Bible Versions
Bible Books

1 Samuel 12 (GUV) Gujarati Old BSI Version

1 શમુએલે સર્વ ઇઝરાયલીઓને કહ્યું, “જુઓ તમે જે કંઈ મને કહ્યું, તેમાં મેં તમારી વાત સાંભળી છે, ને તમારા પર રાજા નીમ્યો છે.
2 તો હવે, જુઓ, તે રાજા તમારે મોખરે ચાલે છે; હું તો વૃદ્ધ થયો છું, ને માથે પળિયાં આવ્યાં છે; અને જુઓ, મારા દીકરા તમારી પાસે‌ છે. હું મારી યુવાવસ્થાથી તે આજ સુધી તમારી આગળ ચાલ્યો છું.
3 હું રહ્યો:શું મેં કોઈનો બળદ લઈ લીધો છે? અથવા મેં કોઈનું ગધેડું લઈ લીધું છે? અથવા મેં કોઈને ઠગ્યો છે? મેં કોઈના પર જુલમ કર્યો છે? અથવા મારી આંખે પાટો બાંધવાને મેં કોઈની પાસેથી લાંચ લીધી છે? એમ હોય તો યહોવાની સમક્ષ તથા તેના અભિષિક્તની આગળ મારી વિરુદ્ધ સાક્ષી પૂરો, અને તે હું તમને પાછું આપીશ.”
4 તેઓએ કહ્યું, “તેં અમને ઠગ્યા નથી, કે અમારા પર જુલમ કર્યો નથી કે, કોઈ માણસની પાસેથી તેં કંઈ લીધું નથી.”
5 તેણે તેઓને કહ્યું, “યહોવા તમારી સામે સાક્ષી છે, ને આજે તેમનો અભિષિક્ત પણ સાક્ષી છે કે મારી પાસેથી તમને કંઈ જડ્યું નથી.” ત્યારે તેઓએ કહ્યું, “તે સાક્ષી છે.”
6 પછી શમુએલે લોકોને કહ્યું, “મૂસા તથા હારુનને નીમનાર, ને મિસર દેશમાંથી તમારા પિતૃઓને કાઢી લાવનાર, તે તો યહોવા છે.
7 તો હવે તમે છાનામાના ઊભા રહો કે, યહોવાએ જે યથાર્થ કૃત્યો તમારી પ્રત્યે ને તમારા પિતૃઓ પ્રત્યે કર્યા, તે સર્વ વિષે હું યહોવાની આગળ તમને સમજાવું.
8 યાકૂબ મિસરમાં ગયો ત્યાર પછી, જ્યારે તમારા પિતૃઓએ યહોવાની આગળ પોકાર કર્યો, ત્યારે યહોવાએ મૂસા તથા હારુનને મોકલ્યા, તેઓ તમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવ્યા ને તેમને જગાએ વસાવ્યા.
9 પણ તેઓ પોતાના ઈશ્વર યહોવાને વીસરી ગયા, ત્યારે તેમણે હાસ્‍ત્રોરના સૈન્યના સેનાપતિ સીસરાના હાથમાં, પલિસ્તીઓના હાથમાં ને મોઆબના રાજાના હાથમાં તેઓને વેચી દીધા, અને તેઓ તેમની સાથે લડ્યા.
10 અને તેઓએ યહોવાની સમક્ષ પોકાર કરીને કહ્યું, ‘અમે પાપ કર્યું છે, કેમ કે અમે યહોવાને તજી દીધા છે, ને બાલીમ તથા આશ્તારોથની સેવા કરી છે; પણ હવે અમારા શત્રુઓના હાથમાંથી અમને છોડાવો, ને અમે તમારી સેવા કરીશું.’
11 એથી યહોવાએ યરુબાલ, બદાન, યિફતા, ને શમુએલને મોકલીને ચારે તરફના તમારા શત્રુઓના હાથમાંથી તમને છોડાવ્યા; અને તમે સલામતીમાં રહ્યા.
12 અને આમ્મોનપુત્રોનો રાજા નાહાશ તમારા પર ચઢી આવ્યો તમે જોયું ત્યારે, યહોવા તમારા ઈશ્વર તમારા રાજા હતા, તે છતાં તમે મને કહ્યું, ‘એમ નહિ, પણ અમારા પર તો એક રાજા અધિકાર ચલાવે.’
13 તો હવે જે રાજાને તમે પસંદ કર્યો છે. તથા જેને તમે માગી લીધો છે તેને જુઓ. વળી જુઓ, યહોવાએ તમારા પર રાજા ઠરાવ્યો છે.
14 જો તમે યહોવાનો ભય રાખશો, તેમની સેવા કરશો, તેમની વાણી સાંભળશો, ને યહોવાની આજ્ઞા વિરુદ્ધ બંડ કરશો નહિ, અને તમે તથા જે રાજા તમારા પર રાજ કરતો હોય તે પણ, તમારા ઈશ્વર યહોવાના અનુયાયી થશો, તો સારું;
15 પરંતુ જો તમે યહોવાની વાણી સાંભળશો નહિ, પણ યહોવાની આજ્ઞા વિરુદ્ધ બંડ કરશો, તો યહોવાનો હાથ જેમ તમારા પિતૃઓની વિરુદ્ધ હતો તેમ તમારી વિરુદ્ધ બંડ કરશો, તો યહોવાનો હાથ જેમ તમારા પિતૃઓની વિરુદ્ધ હતો તેમ તમારી વિરુદ્ધ થશે.
16 તો હવે ઊભા રહો, ને જે આશ્ચર્યકારક કૃત્ય યહોવા તમારી દષ્ટિ આગળ કરશે તે જુઓ.
17 આજે ઘઉંની કાપણી નથી શું? હું યહોવાને વિનંતી કરીશ કે તે ગુર્જના તથા વરસાદ મોકલે, જેથી તમે જાણો ને જુઓ કે પોતાને માટે રાજા માગીને તમે યહોવાની દષ્ટિમાં દુષ્ટતા કરી છે તે મોટી છે.”
18 પછી શમુએલે યહોવાને વિનંતી કરી, અને તે દિવસે યહોવએ ગર્જના તથા વરસાદ મોકલ્યાં. એથી સર્વ લોકો યહોવાથી તથા શમુએલથી બીધા.
19 અને બધા લોકોએ શમુએલને કહ્યું, તમારા સેવકોને માટે તમારા ઈશ્વર યહોવાને વિનંતી કરો કે અમે માર્યા જઈએ; કેમ કે અમારાં બધાં પાપમાં અમે ભૂંડાઈનો ઉમેરો કર્યો છે, કે અમે અમારે માટે રાજા માગ્યો.”
20 અને શમુએલે લોકોને કહ્યું, “બીહો નહિ; સર્વ ભૂંડું તમે કર્યું છે તો ખરું; તો પણ યહોવાને અનુસરવાથી આડઅવળા ફરી જતા, પણ તમારા પૂરા હ્રદયથી યહોવાની સેવા કરો.
21 તમે આડાઅવળા જશો નહિ, કેમ કે એમ કરવાથી તો નિરર્થક વસ્તુઓ કે જે નિરર્થક હોવાથી કંઈ ફાયદો કે બચાવ કરી શક્તી નથી તેઓનું અનુસરણ તમારાથી થાય.
22 કેમ કે યહોવા પોતાના મોટા નામની ખાતર પોતાના લોકને તજી દેશે નહિ, કારણ કે તમને પોતાના ખાસ લોક કરવા યહોવાને સારું લાગ્યું છે.
23 વળી મારા વિષે પૂછો તો, તમારે માટે પ્રાર્થના કરવાનું મૂકી દેવાનું પાપ યહોવાની વિરુદ્ધ હું કરું એમ થાઓ; પણ સારે તથા ખરે માર્ગે હું તમને કેળવીશ.
24 ફક્ત યહોવાની બીક રાખો, ને સત્યતાએ તમારા પૂરા હ્રદયથી તેમની સેવા કરો; કેમ કે તમારે માટે તેમણે કેટલાં મહાન કૃત્યો કર્યા છે તેનો વિચાર કરો.
25 પણ જો હજી તમે ભૂંડું કર્યા કરશો, તો તમે તથા તમારો રાજા બન્‍ને નાશ પામશો.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×