Bible Versions
Bible Books

Psalms 3 (GUV) Gujarati Old BSI Version

1 પોતાના દીકરા આબ્શાલોમથી નાસી જતી વખતનું દાઉદનું ગીત. હે યહોવા મારા વૈરીઓ કેટલા બધા વધી ગયા છે! મારી સામે ઊઠનારા ઘણા છે.
2 મારા જીવ વિષે ઘણા કહે છે, “તેને ઈશ્વર તારશે નહિ.” (સેલાહ)
3 પણ હે યહોવા તમે મારી આસપાસ ઢાલરૂપ છો; તમે મારું ગૌરવ તથા મારું માથું ઊંચું કરનાર છો.
4 હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે. (સેલાહ)
5 હું સૂઈને ઊંઘી ગયો; હું જાગ્યો; કેમ કે યહોવા મારું રક્ષણ કરે છે.
6 જે હજારો લોકોએ મને ઘેરો ઘાલ્યો છે, તેઓથી હું બીશ નહિ.
7 યહોવા, ઊઠો, હે મારા ઈશ્વર, મારું તારણ કરો; કેમ કે તમે મારા સર્વ શત્રુઓનાં જડબાં પર પ્રહાર કર્યો છે; તમે દુષ્ટોના દાંત ભાગી નાંખ્યા છે.
8 યહોવાની પાસે તારણ છે; તમારા લોક પર તમારો આશીર્વાદ આવો. (સેલાહ)
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×