Bible Versions
Bible Books

Joshua 5 (GUV) Gujarati Old BSI Version

1 અને યર્દનને પેલે પાર પશ્ચિમમાં જે સર્વ અમોરીઓના રાજા, ને સમુદ્રની પાસેના જે સર્વ કનાનીઓના રાજા, તેઓએ સાંભળ્યું કે ઇઝરાયલી લોકો પાર ઊતરી ગયા ત્યાં સુધી યહોવાએ તેમની આગલ યર્દનનું પાણી સૂકવી નાખ્યું, ત્યારે એમ થયું કેમ ઇઝરાયલી લોકોને લીધે તેઓનાં ગાત્ર શિથિલ થઈ ગયાં, અને તેઓના હોશ ઊડી ગયા.
2 તે સમયે યહોવાએ યહોશુઆને કહ્યું, “ચકમકની છરીઓ બનાવ, ને બીજી વાર ઇઝરાયલ પ્રજાની સુન્‍નતર કર.”
3 અને યહોશુઆએ પથ્થરની છરીઓ બનાવીને અગ્રચર્મની ટેકરી પાસે ઇઝરાયલી લોકોની સુન્‍નત કરી.
4 અને યહોશુઆએ સુન્‍ન કરી તેનું કારણ હતું કે, મિસરમાંથી નીકળેલા સર્વ લોકોમાં જે પુરુષો હતા તેઓ, એટલે યુદ્ધ કરનારા સર્વ માણસો, મિસરમાંથી નીકળ્યા પછી રસ્તામાં અરણ્યમાં મરણ પામ્યા હતા.
5 કેમ કે જે સર્વ લોક નીકળ્યા તેઓની સુન્‍નત થઈ હતી. પણ મિસરમાંથી નીકળ્યા પછી જેઓ અરણ્યમાં જન્મ્યા, તે સર્વની સુન્‍નત થઈ નહોતી.
6 કેમ કે આખી પ્રજા, એટલે મિસરમાંથી નીકળેલા યુદ્ધ કરનારા માણસો મરી ગયા ત્યાં સુધી ઇઝરાયલીઓ ચાળીસ વર્ષ સુધી અરણ્યમાં ફરતા ફર્યા, કારણ કે તેઓએ યહોવાની વાણીને કાન ધર્યો નહિ. અને જે દૂધમધની રેલછેલવાળો દેશ આપણને આપવાની તેઓના પૂર્વજો આગળ યહોવાએ પ્રતિજ્ઞા લીધી હતી, તે દેશ તેઓને જોવા દેવો નહિ, એવી પ્રતિજ્ઞા યહોવાએ તેઓ વિષે લીધી હતી.
7 અને તેઓને સ્થાને તેઓના જે દીકરાઓને તેમણે ઊભા કર્યા હતા, તેઓની સુન્‍નત મુસાફરીમં થઈ નહોતી, માટે તેઓ બેસુન્‍નત હતા.
8 અને એમ થયું કે, સર્વ લોકોની સુન્‍નત થઈ રહ્યા પછી તેઓ સાજા થયા ત્યાં સુધી પોતપોતાને ઠેકાણે છાવણીમાં રહ્યા.
9 અને યહોવાએ યહોશુઆને કહ્યું, “આજે મેં તમારા ઉપરથી મિસરનો દોષ દૂર કર્યો છે. માટે જે જગાનું નામ ગિલ્ગાલ પાડવામાં આવ્યું, જેમ આજ સુધી છે તેમ.”
10 અને ઇઝરાયલી લોકોએ ગિલ્ગાલમાં છાવણી કરી. અએન તેઓએ તે મહિનાના ચૌદમાં દિવસની સાંજે યરીખોના મેદાનમાં પાસ્ખાપર્વ પાળ્યું
11 અને પાસ્ખાપર્વને બીજે દિવસે તેઓએ તે દેશનું આગલા વર્ષનું અનાજ ખાધું, એટલે તે દિવસે બેખમીર રોટલી તથા શેકેલું અનાજ ખાધું.
12 અને તેઓએ દેશનું જૂનું અનાજ ખાધા પછી બીજે દિવસે માન્‍ના પડતું બંધ થયું. અને ત્યાર પછી ઇઝરાયલી પ્રજાને માન્‍ના પડતું બંધ થયું. અને ત્યાર પછી ઇઝરાયલી પ્રજાને માન્‍ના મળ્યું નહિ. પણ તે વર્ષે તેઓએ કનાન દેશની પેદાશમાંથી ખાધું.
13 અને યહોશુઆ યરીખો પાસે ઊભો હતો ત્યારે એમ થયું કે, તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું, તો જુઓ, તેની સામે એક પુરુષ ઊભો રહેલો હતો, ને તેના હાથમાં તાણેલી તરવાર હતી. અને યહોશુઆએ તેની પાસે જઈને તેને પૂછ્યું, “તું અમારી બાજુનો છે કે, અમારા શત્રુઓની બાજુનો?”
14 ત્યારે તે બોલ્યો, “ના; પણ યહોવાઅના સૈન્યના સરદાર તરીકે હું આવેલો છું.” અને યહોશુઆ ભૂમિ પર ઊંધો પડ્યો, ને ભજન કરીને તેને કહ્યું, “મારો માલિક પોતાના દાસને શું કહે છે?”
15 અને યહોવાના સૈન્યના સરદારે યહોશુઆને કહ્યું, “તારા પગમાંથી ચંપલ કાઢ; કેમ કે જે સ્થળે તું ઊભો છે તે પવિત્ર છે.” અને યહોશુઆએ તેમ કર્યું.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×