Bible Versions
Bible Books

Luke 22 (GUV) Gujarati Old BSI Version

1 હવે બેખમીર રોટલીનું પર્વ જે પાસ્ખા કહેવાય છે, તે પાસે આવ્યું.
2 તેમને શી રીતે મારી નાખવા, તેની તજવીજ મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ કરતા હતા; કેમ કે તેઓ લોકોથી બીતા હતા.
3 યહૂદા જે ઇશ્કરિયોત કહેવાતો હતો, જે બારમાંનો એક હતો, તેનામાં શેતાન પ્રવેશ્યો.
4 તેણે જઈને મુખ્ય યાજકો તથા સરદારોના હાથમાં તેમને શી રીતે સ્વાધીન કરવા, તે સંબંધી તેઓની સાથે મંત્રણા કરી.
5 તેથી તેઓએ ખુશ થઈને તેને પૈસા આપવાનું વચન આપ્યું.
6 તે તેણે કબૂલ કર્યું, અને લોકો હાજર હોય તેવે પ્રસંગે તેમને તેઓના હાથમાં સ્વાધીન કરવાની તક તે શોધી રહ્યો.
7 બેખમીર રોટલીનો દિવસ આવ્યો કે જેમાં પાસ્‍ખા યજ્ઞ કરવો જોઈએ.
8 તેમણે પિતરને તથા યોહાનને એમ કહીને મોકલ્યા, “તમે જઈને આપણે માટે પાસ્ખા તૈયાર કરો કે આપણે તે ખાઈએ.”
9 તેઓએ તેમને પૂછ્યું, “અમે ક્યાં તૈયાર કરીએ વિષે તમારી શી ઇચ્છા છે?”
10 તેમણે તેઓને કહ્યું, “શહેરમાં પેસતાં પાણીની ગાગર લઈને જતો એક પુરુષ તમને સામો મળશે. તે જે ઘરમાં જાય ત્યાં તેની પાછળ પાછળ જજો.
11 અને ઘરધણીને પૂછજો કે, ‘ઉપદેશક તમને કહે છે કે, મારા શિષ્યોની સાથે હું પાસ્ખા ખાઉં તે ઉતારાની ઓરડી ક્યાં છે?’
12 તે તમને સરસામાનસહિત એક મોટી મેડી દેખાડશે. ત્યાં તમે તૈયારી કરો.”
13 તેઓ ગયા, અને જેમ તેમણે તેઓને કહ્યું હતું તેમ તેઓને મળ્યું; અને તેઓએ પાસ્ખા તૈયાર કર્યું.
14 વખત થયો ત્યારે તે બેઠા, અને તેમની સાથે બાર પ્રેરિતો પણ બેઠા.
15 તેમણે તેઓને કહ્યું, મરણ સહ્યા પહેલાં પાસ્ખા તમારી સાથે ખાવાની મને ઘણી ઇચ્છા હતી.
16 કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરના રાજ્યમાં તે પૂરું નહિ થાય ત્યાં સુધી હું તે ફરી ખાવાનો નથી.”
17 તેમણે પ્યાલો લઈને સ્તુતિ કરીને કહ્યું, “આ લો, અને અંદરોઅંદર વહેંચો.
18 કેમ કે હું તમને કહું છું કે, ઈશ્વરનું રાજ્ય નહિ આવે ત્યાં સુધી હું હવે પછી દ્રાક્ષાનો રસ પીનાર નથી.:”
19 પછી તેમણે રોટલી લઈને સ્તુતિ કરીને ભાંગી, અને તેઓને આપીને કહ્યું, “આ મારું શરીર છે, તે તમારે માટે આપવામાં આવે છે. મારી યાદગીરીમાં કરો.”
20 તે પ્રમાણે વાળુ કર્યા પછી તેમણે પ્યાલો લઈને કહ્યું, “આ પ્યાલો તમારે માટે વહેવડાવેલા મારા લોહીમાંનો નવો કરાર છે.
21 પણ જુઓ, જે મને પરસ્વાધીન કરે છે તેનો હાથ મારી સાથે મેજ પર છે.
22 માણસનો દીકરો ઠરાવ્યા પ્રમાણે જાય છે ખરો, પણ જે તેને પરસ્વાધીન કરે છે તે માણસને અફસોસ છે!”
23 તેઓ અંદરોઅંદર પૂછપરછ કરવા લાગ્યા, “આપણામાંનો કોણ કામ કરવાનો હશે?”
24 “આપણામાં કોણ મોટો ગણાય છે.” તે સંબંધી પણ તેઓમાં વાદવિવાદ શરૂ થયો.
25 તેમણે તેઓને કહ્યું, “વિદેશીઓના રાજાઓ તેમના પર ધણીપણું કરે છે. અને જેઓ તેમના પર અધિકાર ચલાવે છે તેઓ ‘પરોપકારી’ કહેવાય છે.
26 પણ તમે એવા થાઓ. પણ તમારામાં જે મોટો હોય, તેણે નાના જેવા થવું; અને જે આગેવાન હોય, તેણે સેવા કરનારના જેવા થવું.
27 કેમ કે બેમાં ક્યો મોટો છે, જમવા બેસનાર કે સેવા કરનાર? શું જમવા બેસનાર મોટો નથી? પણ હું તમારામાં સેવા કરનારના જેવો છું.
28 મારાં પરીક્ષણોમાં મારી સાથે રહેનાર તમે છો.
29 જેમ મારા પિતાએ મને રાજ્ય ઠરાવી આપ્યું છે, તેમ હું તમને રાજ્ય ઠરાવી આપું છું.
30 કે, તમે મારા રાજ્યમાં મારી મેજ પર ખાઓ તથા પીઓ. અને તમે ઇઝરાયલનાં બારે કુળોનો ન્યાય કરતાં રાજ્યાસનો પર બેસશો.
31 સિમોન, સિમોન, જો શેતાને ઘઉંની જેમ ચાળવા માટે તમને કબજે લેવા માગ્યા,
32 પણ મેં તારે માટે વિનંતી કરી કે, તારો વિશ્વાસ ખૂટે નહિ. અને તું તારા ફર્યા પછી તારા ભાઈઓને સ્થિર કરજે.”
33 તેણે તેમને કહ્યું, “પ્રભુ, હું તમારી સાથે બંદીખાનામાં જવાને તથા મરવાને પણ તૈયાર છું.”
34 તેમણે તેને કહ્યું, “પિતર, હું તને કહું છું કે, આજે મરઘો બોલ્યા અગાઉ, ‘હું તેને ઓળખતો નથી.’ એમ કહીને તું ત્રણ વાર મારો નકાર કરશે.”
35 પછી તેમણે તેઓને પૂછ્યું, “જ્યારે થેલી તથા ઝોળી તથા જોડા વિના મેં તમને મોકલ્યા ત્યારે તમને કશાની ખોટ પડી?” તેઓએ કહ્યું, “કશાની નહીં.”
36 ત્યારે તેમણે તેઓને કહ્યું, “પણ હમણાં જેની પાસે થેલી હોય તે તે રાખે, અને ઝોળી પણ રાખે. અને જેની પાસે તરવાર હોય, તે પોતાનું વસ્‍ત્ર વેચીને તરવાર ખરીદી રાખે.
37 કેમ કે હું તમને કહું છું કે, ‘અપરાધીઓની સાથે તે ગણાયો, જે લખેલું છે તે મારામાં હજી પૂરું થવું જોઈએ, કારણ કે મારા વિષેની વાતો સાચી પડી છે.”
38 તેઓએ કહ્યું, “પ્રભુ, જો બે તરવાર રહી.” તેણે તેઓને કહ્યું, “એ બસ છે.”
39 બહાર નીકળીને તે પોતાની રીત પ્રમાણે જૈતૂન પહાડ પર ગયા. શિષ્યો પણ તેમની પાછળ પાછળ ગયા.
40 તે તે સ્થળે આવ્યા, ત્યારે તેમણે તેઓને કહ્યું, “પ્રાર્થના કરો કે તમે પરીક્ષણમાં પડો.”
41 આશરે પથ્થર ફેંકાય તેટલે છેટે તે તેઓથી દૂર ગયા; અને ઘૂંટણ ટેકવીને તેમણે પ્રાર્થના કરીને કહ્યું,
42 “હે પિતા, જો તમારી ઇચ્છા હોય, તો પ્યાલો મારાથી દૂર કરો:તો પણ મારી ઇચ્છા પ્રમાણે નહિ, પણ તમારી ઇચ્છા પ્રમાણે થાઓ.”
43 આકાશમાંથી એક દૂત તેમને બળ આપતો દેખાયો.
44 તેમણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી; અને તેમનો પરસેવો જમીન પર પડતાં લોહીનાં ટીપાં જેવો થયો.
45 પ્રાર્થના કરીને ઊઠ્યા પછી તે પોતાના શિષ્યો પાસે પાછા આવ્યા, ત્યારે તેમણે તેઓને શોકને લીધે ઊંઘેલા જોયા.
46 તેમણે તેઓને કહ્યું, “કેમ ઊંઘો છો? ઊઠીને પ્રાર્થના કરો કે, તમે પરીક્ષણમાં પડો.”
47 તે હજી બોલતા હતા એટલામાં તો ઘણા લોકો આવ્યા, અને યહૂદા કરીને બારમાંનો એક તેઓની આગળ ચાલતો હતો. તે ઈસુને ચુંબન કરવા માટે તેમની પાસે આવ્યો.
48 પણ ઈસુએ તેને પૂછ્યું, “યહૂદા, શું તું માણસના દીકરાને ચુંબન કરીને પરસ્વાધીન કરે છે?”
49 જેઓ તેમની આસપાસ હતા તેઓએ શું થવાનું છે તે જોઈને તેમને પૂછ્યું, “પ્રભુ, અમે તરવાર મારીએ શું?”
50 તેઓમાંના એકે મુખ્ય યાજકના ચાકરને ઝટકો મારીને તેનો જમણો કાન કાપી નાખ્યો.
51 પણ ઈસુએ ઉત્તર આપ્યો, “આટલેથી બસ.” તેમણે તેના કાનને સ્પર્શ કરીને તેને સારો કર્યો.
52 જે મુખ્ય યાજકો, મંદિરના સરદારો તથા વડીલો તેમની સામે આવ્યા હતા, તેઓને ઈસુએ કહ્યું, “જેમ તમે લૂંટારાની સામે આવતા હો તેમ તરવારો તથા સોટા લઈને આવ્યા છો શું?
53 હું રોજ તમારી સાથે મંદિરમાં હતો, ત્યારે તમે મારા પર હાથ નહોતા નાખ્યા! પણ તમારી ઘડી તથા અંધકારનું સામર્થ્ય છે.”
54 તેઓ તેમને પકડીને લઈ ગયા, અને મુખ્ય યાજકના ઘરમાં લાવ્યા. પણ પિતર છેટે રહીને તેમની પાછળ પાછળ‍‍ ચાલતો હતો.
55 ચોકની વચમાં અગ્નિ સળગાવીને તેઓ સાથે બેઠા હતા, ત્યારે પિતર તેઓની વચમાં બેઠો.
56 એક છોકરીએ તેને અગ્નિના પ્રકાશમાં બેઠેલો જોઈને તેની તરફ એકી નજરે જોઈ રહીને કહ્યું, “આ માણસ પણ તેની સાથે હતો.”
57 પણ તેણે ઈનકાર કરીને કહ્યું, “બાઈ, હું તેને ઓળખતો નથી.”
58 થોડી વાર પછી બીજાએ તેને જોઈને કહ્યું, “તું પણ તેઓમાંનો એક છે.” પણ પિતરે કહ્યું, “અરે, ભાઈ હું એમાંનો નથી.”
59 આશરે એક કલાક પછી વળી બીજાએ ખાતરીપૂર્વક કહ્યું, “ખરેખર માણસ પણ તેની સાથે હતો; કેમ કે તે ગાલીલનો છે.”
60 પણ પિતરે કહ્યું, “અરે ભાઈ, તું શું કહે છે તે હું જાણતો નથી.” તે બોલતો હતો એવામાં તરત મરઘો બોલ્યો.
61 પ્રભુએ ફરીને પિતરની સામું જોયું. તેમણે તેને કહ્યું હતું, “આજે મરઘો બોલ્યા અગાઉ તું ત્રણ વાર મારો નકાર કરશે, પ્રભુનું વચન પિતરને યાદ આવ્યું.
62 પછી તે બહાર જઈને બહુ રડયો.
63 જે માણસોના હવાલામાં ઈસુ હતા તેઓએ તેમની મશ્કરી કરીને તેમને માર માર્યો.
64 તેઓએ તેમની આંખોએ પાટો બાંધીને તેમને પૂછ્યું, “કહી બતાવ; તને કોણે માર્યો?”
65 તેઓએ તેમની નિંદા કરીને તેમની વિરુદ્ધ બીજું ઘણું કહ્યું.
66 દિવસ ઊગતાં લોકોના વડીલોની સભા, મુખ્ય યાજકો તથા શાસ્‍ત્રીઓ સાથે, ભેગી થઈ, તેમને પોતાની ન્યાયસભામાં લઈ જઈને તેઓએ કહ્યું,
67 “જો તું ખ્રિસ્ત હોય તો અમને કહે.” પણ તેમણે તેઓને કહ્યું, “જો હું તમને કહું તો તમે વિશ્વાસ કરવાના નથી.
68 અને જો હું પૂછીશ, તો તમે મને ઉત્તર આપવાના નથી.
69 પણ હવે પછી માણસનો દીકરો ઈશ્વરના પરાક્રમને જમણે હાથે બિરાજશે.”
70 બધાએ કહ્યું, “તો શું, તું ઈશ્વરનો દીકરો છે?” તેમણે તેઓને કહ્યું, “તમે કહો છો કે હું તે છું.”
71 તેઓએ કહ્યું, “હવે આપણને બીજા પુરાવાની શી અગત્ય છે? કેમ કે આપણે પોતે તેના મોંથી સાંભળ્યું છે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×