Bible Versions
Bible Books

Psalms 46 (IRVGU) Indian Revised Version - Gujarati

1 ઈશ્વર આપણો આશ્રય તથા સામર્થ્ય છે,
સંકટને સમયે તે હાજરહજૂર મદદગાર છે.
2 માટે જો પૃથ્વી ઊથલપાથલ થાય
જો પર્વતો સમુદ્રમાં ડૂબી જાય, તોપણ આપણે બીહીએ નહિ.
3 જો તેનું પાણી ગર્જના કરે તથા વલોવાય
જો તેના ઊછળવાથી પર્વતો કાંપી ઊઠે, તોપણ આપણે બીહીએ નહિ. સેલાહ  
4 ત્યાં એક નદી છે જેના ઝરણાંઓ ઈશ્વરના નગરને
એટલે પરાત્પરના મંડપના પવિત્રસ્થાનને આનંદમય કરે છે.
5 ઈશ્વર તેની વચમાં છે; તેને હલાવી શકાશે નહિ;
મોટી સવારે ઈશ્વર તેને મદદ કરશે.
6 વિદેશીઓએ તોફાન મચાવ્યું છે અને રાજ્યો ડગમગી ગયાં;
તેમણે ગર્જના કરી એટલે, પૃથ્વી પીગળી ગઈ.
7 આપણી સાથે સૈન્યોના સરદાર યહોવાહ છે;
આપણો આશ્રય યાકૂબના ઈશ્વર છે. સેલાહ  
8 આવો યહોવાહનાં પરાક્રમો જુઓ,
તેમણે પૃથ્વીની કેવી પાયમાલી કરી છે તે જુઓ.
9 તે પૃથ્વીના છેડાઓ સુધી યુદ્ધોને બંધ કરી દે છે;
તે ધનુષ્યને ભાંગી નાખે છે અને ભાલાને કાપી નાખે છે;
રથોને અગ્નિથી બાળી નાખે છે.
10 શાંત રહો અને જાણો કે હું ઈશ્વર છું;
હું વિદેશીઓમાં મોટો મનાઈશ; હું પૃથ્વીમાં મોટો મનાઈશ.
11 સૈન્યોના યહોવાહ આપણી સાથે છે;
યાકૂબના ઈશ્વર આપણા આશ્રય છે. સેલાહ PE
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×