Bible Versions
Bible Books

Luke 13 (IRVGU) Indian Revised Version - Gujarati

1 {પાપથી ફરો યા મરો} PS તે સમયે ત્યાં હાજર કેટલાક માણસોએ આવીને ઈસુને જણાવ્યું કે, કેટલાક ગાલીલીઓ બલિદાન ચડાવતા હતા ત્યારે પિલાતે તેઓની હત્યા કરીને લોહી વહેવડાવ્યું હતું.
2 ઈસુએ તેઓને જવાબ આપતાં કહ્યું કે, 'તે ગાલીલીઓ અન્ય ગાલીલીઓ કરતાં વધારે પાપી હતા તેથી તેમની એવી દશા થઈ એમ તમે માનો છો?'
3 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે પણ રીતે નાશ પામશો. PEPS
4 અથવા શિલોઆહમાં જે અઢાર માણસો પર બુરજ તૂટી પડવાથી તેઓ મરણ પામ્યા, તેઓ યરુશાલેમમાં વસતા બીજા બધા માણસો કરતાં વધારે પાપી હતા એમ તમે માનો છો?
5 હું તમને કહું છું કે ના; પણ જો તમે પસ્તાવો નહિ કરો, તો તમે બધા પણ રીતે નાશ પામશો.' PS
6 {ફળહિન અંજીરીનું દ્રષ્ટાંત} PS ઈસુએ દ્રષ્ટાંત કહ્યું કે, એક માણસની દ્રાક્ષવાડીમાં એક અંજીરનું ઝાડ હતું. તે તેના પર ફળ શોધતો આવ્યો, પણ તેને એક પણ ફળ મળ્યું નહિ.
7 ત્યારે તેણે દ્રાક્ષવાડીના માળીને કહ્યું કે, 'જો, ત્રણ વર્ષથી અંજીરી પર હું ફળ શોધતો આવું છું, પણ મને એક પણ ફળ મળતું નથી; એને કાપી નાખ; તે જમીન કેમ નકામી રોકી રહી છે?' PEPS
8 ત્યારે માળીએ ઉત્તર આપતા કહ્યું કે, 'શેઠ, તેને વર્ષ રહેવા દો, તે દરમિયાન હું એની આસપાસ ખાડો કરીશ અને ખાતર નાખીશ.
9 જો ત્યાર પછી તેને ફળ આવે તો ઠીક; નહિ તો તેને કાપી નાખજો.' PS
10 {ઈસુ વિશ્રામવારે કૂબડી સ્ત્રીને સાજી કરી} PS વિશ્રામવારે ઈસુ એક સભાસ્થાનમાં ઉપદેશ કરતા હતા.
11 ત્યાં એક સ્રી એવી હતી કે જેને અઢાર વર્ષથી બીમારીનો દુષ્ટાત્મા વળગેલો હતો. તે વાંકી વળી ગઈ હતી અને સીધી ઊભી થઈ કે રહી શકતી નહોતી. PEPS
12 ઈસુએ તેને જોઈને તેને બોલાવી, અને તેને કહ્યું કે, 'બહેન, તારી બીમારી મટી ગઈ છે.'
13 ઈસુએ તેના પર હાથ મૂક્યો; અને તરત તે ટટ્ટાર થઈ અને ઈશ્વરનો મહિમા કરવા લાગી.
14 પણ વિશ્રામવારે ઈસુએ તેને સાજી કરી, તેથી સભાસ્થાનનાં અધિકારીએ ગુસ્સે થઈને લોકોને કહ્યું કે, 'છ દિવસ છે જેમાં માણસોએ કામ કરવું જોઈએ, માટે તે દિવસોમાં આવીને સાજાં થાઓ, પણ વિશ્રામવારે નહિ.' PEPS
15 પ્રભુએ તેને ઉત્તર આપતા કહ્યું કે, 'ઓ ઢોંગીઓ, શું તમારામાં એક પણ માણસ એવો છે જે વિશ્રામવારે પોતાના બળદને કે ગધેડાને ગમાણમાંથી છોડીને પાણી પીવા સારુ લઈ જતો નથી?
16 સ્ત્રી જે ઇબ્રાહિમની દીકરી છે, જેને શેતાને અઢાર વર્ષથી બાંધી રાખી હતી, તેને વિશ્રામવારે છૂટી કરી શું ખોટું કર્યું?' PEPS
17 ઈસુ તે વાતો કહી ત્યારે તેમના સામેવાળા શરમિંદા થઈ ગયા; પણ અન્ય લોકો તો ઈસુ જે અદભુત કામો કરી રહ્યા હતા તે જોઈને આનંદ પામ્યા. PS
18 {રાઈના બીજનું દ્રષ્ટાંત} PS ઈસુએ કહ્યું કે, 'ઈશ્વરનું રાજ્ય શાના જેવું છે, અને હું એને શાની ઉપમા આપું?
19 તે રાઈના દાણા જેવું છે. કોઈ માણસે દાણો લઈને પોતાની વાડીમાં વાવ્યો. પછી છોડ ઊગ્યો અને તે વધીને મોટું ઝાડ થયું, અને આકાશનાં પક્ષીઓએ તેની ડાળીઓ પર વાસો કર્યો.' PS
20 {ખમીરનું દ્રષ્ટાંત} PS ફરીથી ઈસુએ કહ્યું કે, 'હું ઈશ્વરના રાજ્યને શાની ઉપમા આપું?
21 તે ખમીર જેવું છે. એક મહિલાએ ખમીર લઈને ત્રણ માપ લોટમાં મેળવ્યું. પરિણામે બધો લોટ ખમીરવાળો થયો.' PS
22 {ઉધ્ધારનું સાંકડું બારણું} PS ઈસુ યરુશાલેમ તરફ મુસાફરી કરતા હતા ત્યારે માર્ગ પર આવતાં શહેર અને ગામોની મુલાકાત કરીને લોકોને બોધ કરતા હતા.'
23 એક માણસે ઈસુને પૂછ્યું કે, 'પ્રભુ, ઉદ્ધાર પામનાર લોકો થોડા છે શું?' પછી ઈસુએ તેઓને કહ્યું કે,
24 'સાંકડા દરવાજામાં થઈને પ્રવેશ કરવા કષ્ટ કરો, કારણ, હું તમને કહું છું કે ઘણાં અંદર પ્રવેશ કરવા માગશે, પણ અંદર પ્રવેશી શકશે નહિ. PEPS
25 જયારે ઘરનો માલિક ઊઠીને બારણું બંધ કરશે, અને તમે બહાર ઊભા રહીને બારણું ખટખટાવીને કહેશો કે, 'પ્રભુ, પ્રભુ, અમારે માટે બારણાં ઉઘાડો'; અને તે તમને ઉત્તર આપતાં કહેશે કે, 'હું તમને ઓળખતો નથી કે તમે ક્યાંનાં છો'?
26 ત્યારે તમે કહેશો કે, અમે તારી સમક્ષ ખાધું પીધું હતું અને તમે અમારા રસ્તાઓમાં બોધ કર્યો હતો.
27 પણ તે કહેશે કે, હું તમને કહું છું કે, તમે ક્યાંનાં છો હું જાણતો નથી; હે અન્યાય કરનારાઓ, તમે લોકો મારી પાસેથી દૂર જાઓ. PEPS
28 જયારે તમે ઇબ્રાહિમને, ઇસહાકને, યાકૂબને અને બધા પ્રબોધકોને ઈશ્વરના રાજ્યમાં જોશો, અને પોતાને બહાર કાઢી મૂકેલા જોશો, જ્યાં રડવું અને દાંત પીસવું થશે.
29 તેઓ પૂર્વમાંથી, પશ્ચિમમાંથી, ઉત્તરમાંથી તથા દક્ષિણમાંથી લોકો આવશે, અને ઈશ્વરના રાજ્યમાં બેસશે.
30 જોજો, જેઓ કેટલાક છેલ્લાં છે તેઓ પહેલા થશે અને જે પહેલા છે તેઓ છેલ્લાં થશે. PS
31 {યરુશાલેમ પ્રત્યે ઈસુનો પ્રેમ} PS તે ઘડીએ કેટલાક ફરોશીઓએ ઈસુ પાસે આવીને કહ્યું કે, અહીંથી જતા રહો. કેમ કે હેરોદ તમને મારી નાખવા માગે છે.
32 ઈસુએ તેઓને કહ્યું, તમે જઈને શિયાળવાને કહો કે, જુઓ, આજકાલ તો હું દુષ્ટાત્માઓને કાઢું છું અને રોગ મટાડું છું અને પણ ત્રીજે દિવસે મારું કામ પૂરું થશે.
33 કોઈ પણ સંજોગોમાં આજે, કાલે તથા પરમ દિવસ મારે ચાલવું જોઈએ, કેમ કે કોઈ પ્રબોધક યરુશાલેમની બહાર મૃત્યુ પામે શક્ય નથી. PEPS
34 યરુશાલેમ, યરુશાલેમ, પ્રબોધકોને મારી નાખનાર તથા તારી પાસે મોકલેલાને પથ્થરે મારનાર, મરઘી જેમ પોતાનાં બચ્ચાંને પાંખો નીચે એકત્ર કરે છે, તે પ્રમાણે મેં કેટલી વખત તારાં બાળકોને એકઠાં કરવાનું ચાહ્યું, પણ તમે તે થવા દીધું નહિ.
35 જુઓ, તમારું ઘર તમારે માટે ઉજ્જડ કરી મુકાયું છે, અને હું તમને કહું છું કે, તમે કહેશો કે 'પ્રભુને નામે જે આવે છે તે આશીર્વાદિત છે,' ત્યાં સુધી તમે મને ફરીથી જોઈ શકવાના નથી.' PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×