Bible Versions
Bible Books

John 13 (IRVGU) Indian Revised Version - Gujarati

1 {ઈસુ શિષ્યોના પગ ધૂએ છે} PS હવે પાસ્ખાપર્વ અગાઉ પોતાનો દુનિયામાંથી પિતાની પાસે જવાનો સમય આવ્યો છે જાણીને ઈસુએ દુનિયામાંનાં પોતાના લોક, જેઓનાં ઉપર તેઓ પ્રેમ રાખતા હતા, તેઓ પર અંત સુધી પ્રેમ રાખ્યો.
2 તેઓ જમતા હતા તેવામાં, શેતાને તો અગાઉથી સિમોનના દીકરા યહૂદા ઇશ્કારિયોતના મનમાં તેમને પરસ્વાધીન કરવાનો વિચાર મૂક્યો હતો. PEPS
3 પિતાએ સઘળી વસ્તુઓ મારા હાથમાં આપી છે, હું ઈશ્વરની પાસેથી આવ્યો છું અને ઈશ્વરની પાસે જાઉં છું, જાણીને
4 ઈસુ ભોજન સ્થળ પરથી ઊભા થયા અને પોતાનાં વસ્ત્રો ઉતાર્યા; પછી તેમણે રૂમાલ લઈને પોતાની કમરે બાંધ્યો.
5 ત્યાર બાદ વાસણમાં પાણી લઈને, શિષ્યોના પગ ધોવા તથા જે રૂમાલ પોતાની કમરે બાંધ્યો હતો તેનાથી લૂંછવા લાગ્યા. PEPS
6 પ્રમાણે કરતા કરતા તે સિમોન પિતરની પાસે આવ્યા. ત્યારે સિમોન કહ્યું કે, 'પ્રભુ, શું તમે મારા પગ ધૂઓ છો?'
7 ઈસુએ તેને કહ્યું કે, 'હું જે કરું છું, તે તું હમણાં જાણતો નથી; પણ હવે પછી તું સમજશે.'
8 પિતર તેમને કહે છે કે, 'હું કદી તમને મારા પગ ધોવા દઈશ નહિ.' ઈસુએ તેને કહ્યું કે, 'જો હું તને ધોઉં તો મારી સાથે તારે કંઈ લાગભાગ નથી.'
9 સિમોન પિતર તેને કહે છે કે, 'પ્રભુ, એકલા મારા પગ નહિ, પણ મારા હાથ તથા મુખ પણ ધૂઓ.' PEPS
10 ઈસુ તેને કહે છે, 'જેણે સ્નાન કર્યું છે, તેના પગ સિવાય બીજું કંઈ ધોવાની અગત્ય નથી, તે પૂરો શુદ્ધ છે; તમે શુદ્ધ છો, પણ બધા નહિ.
11 કેમ કે પોતાને પરસ્વાધીન કરનારને જાણતા હતા; માટે તેમણે કહ્યું કે, 'તમે બધા શુદ્ધ નથી.' PEPS
12 પ્રમાણે તેઓના પગ ધોઈ રહ્યા પછી તેમણે પોતાનાં વસ્ત્રો પહેર્યા અને પાછા જમવા બેસીને તેઓને કહ્યું કે, 'મેં તમને શું કર્યું છે, તે તમે સમજો છો?'
13 તમે મને ગુરુ તથા પ્રભુ કહો છો, અને તમે સાચું કહો છો, કેમ કે હું છું.'
14 માટે મેં પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.
15 કેમ કે જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, માટે મેં તમને નમુનો આપ્યો છે. PEPS
16 હું તમને નિશ્ચે કહું છું કે, 'નોકર પોતાના શેઠ કરતાં મોટો નથી; અને જે મોકલાયેલો છે તે પોતાના મોકલનાર કરતાં મોટો નથી.'
17 જો તમે બાબતો જાણીને તેઓનું અનુકરણ કરો, તો તમે આશીર્વાદિત છો.
18 હું તમારા સઘળાં સંબંધી નથી કહેતો; જેઓને મેં પસંદ કર્યા છે તેઓને હું જાણું છું; લખેલું પૂરું થાય માટે એમ થવું જોઈએ 'પણ જે મારી સાથે રોટલી ખાય છે, તેણે મારી વિરુદ્ધ પોતાની લાત ઉગામી છે.' PEPS
19 બીના બન્યા પહેલાં હું તમને કહું છું માટે કે, 'જયારે બાબત થાય, ત્યારે તમે વિશ્વાસ કરો, કે હું તે છું.'
20 નિશ્ચે હું તમને કહું છું કે, 'જે કોઈને હું મોકલું છું તેનો અંગીકાર જે કરે છે, તે મારો અંગીકાર કરે છે; અને જે મારો અંગીકાર કરે છે તે મને મોકલનારનો અંગીકાર કરે છે. PS
21 {ઈસુ પોતાની ધરપકડની આગાહી આપે છે} PS એમ કહ્યાં પછી ઈસુ આત્મામાં વ્યાકુળ થયા; અને ગંભીરતાથી કહ્યું કે, હું તમને નિશ્ચે કહું છું કે, 'તમારામાંનો એક મને પરસ્વાધીન કરશે.
22 તે કોને વિષે બોલે છે સંબંધી શિષ્યોએ આશ્ચર્યથી એકબીજા તરફ જોયું. PEPS
23 હવે જમણ સમયે તેમના શિષ્યોમાંનો એક, જેનાં પર ઈસુ પ્રેમ રાખતા હતા, તે ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો.
24 સિમોન પિતર તેને ઇશારો કરીને કહે છે કે, 'તેઓ કોનાં વિષે બોલે છે, તે અમને કહે.'
25 ત્યારે તે જેમ ઈસુની છાતીએ અઢેલીને બેઠો હતો, તેમ ને તેમ તેમને પૂછે છે કે, 'પ્રભુ, તે કોણ છે?' PEPS
26 ઈસુ કહે છે કે, 'હું કોળિયો બોળીને જેને આપીશ, તે તે છે.' પછી તેઓ કોળિયો લઈને તે સિમોન ઇશ્કારિયોતના દીકરા યહૂદાને આપે છે.
27 અને કોળિયો લીધા પછી તેનામાં શેતાન આવ્યો, માટે ઈસુ તેને કહે છે કે, 'જે તું કરવાનો છે, તે જલદી કર.' PEPS
28 હવે તેમણે તેને શા માટે કહ્યું જમવા બેઠેલાઓમાંથી કોઈ સમજ્યો નહિ.
29 કેમ કે કેટલાકે એમ ધાર્યું કે, યહૂદાની પાસે થેલી છે તેથી ઈસુએ તેને કહ્યું કે, પર્વને માટે આપણને જેની અગત્ય છે તે ખરીદવાને અથવા ગરીબોને કંઈ આપવાનું કહ્યું.
30 ત્યારે કોળિયો લઈને તે તરત બહાર ગયો; અને તે સમયે રાત હતી. PS
31 {નવી આજ્ઞા} PS જયારે તે બહાર ગયો, ત્યારે ઈસુ કહે છે કે, 'હવે માણસનો દીકરો મહિમાવાન થયો છે, તેનામાં ઈશ્વર મહિમાવાન થયા છે.
32 ઈશ્વર તેને પોતામાં મહિમાવાન કરશે અને તેને વહેલો મહિમાવાન કરશે.
33 નાનાં બાળકો, હવે પછી થોડા સમય સુધી હું તમારી સાથે છું; તમે મને શોધશો.' જેમ મેં યહૂદીઓને કહ્યું હતું કે, 'જ્યાં હું જાઉં છું ત્યાં તમે આવી શકતા નથી, તેમ હું હમણાં તમને પણ કહું છું. PEPS
34 'હું તમને નવી આજ્ઞા આપું છું, કે તમે એકબીજા પર પ્રેમ રાખો,
35 જો એકબીજા પર તમે પ્રેમ રાખો તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો. PS
36 {પિતર નકાર કરશે એવી ઈસુની આગાહી} PS સિમોન પિતર તેમને કહે છે કે, 'પ્રભુ, તમેં ક્યાં જાઓ છો? ઈસુએ કહ્યું, 'જ્યાં હું જાઉં છું, ત્યાં તું હમણાં મારી પાછળ આવી શકતો નથી; પણ પછી મારી પાછળ આવીશ.
37 પિતર તેમને કહે છે કે, 'પ્રભુ, હું હમણાં તમારી પાછળ કેમ આવી શકતો નથી? તમારે માટે હું મારો જીવ પણ આપીશ.
38 ઈસુ કહે છે કે, 'શું તું મારે માટે તારો જીવ આપશે?' હું તને નિશ્ચે કહું છું કે, “મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે.' PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×