Bible Versions
Bible Books

Psalms 126 (IRVGU) Indian Revised Version - Gujarati

1 જ્યારે યહોવાહ બંદીવાસમાં પડેલાઓને સિયોનમાં પાછા લાવ્યા,
ત્યારે અમે સ્વપ્ન જોતાં હોઈએ એવું લાગ્યું.
2 ત્યારે અમારું મુખ હાસ્યથી ભરાઈ ગયું
અને અમારી જીભ ગાયન કરવા લાગી.
ત્યારે તેઓએ લોકોની વચ્ચે કહ્યું,
“યહોવાહે તેઓને માટે મહાન કૃત્યો કર્યાં છે.”
3 યહોવાહે અમારે માટે મહાન કામ કર્યાં છે;
અમે કેટલા ખુશ છીએ!
4 નેગેબના ઝરણાંની જેમ,
હે યહોવાહ, અમારી સંપત્તિ પુનઃસ્થાપિત કરો.
5 જેઓ આંસુ પાડતાં પાડતાં વાવે છે, તેઓ હર્ષનાદસહિત લણશે.
6 જે કોઈ મુઠ્ઠીભર બીજ લઈને રડતાં રડતાં વાવવા જાય છે,
તે પોતાની સાથે પૂળીઓ લઈને આનંદ સાથે પાછો આવશે. PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×