Bible Versions
Bible Books

2 Kings 21 (IRVGU) Indian Revised Version - Gujarati

1 મનાશ્શા રાજ કરવા લાગ્યો, ત્યારે તે બાર વર્ષનો હતો; તેણે યરુશાલેમમાં પંચાવન વર્ષ રાજ કર્યું. તેની માતાનું નામ હેફસીબા હતું.
2 જે પ્રજાઓને યહોવાહે ઇઝરાયલ લોકો આગળથી કાઢી મૂકી હતી, તેઓના ઘૃણાસ્પદ કૃત્યો પ્રમાણે વર્તીને તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું.
3 કેમ કે, તેના પિતા હિઝકિયાએ જે ઉચ્ચસ્થાનોનો નાશ કર્યો હતો, તે તેણે ફરી બાંધ્યાં, ઇઝરાયલના રાજા આહાબે જેમ કર્યું તેમ, તેણે બાલ માટે વેદી બાંધી, અશેરાદેવીની મૂર્તિ બનાવી અને આકાશમાંનાં બધાં તારામંડળની ભક્તિ કરી અને તેઓની પૂજા કરી. PEPS
4 જે સભાસ્થાન વિષે યહોવાહે આજ્ઞા આપી હતી કે, “યરુશાલેમમાં સદાકાળ મારું નામ રાખીશ.” તે યહોવાહના ઘરમાં મનાશ્શાએ મૂર્તિપૂજા માટે વેદીઓ બાંધી.
5 યહોવાહના સભાસ્થાનનાં બન્ને આંગણાંમાં તેણે આકાશમાંના બધાં તારામંડળો માટે વેદીઓ બાંધી.
6 તેણે પોતાના દીકરાનું દહનીયાપર્ણની માફક અગ્નિમાં અર્પણ કર્યું; તે શકુનમુહૂર્ત પૂછતો હતો, તંત્રમંત્ર કરતો હતો અને ભૂવાઓ તથા જાદુગરો સાથે વ્યવહાર રાખતો હતો. તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે કૃત્યો ખરાબ હતાં તે કરીને ઈશ્વરને કોપાયમાન કર્યા. PEPS
7 તેણે વાછરડાના આકારની અશેરાની મૂર્તિ બનાવી તેને યહોવાહના ઘરમાં મૂકી. જે સભાસ્થાન વિષે યહોવાહે દાઉદને તથા તેના દીકરા સુલેમાનને કહ્યું હતું , “આ સભાસ્થાન તથા યરુશાલેમ કે જેને મેં ઇઝરાયલના બધાં કુળોમાંથી પસંદ કર્યું છે. તેમાં હું મારું નામ સદા રાખીશ.
8 જે બધી આજ્ઞા મેં તેઓને આપી છે, જે નિયમશાસ્ત્ર મેં મારા સેવક મૂસા દ્વારા તેમને આપ્યું છે તે જો તેઓ કાળજીથી પાળશે તો જે દેશ મેં તેઓના પિતૃઓને આપ્યો છે, તેમાંથી તેઓના પગને હું હવે પછી કદી ડગવા દઈશ નહિ.
9 પણ તે લોકોએ સાંભળ્યું નહિ, યહોવાહે જે પ્રજાઓનો ઇઝરાયલી લોકો આગળ નાશ કર્યો હતો, તેઓની પાસે મનાશ્શાએ વધારે ખરાબ કામ કરાવ્યાં. PEPS
10 ત્યારે યહોવાહે પોતાના સેવક પ્રબોધકો મારફતે કહ્યું,
11 “યહૂદિયાના રાજા મનાશ્શાએ ધિક્કારપાત્ર કાર્યો કર્યાં છે, તેની અગાઉ અમોરીઓએ કર્યું હતું, તેના કરતાં પણ વધારે ખરાબ આચરણ કર્યાં છે. યહૂદિયા પાસે પણ તેઓની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે.
12 તે માટે ઇઝરાયલના ઈશ્વર યહોવાહ કહે છે, “જુઓ, હું યરુશાલેમ અને યહૂદિયા પર એવી આફત લાવીશ કે જે કોઈ તે સાંભળશે તેના કાન ઝણઝણી ઊઠશે. PEPS
13 હું સમરુનની માપદોરી તથા આહાબના કુટુંબનો ઓળંબો યરુશાલેમ પર ખેંચીશ, જેમ માણસ થાળીને સાફ કરે છે તેમ હું યરુશાલેમને સાફ કરીને ઊંધું વાળી નાખીશ.
14 મારા પોતાના વારસાના બાકી રહેલાઓને હું તજી દઈશ અને તેઓને તેઓના દુશ્મનોના હાથમાં સોંપી દઈશ. તેઓ તેઓના બધા દુશ્મનોની લૂંટ તથા બલિ થઈ પડશે.
15 કેમ કે, તેઓએ મારી દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું છે. તેઓના પિતૃઓ મિસરમાંથી બહાર આવ્યા તે દિવસથી તે દિવસ સુધી તેઓએ મને ગુસ્સે કર્યો.” PEPS
16 વળી મનાશ્શાએ એટલું બધું નિર્દોષ રક્ત વહેવડાવ્યું છે કે, યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું છે. ઉપરાંત, તેણે યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું.
17 મનાશ્શાના બાકીના કાર્યો, તેણે જે બધું કર્યું તે, તેણે જે પાપ કર્યું તે, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
18 મનાશ્શા પોતાના પિતૃઓની સાથે ઊંઘી ગયો, પોતાના ઘરના બગીચામાં એટલે ઉઝઝાના બગીચામાં તેને દફનાવવામાં આવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો આમોન રાજા બન્યો. PEPS
19 આમોન રાજ કરવા લાગ્યો, ત્યારે તે બાવીસ વર્ષનો હતો, તેણે યરુશાલેમમાં બે વર્ષ સુધી રાજ કર્યુ. તેની માતાનું નામ મશુલ્લેમેથ હતું, તે યોટબાના હારુસની દીકરી હતી.
20 તેણે તેના પિતા મનાશ્શાની જેમ યહોવાહની દ્રષ્ટિમાં જે ખોટું હતું તે કર્યું. PEPS
21 આમોન જે માર્ગે તેનો પિતા ચાલ્યો હતો, તે માર્ગે તે ચાલ્યો અને તેના પિતાએ જેમ મૂર્તિઓની પૂજા કરી તેમ તેણે પણ કરી, તેઓની ભક્તિ કરી.
22 તેણે પોતાના પિતૃઓના ઈશ્વર યહોવાહનો ત્યાગ કર્યો અને યહોવાહના માર્ગોમાં ચાલ્યો નહિ.
23 આમોનના ચાકરોએ તેની વિરુદ્ધ ષડયંત્ર રચીને, તેને પોતાના ઘરમાં મારી નાખ્યો. PEPS
24 પરંતુ દેશના લોકોએ આમોન રાજા વિરુદ્ધ ષડયંત્ર રચનાર બધાને મારી નાખ્યા, તેઓએ તેના દીકરાને તેની જગ્યાએ રાજા બનાવ્યો.
25 આમોન રાજાનાં બાકીનાં કાર્યો, યહૂદિયાના રાજાઓના કાળવૃત્તાંતના પુસ્તકમાં લખેલાં નથી શું?
26 લોકોએ તેને ઉઝઝાના બગીચામાં દફનાવ્યો. તેની જગ્યાએ તેનો દીકરો યોશિયા રાજા બન્યો. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×