Bible Versions
Bible Books

Psalms 56 (GUV) Gujarati Old BSI Version

1 મુખ્ય ગવૈયાને માટે; રાગ યોનાથ-એલેમ રહોકીમ. દાઉદનું મિખ્તામ. ગાથમાં પલિસ્તીઓએ તેને પકડયો તે વખતનું. હે ઈશ્વર, તમે મારા પર દયા કરો; કેમ કે માણસ તો મને ગળી જાય; તે આખો દિવસ લડીને મારા પર જુલમ કરે છે.
2 મારા શત્રુઓ તો આખો દિવસ મને ગળી જાય છે, કેમ કે જેઓ મારી સામે અહંકારથી લડે છે તેઓ ઘણા છે.
3 જ્યારે મને બીક લાગશે ત્યારે હું તમારા પર ભરોસો રાખીશ.
4 હું ઈશ્વર ની મદદ થી તેમના વચનની પ્રશંસા કરીશ; ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, તેથી હું બીવાનો નથી. મનુષ્યમાત્ર મને શું કરનાર છે?
5 તેઓ આખો દિવસ મારા શબ્દોનો અનર્થ કરે છે, મારું ભૂંડું કરવા માટે તેઓના સર્વ વિચારો છે.
6 તેઓ એકત્ર થાય છે, તેઓ સંતાઈ રહે છે, તેઓ મારાં પગલાં પકડે છે, કેમ કે તેઓ મારો પ્રાણ લેવાની રાહ જુએ છે.
7 શું તેઓ અન્યાય કરીને બચી જશે? હે ઈશ્વર, તમે કોપ કરીને તેને પાડી નાખો.
8 તમે મારી રખડામણો ગણો છો; મારાં આંસુઓ તમારી કુપ્પીમાં રાખો; શું તેઓ તમારા પુસ્તકમાં નોંધેલાં નથી?
9 જે સમયે હું વિનંતી કરું, તે સમયે મારા શત્રુઓ પાછા ફરશે; હું જાણું છું કે ઈશ્વર મારા પક્ષમાં છે.
10 ઈશ્વર ની મદદ થી હું તેમના વચનની સ્તુતિ કરીશ; યહોવા ની મદદ થી હું તેમના વચનની સ્તુતિ કરીશ.
11 ઈશ્વર પર મેં ભરોસો રાખ્યો છે, હું બીવાનો નથી. માણસ મને શું કરનાર છે?
12 હે ઈશ્વર, મેં તમારી માનતાઓ લીધી છે; હું તમને સ્તુત્યાર્પણો ચઢાવીશ.
13 હું ઈશ્વરની સમક્ષ જીવનના અજવાળામાં ચાલું, તેથી તમે મારા આત્માને મરણથી બચાવ્યો છે; શું, મારા પગને તમે લથડતાં બચાવ્યા નથી?
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×