Bible Versions
Bible Books

1 John 1 (GUV) Gujarati Old BSI Version

1 જે આરંભથી હતું, જે અમે સાંભળ્યું, જે અમે પોતાની આંખે જોયું, જેને અમે નિહાળ્યું, અને જેને અમે અમારે હાથે સ્પર્શ કર્યો, તે જીવનના શબ્દ સંબંધી અમે તમને કહી દેખાડીએ છીએ.
2 (તે જીવન પ્રગટ થયું, તેને અમે જોયું છે, અને સાક્ષી પૂરીએ છીએ, અને તે અનંતકાળનું જીવન જે પિતાની પાસે હતું, અને અમને પ્રગટ થયું, તે તમને કહી બતાવીએ છીએ).
3 હા, અમારી સાથે તમારી પણ સંગત થાય, માટે જે અમે જોયું તથા સાંભળ્યું છે, તે તમને પણ કહી બતાવીએ છીએ. અને ખરેખર, અમારી સંગત પિતાની સાથે તથા તેમના પુત્ર ઈસુ ખ્રિસ્તની સાથે છે.
4 અને અમારો આનંદ સંપૂર્ણ થાય, માટે વાતો અમે લખીએ છીએ.
5 હવે જે સંદેશો અમે તેમના મોંથી સાંભળ્યો છે, અને તમને જણાવીએ છીએ, તે છે કે ઈશ્વર પ્રકાશ છે, અને તેમનામાં કંઈ પણ અંધકાર નથી.
6 જો આપણે કહીએ કે, તેમની સાથે આપણી સંગત છે, અને અંધકારમાં ચાલીએ, તો આપણે જૂઠું બોલીએ છીએ, અને સત્યથી વર્તતા નથી.
7 પણ જેમ તે પ્રકાશમાં છે, તેમ જો આપણે પ્રકાશમાં ચાલીએ, તો આપણને એકબીજાની સાથે સંગત છે, અને તેમના પુત્ર ઈસુનું રક્ત આપણને સર્વ પાપથી શુદ્ધ કરે છે.
8 આપણામાં પાપ નથી, એમ જો આપણે કહીએ, તો આપણે પોતાને ઠગીએ છીએ, અને આપણામાં સત્ય નથી.
9 જો આપણે આપણાં પાપ કબૂલ કરીએ, તો આપણાં પાપ માફ કરવાને તથા આપણને સર્વ અન્યાયથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે.
10 આપણે પાપ કર્યું નથી, એવું જો આપણે કહીએ, તો આપણે તેમને જૂઠા પાડીએ છીએ, અને તેમનું વચન આપણામાં નથી.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×