાક માટે માન્નાની વૃષ્ટિ કરી; અને તેમણે સ્વર્ગમાંથી ભોજન આપ્યું.
|
24. And had rained down H4305 manna H4478 upon H5921 them to eat H398 , and had given H5414 them of the corn H1715 of heaven H8064 .
|
25. તેઓએ દેવદૂતોનો ખોરાક ખાધો! અને તેઓ તૃપ્ત થયા ત્યાં સુધી યહોવાએ ભોજન આપ્યું.
|
25. Man H376 did eat H398 angels H47 ' food H3899 : he sent H7971 them meat H6720 to the full H7648 .
|
26. દેવે તેમનાં મહાન સાર્મથ્યથી દક્ષિણ અને પૂર્વનો પવન ફૂંકાવ્યો.
|
26. He caused an east wind H6921 to blow H5265 in the heaven H8064 : and by his power H5797 he brought H5090 in the south wind H8486 .
|
27. તેમણે ધૂળની જેમ માંસ અને સમુદ્રની રેતીની જેમ પક્ષીઓ તેમનાં પર વરસાવ્યાઁ.
|
27. He rained H4305 flesh H7607 also upon H5921 them as dust H6083 , and feathered H3671 fowls H5775 like as the sand H2344 of the sea H3220 :
|
28. તેમણે તેઓની છાવણી મધ્યે અને તેઓનાં તંબુઓની ચોપાસ પક્ષીઓ પાડ્યાં.
|
28. And he let it fall H5307 in the midst H7130 of their camp H4264 , round about H5439 their habitations H4908 .
|
29. લોકો ધરાઇ રહ્યાં ત્યાં સુધી ખાધું, યહોવાએ તેઓને, માગણી પ્રમાણે આપ્યું.
|
29. So they did eat H398 , and were well H3966 filled H7646 : for he gave H935 them their own desire H8378 ;
|
30. પણ તેઓ તેમની ભૂખનું નિયંત્રણ કરી શક્યાં નહિ, અને માંસ હજી પણ તેમના મોંઢાં માઁ હતું.
|
30. They were not H3808 estranged H2114 from their lust H4480 H8378 . But while their meat H400 was yet H5750 in their mouths H6310 ,
|
31. પછી તેમની સામે યહોવાનો કોપ પ્રગટયો, અને તેમણે ઇસ્રાએલમાં જેઓ સૌથી વધુ શકિતશાળી હતા તેમને મારી નાખ્યાં, તેમણે શ્રેષ્ઠ યુવાનોને મારી નાખ્યાં.
|
31. The wrath H639 of God H430 came H5927 upon them , and slew H2026 the fattest H4924 of them , and smote down H3766 the chosen H970 men of Israel H3478 .
|
32. આમ છતાં લોકો પાપ કરતાં રહ્યાં, અને તેમના ચમત્કારો પર ભરોસો કર્યો નહિ.
|
32. For all H3605 this H2063 they sinned H2398 still H5750 , and believed H539 not H3808 for his wondrous works H6381 .
|
33. દેવે તેઓના વ્યર્થ જીવનનો અંત આપત્તિઓ સાથે કર્યો.
|
33. Therefore their days H3117 did he consume H3615 in vanity H1892 , and their years H8141 in trouble H928 .
|
34. જ્યારે જ્યારે તેમણે તેમાંના કેટલાંકને મારી નાખ્યા, ત્યારે બીજાઓ તેમના તરફ વળ્યા, અને તેમની મદદ માંગી.
|
34. When H518 he slew H2026 them , then they sought H1875 him : and they returned H7725 and inquired early H7836 after God H410 .
|
35. ત્યારે તેઓએ યાદ કર્યુ કે, દેવ તેઓના ખડક છે, અને પરાત્પર દેવ તેઓના તારક છે.
|
35. And they remembered H2142 that H3588 God H430 was their rock H6697 , and the high H5945 God H410 their redeemer H1350 .
|
36. પરંતુ તેઓએ પોતાના મુખે તેની પ્રસંશા કરી, અને પોતાની જીભે તેની સમક્ષ જૂઠું બોલ્યા.
|
36. Nevertheless they did flatter H6601 him with their mouth H6310 , and they lied H3576 unto him with their tongues H3956 .
|
37. તેઓનાં હૃદય યહોવા પ્રત્યે વિશ્વાસુ નહોતા; તેઓ કરારને વફાદાર નહોતા.
|
37. For their heart H3820 was not right H3808 H3559 with H5973 him, neither H3808 were they steadfast H539 in his covenant H1285 .
|
38. તેમ છતા તેમણેં દયા દર્શાવી, તેઓનાં પાપોની ક્ષમા આપી, નાશ ન કર્યો; તેમણે ઘણીવાર ક્રોધ સમાવી દીધો; અને પોતાનો પૂરો કોપ પ્રગટ કર્યો નહિ.
|
38. But he H1931 , being full of compassion H7349 , forgave H3722 their iniquity H5771 , and destroyed H7843 them not H3808 : yea, many H7235 a time turned he his anger away H639 H7725 , and did not H3808 stir up H5782 all H3605 his wrath H2534 .
|
39. યહોવાએ સંભાર્યુ કે તેઓ કેવળ ક્ષુદ્ર છે; અને એક ક્ષણમાં પસાર થતાં વાયુ જેવા છે.
|
39. For he remembered H2142 that H3588 they H1992 were but flesh H1320 ; a wind H7307 that passeth away H1980 , and cometh not again H3808 H7725 .
|
40. તેઓએ વષોર્ દરમ્યાન કેટલીવાર રણમાં યહોવા વિરુદ્ધ બંડ કર્યું; અને રાનમાં દુ:ખી તેમને કર્યા.
|
40. How oft H4100 did they provoke H4784 him in the wilderness H4057 , and grieve H6087 him in the desert H3452 !
|
41. વારંવાર તેઓએ દેવની કસોટી કરી અને તેઓએ ઇસ્રાએલના પવિત્ર યહોવાને દુ:ખી કર્યા.
|
41. Yea , they turned back H7725 and tempted H5254 God H410 , and limited H8428 the Holy One H6918 of Israel H3478 .
|
42. તેઓ દેવનાં મહાન સાર્મથ્યને ભૂલી ગયા, તથા તેમણે શત્રુઓથી તેઓને બચાવ્યાં હતાં, તે ભૂલી ગયાં.
|
42. They remembered H2142 not H3808 H853 his hand H3027 , nor the day H3117 when H834 he delivered H6299 them from H4480 the enemy H6862 .
|
43. યહોવાએ મિસરમાં ચમત્કારિક ચિન્હો અને સોઆનના મેદાનમાં આશ્ચર્યકમોર્ કર્યા હતાં તે પણ ભૂલી ગયા.
|
43. How H834 he had wrought H7760 his signs H226 in Egypt H4714 , and his wonders H4159 in the field H7704 of Zoan H6814 :
|
44. તેણે તેઓની નદીઓને તથા તેઓના વહેળાઓને લોહી વહેતાં બનાવી દીધાં જેથી તેઓ પી ન શકે.
|
44. And had turned H2015 their rivers H2975 into blood H1818 ; and their floods H5140 , that they could not H1077 drink H8354 .
|
45. તેમણે મધમાખીઓનું મોટું ઝૂંડ મોકલ્યું, અને જે તેઓને કરડ્યા, અને દેડકાઓએ બધી વસ્તુઓનો નાશ કર્યો.
|
45. He sent H7971 divers sorts of flies H6157 among them , which devoured H398 them ; and frogs H6854 , which destroyed H7843 them.
|
46. તેઓની ફસલ તેમણે કાતરાઓને આપી હતી, ને તેઓનો બધો જ પાક તીડો ખાઇ ગયા હતા.
|
46. He gave H5414 also their increase H2981 unto the caterpillar H2625 , and their labor H3018 unto the locust H697 .
|
47. તેમણે તેઓની દ્રાક્ષવાડીઓ, કરાથી તથા હિમથી તેઓના ગુલ્લરઝાડોનો નાશ કર્યો હતો.
|
47. He destroyed H2026 their vines H1612 with hail H1259 , and their sycamore trees H8256 with frost H2602 .
|
48. તેઓના ઢોરઢાંખર પર આકાશમાંથી મોટાં કરાનો માર પડ્યો, અને ઘેટાનાં ટોળાઁ પર વીજળીઓ પડી.
|
48. He gave up H5462 their cattle H1165 also to the hail H1259 , and their flocks H4735 to hot thunderbolts H7565 .
|
49. દેવે પોતાનો કોપ તેઓ પર પ્રગટ કર્યો, તેમનો રોષ, ગુસ્સો અને તિરસ્કાર; તેઓની વિરુદ્ધ નાશ કરનારા દૂતોની માફક મોકલ્યા.
|
49. He cast H7971 upon them the fierceness H2740 of his anger H639 , wrath H5678 , and indignation H2195 , and trouble H6869 , by sending H4917 evil H7451 angels H4397 among them .
|
50. તેમણે પોતાના કોપ માટે રસ્તો ખૂલ્લો કર્યો; અને મિસરવાસીઓના જીવન બચાવ્યાં નહિ, પણ તેઓને વિપત્તિ તથા માંદગીને સોંપી દીધા.
|
50. He made H6424 a way H5410 to his anger H639 ; he spared H2820 not H3808 their soul H5315 from death H4480 H4194 , but gave H5462 their life H2416 over to the pestilence H1698 ;
|
51. પછી તેણે સર્વ પ્રથમ, મિસરમાં સર્વ પ્રથમ જનિતને મારી નાખ્યાઁ; હામના પ્રથમ જનિત નર બાળકોને તંબુઓમાં માર્યા.
|
51. And smote H5221 all H3605 the firstborn H1060 in Egypt H4714 ; the chief H7225 of their strength H202 in the tabernacles H168 of Ham H2526 :
|
52. પરંતુ તે પોતાના લોકોને ઘેટાઁનાં ટોળાઁની જેમ બહાર લાવ્યાં; અને રણમાં થઇને તેઓને સુરક્ષિત ચલાવ્યા.
|
52. But made his own people H5971 to go forth H5265 like sheep H6629 , and guided H5090 them in the wilderness H4057 like a flock H5739 .
|
53. તેઓને તેમણે એવા સુરક્ષિત ચલાવ્યા કે તેઓ બીધા નહિ, પરંતુ સમુદ્રના પાણી શત્રુઓ પર ફરી વળ્યાં.
|
53. And he led H5148 them on safely H983 , so that they feared H6342 not H3808 : but the sea H3220 overwhelmed H3680 their enemies H341 .
|
54. તેણે તેઓને તેની પવિત્ર ભૂમિમાં, ડુંગરોવાળા દેશ તરફ જે તેઓએ તેમની શકિતથી લીધો હતો તેમા ચાલતાં કર્યા.
|
54. And he brought H935 them to H413 the border H1366 of his sanctuary H6944 , even to this H2088 mountain H2022 , which his right hand H3225 had purchased H7069 .
|
55. અને તેમણે અન્ય રાષ્ટોને તે જમીનમાંથી આગળ કાઢી મૂક્યા. ઇસ્રાએલનાં પ્રત્યેક કુટુંબસમુહને કાયમ વસવાટ કરવા માટે જમીનનો હિસ્સો આપ્યો.
|
55. He cast out H1644 the heathen H1471 also before H4480 H6440 them , and divided H5307 them an inheritance H5159 by line H2256 , and made the tribes H7626 of Israel H3478 to dwell H7931 in their tents H168 .
|
56. છતાં ત્યારે પણ, તેઓએ પરાત્પર દેવની કસોટી કરવાનું અને તેમની વિરુદ્ધ બંડ કરવાનું ચાલુ રાખ્યું અને તેમની આજ્ઞાઓનું અનુસરણ કરવાનો ઇન્કાર કર્યો.
|
56. Yet they tempted H5254 and provoked H4784 H853 the most high H5945 God H430 , and kept H8104 not H3808 his testimonies H5713 :
|
57. તેઓ દેવ પાસેથી દૂર થયા. તેઓ તેમનાં પૂર્વજોની જેમ દેવને અવિનયી થયાં. ફેંકનારતરફ પાછા ફરતાં, વાંકા શસ્રની જેમ તેઓ પૂર્વજોની જેમ દિશા બદલતા હતા.
|
57. But turned back H5472 , and dealt unfaithfully H898 like their fathers H1 : they were turned aside H2015 like a deceitful H7423 bow H7198 .
|
58. તેઓએ ઉચ્ચાસ્થાનો બનાવીને અને જૂઠાં દેવોની મૂર્તિથી દેવને ગુસ્સે કર્યા.
|
58. For they provoked him to anger H3707 with their high places H1116 , and moved him to jealousy H7065 with their graven images H6456 .
|
59. જ્યારે તેઓનાં કૃત્યો દેવે જોયાં દેવનો ક્રોધ પ્રબળ થયો, અને પોતાના લોકોનો ત્યાગ કર્યો.
|
59. When God H430 heard H8085 this , he was wroth H5674 , and greatly H3966 abhorred H3988 Israel H3478 :
|
60. પછી માણસો મધ્યે તે નિવાસ કરતા; એ શીલોહના મંડપનો તેમણે ત્યાગ કર્યો.
|
60. So that he forsook H5203 the tabernacle H4908 of Shiloh H7887 , the tent H168 which he placed H7931 among men H120 ;
|
61. દેવે બીજા લોકોને પોતાના લોકોને પકડવાં દીધા. દુશ્મનોએ દેવનું “ગૌરવ રત્ન” લઇ લીધું.
|
61. And delivered H5414 his strength H5797 into captivity H7628 , and his glory H8597 into the enemy H6862 's hand H3027 .
|
62. તેમણે પોતાના લોકોનો સંહાર થવા દીધો, કારણકે, તેમનો ક્રોધ અતિ વધારે હતો.
|
62. He gave H5462 his people H5971 over H5462 also unto the sword H2719 ; and was wroth H5674 with his inheritance H5159 .
|
63. તેઓના યુવાનો અગ્નિથી નાશ પામ્યાં; અને તેઓની કન્યાઓ તેઓનાં લગ્નગીતો ગવાય તે પહેલાં જ મૃત્યુ પામી.
|
63. The fire H784 consumed H398 their young men H970 ; and their maidens H1330 were not H3808 given to marriage H1984 .
|
64. યાજકોનો વધ થયો અને તેઓની વિધવાઓ તેઓ માટે રૂદન કરે તે પહેલાં તેઓ પણ મૃત્યુ પામી.
|
64. Their priests H3548 fell H5307 by the sword H2719 ; and their widows H490 made no H3808 lamentation H1058 .
|
65. ત્યારે ઊંઘમાંથી કોઇ જાગે, તેમ, તથા દ્રાક્ષારસમાંથી શૂરવીર પુરૂષને શૂરાતન આવે તેમ યહોવા ઊઠયા.
|
65. Then the Lord H136 awaked H3364 as one out of sleep H3463 , and like a mighty man H1368 that shouteth H7442 by reason of wine H4480 H3196 .
|
66. તે તેમના શત્રુઓ તરફ ઢળ્યા, તેમણે તેઓને પાછા વાળ્યા અને તેઓને કાયમ માટે હિણપદ કર્યા.
|
66. And he smote H5221 his enemies H6862 in the hinder parts H268 : he put H5414 them to a perpetual H5769 reproach H2781 .
|
67. દેવે યૂસફના પરિવારનો અસ્વીકાર કર્યો, અને એફાઇમના પરિવારનો પણ સ્વીકાર કર્યો નહિ.
|
67. Moreover he refused H3988 the tabernacle H168 of Joseph H3130 , and chose H977 not H3808 the tribe H7626 of Ephraim H669 :
|
68. પણ યહૂદા કુળને તથા જેના ઉપર તે પ્રેમ કરતા હતા તે સિયોન પર્વતને તેમણે પસંદ કર્યા.
|
68. But chose H977 H853 the tribe H7626 of Judah H3063 , H853 the mount H2022 Zion H6726 which H834 he loved H157 .
|
69. ત્યાં તેમણે પર્વત જેવું ઉન્નત અને સદા માટે સ્થાપન કરેલી પૃથ્વી જેવું અચળ પોતાનું પવિત્રસ્થાન બાંધ્યું.
|
69. And he built H1129 his sanctuary H4720 like H3644 high H7311 palaces , like the earth H776 which he hath established H3245 forever H5769 .
|
70. તેમણે ઘેટાંની સંભાળ રાખનાર દાઉદને પોતાના સેવક તરીકે પસંદ કર્યોે.
|
70. He chose H977 David H1732 also his servant H5650 , and took H3947 him from the sheepfolds H4480 H4356 H6629 :
|
71. જ્યાં એ ઘેટા ચારતો હતો ત્યાંથી દેવ તેને લઇ આવ્યા અને પોતાના લોકો, યાકૂબનાં સંતાન અને ઇસ્રાએલનાં લોકોના પાલક તરીકે અને દેવની સંપત્તિના પાલક તરીકે નિયુકત કર્યો.
|
71. From following H4480 H310 the ewes great with young H5763 he brought H935 him to feed H7462 Jacob H3290 his people H5971 , and Israel H3478 his inheritance H5159 .
|
72. દાઉદે તેમને શુદ્ધ હૃદયથી અને કૌશલ્ય સભર શાણપણથી દોર્યા.
|
72. So he fed H7462 them according to the integrity H8537 of his heart H3824 ; and guided H5148 them by the skilfulness H8394 of his hands H3709 .
|