Bible Versions
Bible Books

Exodus 29 (GUV) Gujarati Old BSI Version

1 અને મારી આગળ યાજકપદ બજાવવા માટે તેઓને પવિત્ર કરવાને જે ક્રિયા તારે કરવી, તે પ્રમાણે:એક વાછરડો તથા ખોડ વગરના બે ઘેટા,
2 તથા બેખમીર રોટલી તથા તેલમાં મોહેલી બેખમીર પોળીઓ તથા તેલ ચોપડેલા બેખમીર પાપડ લે; તે તું ઘઉંના મેંદાનાં બનાવ.
3 વળી તેઓને એક ટોપલીમાં મૂકીને તું વાછરડો તથા બે ઘેટા સહિત તેમને લાવ.
4 અને તું હારુણે તથા તેના દીકરાઓને મુલાકાતમંડપનાં બારણા પાસે લાવ, ને તેઓને પાણીથી નહવડાવ.
5 અને વસ્‍ત્ર લઈને તું હારુનને અંગરખો તથા એફોદનો જામો તથા એફોદ તથા ઉરપત્ર પહેરાવ, ને એફોદના કારીગરીથી વણેલા પટાથી તેની કમર બાંધ;
6 અને તેને માથે તું પાઘડી મૂક, ને પાઘડી પર પવિત્ર મુગટ રાખ.
7 અને અભિષિકતનું તેલ લઈને તે તું તેના માથા પર રેડ, ને તેને અભિષિકત કર.
8 વળી તું તેના દીકરાઓને લાવ, ને તેઓને અંગરખા પહેરાવ.
9 અને તું તેઓને, એટલે હારુનને તથા તેના દીકરાઓને, કમરબંધ તથા ફાળિયાં બાંધ. અને હંમેશના નિયમ તરીકે તેમને યાજકપદ મળે; અને તું હારુણે તથા તેના દીકરાઓને પ્રતિષ્ઠિત કર.
10 અને તું તે વાછરડને મુલાકાતમંડપ આગળ લાવ; અને હારુન તથા તેના દીકરાઓ વાછરડાના માથા પર હાથ મૂકે.
11 અને યહોવાની આગળ મુલાકાતમંડપના બારણા આગળ તું વાછરડાને કાપ.
12 અને વાછરડાના રક્તમાંથી લઈને તેને તારી આંગળી વડે વેદીનાં શિંગ પર લગાડ; અને તું વેદીના પાયા પાસે બધું રકત રેડી દે.
13 અને તું આંતરડાં પરની ચરબી તથા કલેજા પરનું અંતરપડ તથા બે ગુરદા તથા તેઓ પરની ચરબી લઈને તેમનું વેદી પર દહન કર.
14 પણ વાછરાનું માંસ તથા તેનું ચામડું તથા તેનું છાણ તું છાવણી બહાર અગ્નિથી બાળી નાખ; તે પાપાર્થાર્પણ છે.
15 અને તું એક ઘેટો લે; અને તે ઘેટાના માથા પર હારુન અને તેના દીકરાઓ હાથ મૂકે.
16 અને તે ઘેટાને તું કાપ, ને તેનું રકત લઈને વેદીની ચારેગમ છાંટ.
17 અને તું ઘેટાને કાપીને તેના કકડા કર, ને તેનાં આંતરડાં તથા તેના પગ ધોઈ નાખીને તેમને તેના કકડા તથા માથા સાથે મૂક.
18 અને તું આખા ઘેટાનું વેદી પર દહન કર; તે યહોવાને માટે દહનીયાર્પણ છે; તે સુવાસને અર્થે યહોવાને માટે હોમયજ્ઞ છે.
19 વળી તું બીજો ઘેટો લે; અને હારુન તથા તેના દીકરાઓ ઘેટાના માથા પર હાથ મૂકે.
20 પછી તું તે ઘેટાને કાપ, ને તેના રક્તમાંથી લઈને હારુનના જમણા કાનની ટોચ પર, તથા તેઓના જમણા પગના અંગૂઠા પર તથા તેઓના જમણા પગના અંગૂઠા પર તું તે રક્ત લગાડ, ને તે રકત વેદીની ચારેબાજુ છાંટ.
21 અને વેદી પરના રક્તમાંથી તથા અભિષેકના તેલમાંથી લઈને તું હારુન પર તથા તેના વસ્‍ત્ર પર, ને તેની સાથે તેના દીકરાઓ પર તથા તેઓનાં વસ્‍ત્ર પર તે છાંટ; એમ તે તથા તેઓનાં વસ્‍ત્ર પર તે છાંટ; એમ તે તથા તેઓનાં વસ્‍ત્ર પર તે છાંટ; એમ તે તથા તેનાં વસ્‍ત્ર પવિત્ર થશે.
22 વળી તું ઘેટાની ચરબી તથા પૂછડી તથા આંતરડાં પરની ચરબી તથા કલેજા પરનું અંતરપડ તથા બે ગુરદા તથા તેમના પરની ચરબી તથા જમણો ખભો લે; કેમ કે તે પ્રતિષ્ઠાનો ઘેટો છે.
23 અને બેખમીર રોટલીની જે ટોપલી યહોવાની આગળ છે, તેમાંથી તું એક રોટલી તથા તેલમાં મોહેલી એક પોળી તથા એક પાપડ લે.
24 અને તે સર્વ તું હારુનના હાથમાં આપ; અને તું યહોવાની આગળ તેમની આરતી કરીને આરત્યર્પણ કર.
25 અને તેઓના હાથમાંથી તેઓને લઈને તું યહોવા આગળ સુવાસને માટે વેદી ઉપર દહનીયાર્પણ પર મૂકીને બાળ; તે યહોવાને માટે હોમયજ્ઞ છે.
26 અને હારુનની પ્રતિષ્ઠાના ઘેટાની છાતી લઈને તું યહોવાની આગળ આરત્યર્પણને માટે આરતી કર; અને તે તારો હિસ્‍સો થાય.
27 અને પ્રતિષ્ઠાના ઘેટાની આરત્યર્પણવાળી છાતી તથા ઉચ્છાલીયાર્પણવાળો ખભો, જેની આરતી કરવામાં આવે છે ને જે ઉછાળાય છે, એટલે જે હારુન તથા તેના દીકરાઓને હિસ્સે આવેલું છે તે તું પવિત્ર કર;
28 અને તે હારુનનો તથા તેના દીકરાઓનો ઇઝરાયલીઓ પાસેથી સદાનો હક થશે; કેમ કે તે ઉચ્છાલીયાર્પણ છે. અને તે ઇઝરાયલી લોકો તરફથી તેઓનાં શાંત્યર્પણના યજ્ઞનું ઉચ્છાલીયાર્પણ થાય, એટલે યહોવાને માટે તેઓનું ઉચ્છાલીયાર્પણ થાય.
29 અને હારુનનાં પવિત્ર વસ્‍ત્રો તેની પછીના તેના દીકરાઓને માટે થાય કે, તેઓ તે પહેરીને અભિષિક્ત તથા પ્રતિષ્ઠિત થાય.
30 તેને ઠેકાણે જે દીકરો યાજક હોય, તે જયારે મુલાકાતમંડપ મધ્યે પવિત્રસ્થાનમાં સેવા કરવાને જાય, ત્યારે તે તેઓને સાત દિવસ સુધી પહેરે.
31 અને તું પ્રતિષ્ઠાનો ઘેટો લઈને તેનું માંસ શુદ્ધ જગામાં બાફ.
32 અને હારુન તથા તેના દીકરાઓ ઘેટાંનું માંસ, તથા જે રોટલી ટોપલીમાં હશે તે મુલાકાત મંડપના બારણા આગળ ખાય.
33 અને જેથી પ્રાયશ્ચિત કરાયું હોય તે વસ્‍તુઓ તેઓ ખાય, માટે કે તેઓ પ્રતિષ્ઠિત તથા પવિત્ર થાય; પણ તેઓમાંથી પારકો ખાય, કેમ કે તે પવિત્ર છે.
34 અને જો પ્રતિષ્ઠાના માંસમાંથી અથવા રોટલીમાંથી સવાર સુધી કંઈ બાકી રહે, તો તું તે બાકી રહેલાને અગ્નિથી બાળી નાખ. તે ખવાય, કેમ કે તે પવિત્ર છે.
35 અને હારુનને તથા તેના દીકરાઓને, મેં જે સર્વ આજ્ઞાઓ તને આપી છે, તે પ્રમાણે તું કર. સાત દિવસ સુધી તું તેમને પ્રતિષ્ઠિત કર.
36 અને તું દરરોજ પાપાર્થાર્પણનો વાછરડો પ્રાયશ્ચિત માટે ચઢાવ; અને તું વેદીને માટે પ્રાયશ્ચિત કરે ત્યારે તેને તું શુદ્ધ કર; અને તેને પવિત્ર કરવાને માટે તું તેને અભિષિક્ત કર.
37 સાત દિવસ સુધી તું વેદીને માટે પ્રાયશ્ચિત કર, ને તેને પવિત્ર કર. અને વેદી પરિશુદ્ધ થાય. જે કંઈ વેદીને અડકે તે પવિત્ર થાય.
38 હવે વેદી પર તારે જે ચઢાવવું તે પ્રમાણે:તું રોજ રોજ પહેલા વર્ષના બે હલવાન હમેશને ચઢાવ.
39 એક હલવાન તું સવારે ચઢાવ, ને બીજો હલવાન સાંજે ચઢાવ.
40 અને એક હલવાનની સાથે પા હીન પીલેલા તેલમાં મોહેલો એફાહનો એક દશાંશ મેંદો લેવામાં આવે; અને પેયાર્પણને માટે પા હીન દ્રાક્ષારસ.
41 અને બીજો હલવાન તું સાંજે ચઢાવ, ને સવારના ખાદ્યાર્પણ તથા પેયાર્પણ પ્રમાણે તું તેને કર, કેમ તે સુવાસને અર્થે, યહોવાને માટે હોમયજ્ઞ થાય.
42 તે પેઢી દરપેઢી યહોવાની સમક્ષ મુલાકાતમંડપના બારણા આગળ સદાનું દહનીયાર્પણ થાય. ત્યાં તમારી સાથે વાત કરવાને માટે હું તમારી સાથે વાત કરવાને માટે હું તમારી મુલાકાત કરીશ.
43 અને ત્યાં હું ઇઝરાયલી લોકોની મુલાકાત લઈશ; અને મંડપ મારા ગૌરવથી પવિત્ર થશે.
44 અને હું મુલાકાતમંડપને તથા વેદીને પવિત્ર કરીશ. વળી મારી આગળ યાજકપદ બજાવવા માટે હું હારુનને તથા તેના દીકરાઓને પવિત્ર કરીશ.
45 અને હું ઇઝરાયલી લોકો મધ્યે રહીને તેઓનો ઈશ્વર થઈશ.
46 અને તેઓ જાણશે કે હું યહોવા તેઓનો ઈશ્વર છું, કે જે તેઓને મિસર દેશમાંથી કાઢી લાવ્યો, માટે કે હું તેઓ મધ્યે રહું. તેઓનો ઈશ્વર યહોવા હું છું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×