Bible Versions
Bible Books

1 Kings 8 (GUV) Gujarati Old BSI Version

1 પછી સુલેમાને ઇઝરાયલના વડીલોને તથા કુળોના સર્વ મુખ્ય માણસોને એટલે ઇઝરાયલી લોકોના પિતૃઓનાં કુટુંબો ના આગેવાનોને, યરુશાલેમમાં સુલેમાન રાજા પાસે એકત્ર કર્યાં કે, તેઓ દાઉદના સિયોન નગરમાંથી યહોવાનો કરારકોશ લઈ આવે.
2 એથાનિમ માસ, એટલે સાતમા માસમાં, ઇઝરાયલના સર્વ માણસો પર્વને વખતે સુલેમાન રાજા પાસે એકત્ર થયા.
3 ઇઝરાયલના સર્વ વડીલો આવ્યા, ને યાજકોએ કોશ ઉપાડ્યો.
4 તેઓ યહોવાનો કોશ, મુલાકાતમંડપ તથા તંબુમાંનાં બધાં પવિત્ર પાત્રો લઈ આવ્યા; એટલે યાજકો તથા લેવીઓ તે લઈ આવ્યા.
5 સુલેમાન રાજા તથા તેના પાસે ભેગી થયેલી ઇઝરાયલની સમગ્ર પ્રજા ગણાય નહિ તેટલાં અસંખ્ય ઘેટાં તથા બળદોનું બલિદાન આપતી તેની સાથે કોશની આગળ ઊભી રહી હતી.
6 યાજકો યહોવાના કરારકોશને તેની જગાએ, એટલે ઘરના ઈશ્વરવાણીસ્થાનમાં, પરમપવિત્રસ્થાનમાં, કરુબોની પાંખો નીચે લાવ્યા.
7 કેમ કે કરુબોએ કોશની જગા પર પોતાની પાંખો ફેલાવી હતી, ને કોશ પર તથા તેના દાંડા પર કરુબોએ આચ્છાદાન કરેલું હતું.
8 દાંડા એટલા લાંબા હતા કે, દાંડાના છેડા ઈશ્વરનીવાણીસ્થાનની આગળના પવિત્રસ્થાનમાંથી દેખાતા હતા; પણ તે બહાર દેખાતા નહોતા; અને આજ સુધી તે ત્યાં છે.
9 ઇઝરાયલી લોકો મિસર દેશમાંથી નીકળ્યા તે વખતે યહોવાએ તેઓ સાથે કરાર કર્યો ત્યારે હોરેબમાં મૂસાએ જે બે પથ્થરપાટી કોશમાં મૂકી હતી, તે સિવાય તેમાં બીજું કંઈ નહોતું.
10 યાજકો પવિત્રસ્થાનમાંથી નીકળ્યા ત્યારે એમ થયું કે મેઘથી યહોવાનું મંદિર એવું ભરાઈ ગયું કે,
11 મેઘના કારણથી યાજકો સેવા કરવા ઊભા રહી શકયા નહિ; કેમ કે યહોવાના ગૌરવે યહોવાનું મંદિર ભરી દીધું હતું.
12 ત્યારે સુલેમાને કહ્યું, “યહોવાએ કહ્યું છે. “હું ઘાડ અંધકારમાં રહીશ.”
13 મેં તમારે માટે રહેવાનું મંદિર, સર્વકાળ માટે તમારે રહેવાનું સ્થાન, નક્કી બાંધ્યું છે.”
14 પછી રાજાએ પોતાનું મુખ ફેરવીને ઇઝરાયલની સમગ્ર પ્રજાને આશીર્વાદ આપ્યો. અને ઇઝરાયલની આખી સભા ઊભી રહી હતી.
15 તેણે કહ્યું, “ઈઝરાયલના ઈશ્વર યહોવાને ધન્ય હો કે જે પોતાના મુખે મારા પિતા દાઉદ સાથે બોલ્યા, ને જેમણે તે પોતાના હાથે પૂરું કર્યું છે.
16 એટલે ‘મેં મારા ઇઝરાયલી લોકને મિસરમાંથી કાઢ્યા, તે દિવસથી લઈને ઇઝરાયલના સર્વ કુળોમાંથી મેં કોઈ નગર મારું નામ રાખવા માટે મંદિર બાંધવા પસંદ કર્યું નહોતું; પણ મેં મારા લોક ઇઝરાયલનો અધિકારી થવા દાઉદને પસંદ કર્યો.’
17 હવે ઇઝરાયલના ઈશ્વર યહોવાના નામને અર્થે મંદિર બાંધવું એવું મારા પિતા દાઉદના હ્રદયમાં હતું,
18 પણ યહોવાએ મારા પિતા દાઉદને કહ્યું, ’મારા નામને અર્થે મંદિર બાંધવું તારા હ્રદયમાં હતું, અને તારા હ્રદયમાં હતું તેં સારું કર્યું;
19 પણ તું તે મંદિર બાંધીશ નહિ; પણ તારી કમરમાંથી નીકળનાર તારો દીકરો મારા નામને અર્થે મંદિર બાંધશે.’
20 અને યહોવાએ પોતાનું બોલેલું વચન સ્થાપિત કર્યું છે; કેમ કે હું મારા પિતા દાઉદને સ્થાને ઊભો થયો છું, ને યહોવાએ આપેલા વચન પ્રમાણે ઇઝરાયલના રાજ્યાસન પર બેઠો છું ને ઇઝરાયલના ઈશ્વર યહોવાના નામને અર્થે મેં મંદિર બાંધ્યું છે.
21 અને ત્યાં મેં કોશને માટે જગા ઠરાવી છે કે, જે કોશ માં યહોવાનો કરાર છે, જે કરાર તેમણે આપણા પિતૃઓની સાથે તેમને મિસર દેશમાંથી કાઢી લાવતા સમયે કર્યો હતો.”
22 સુલેમાન યહોવાની વેદી સમક્ષ ઇઝરાયલની સમગ્ર પ્રજા આગળ ઊભો રહ્યો, ને પોતાના હાથ આકાશ તરફ પ્રસારીને
23 તેણે કહ્યં, “હે ઇઝરાયલના ઈશ્વર યહોવા ઉપર આકાશમાં કે નીચે પૃથ્વી પર તમારા જેવો કોઈ ઈશ્વર નથી; એટલે તમારા જે સેવકો પોતાના સંપૂર્ણ હ્રદયથી તમારી આગળ ચાલે છે તેઓની સાથે તમે કરાર કરો છો તથા તેઓ પર દયા રાખો છો.
24 તમે તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન આપ્યું હતું, તે તમે તેમની પ્રત્યે પાળ્યું છે. હા, તમે પોતાને મુખે બોલ્યા, ને તે તમે પોતાને હાથે પૂરું કર્યું છે, જેમ આજે છે તેમ.
25 માટે હવે હે ઇઝરાયલના ઈશ્વર યહોવા, તમારા સેવક મારા પિતા દાઉદને જે વચન તમે આપ્યું છે, તે તેમની પ્રત્યે પાળો; એટલે ‘મારી સમક્ષ તમને ઇઝરાયલના રજ્યાસન પર બેસનાર માણસની ખોટ પડશે નહિ; જો, જેમ તું મારી સમક્ષ ચાલ્યો, તેમ મારી સમક્ષ ચાલવા તારાં છોકરાં કેવળ પોતાના માર્ગ વિષે સાવચેત રહે તો.’
26 માટે હવે, હે ઇઝરાયલના ઈશ્વર, તમારા સેવક મારા પિતા દાઉદને આપેલું તમારું વચન કૃપા કરીને સાચું પાડો.
27 પણ શું ઇશ્વર ખરેખર પૃથ્વી પર વસશે? આકાશ તથા આકાશોનું આકાશ તમારો સમાવેશ કરી શકતું નથી; તો મારું બાંધેલું મંદિર તમારો સમાવેશ કરે કેટલું બધું અશક્ય છે.!
28 તોપણ, હે મારા ઈશ્વર યહોવા, તમારા સેવકની પ્રર્થના પર તથા તેની વિનંતી પર લક્ષ આપીને, આજે તમારો સેવક જે આજીજી તથા પ્રાર્થના તમારી આગળ કરે છે, તે તમે સાંભળો:કે
29 મંદિર પર, એટલે જે જગા વિષે તમે કહ્યું છે કે ‘ત્યાં મારું નામ રહેશે, તે પર તમારી આંખ રાત દિવસ ઉઘાડી રહે કે, તમારો સેવક સ્થાન તરફ મુખ ફેરવીને જે પ્રાર્થના કરે, તે તમે સાંભળો.
30 જ્યારે તમારો સેવક તથા તમારા ઇઝરાયલી લોક સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ત્યારે તમે તેઓની યાચના સાંભળજો; હા, તમારા રહેઠાણ આકાશમાં તમે સાંભળજો, અને સાંભળીને ક્ષમા કરજો.
31 જો કોઈ માણસ પોતાના પડોશી વિરુદ્ધ પાપ કરે, ને તેને સમ ખવડાવવા માટે તેને સોગંદ આપવામાં આવે, ને તે આવીને મંદિરમાં તમારી વેદીની સમક્ષ સોગન ખાય.
32 તો તમે આકાશમાં સાંભળજો, ને તે પ્રમાણે કરજો, ને તમારા સેવકોનો ન્યાય કરીને દુષ્ટને દોષિત ઠરાવી તેનો માર્ગ તેને પોતાને માથે લાવજો. અને ન્યાયીને ન્યાયી ઠરાવી તેના ન્યાયપ્રમાણે તેને આપજો.
33 જ્યારે તમારા ઇઝરાયલી લોક તમારી વિરુદ્ધ પાપ કર્યાને લીધે શત્રુના હાથે માર્યા જાય, પણ જો તેઓ તમારી તરફ પાછા ફરે, તમારું નામ કબૂલ કરે, ને મંદિરમાં તમારી આગળ પ્રાર્થના તથા યાચના કરે;
34 તો તે તમે આકાશમાં સાંભળીને તમારા લોક ઇઝરાયલના પાપની ક્ષમા કરજો, ને જે દેશ તમે તેઓના પિતૃઓને આપ્યો તેમાં તેઓને પાછા લાવજો.
35 તેઓએ તમારી વિરુદ્ધ કરેલા પાપને લીધે જ્યારે આકાશ બંધ થઈ જાય, ને વરસાદ આવે, ત્યારે જો તેઓ સ્થાન તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે, ને તમારું નામ કબૂલ કરે, ને તેઓ પર તમે વિપત્તિ મોકલી તેથી તેઓ પોતાના પાપથી ફરે,
36 તો તે તમે આકાશમાં સાંભળીને તમારા સેવકોના તથા તમારા લોક ઇઝરાયલના પાપની ક્ષમા કરજો, કેમ કે જે સુમાર્ગે તેઓએ ચાલવું જોઈએ તે તમે તેઓને શીખવો છો; અને તમારો જે દેશ તમે તમારા લોકને વારસા તરીકે આપ્યો છે, તેમાં વરસાદ મોકલજો.
37 જો દેશમાં દુકાળ હોય, જો મરકી હોય, જો લૂ, મસી, તીડ કે કાતરા પડે, જો તેઓના શત્રુ તેઓના દેશમાં પોતાનાં નગરોમાં તેઓને ઘેરી લે; ગમે તે મરકી કે, ગમે તે રોગ હોય;
38 અને જો કોઈ માણસ કે તમારા બધા ઇઝરાયલી લોક પોતપોતાના હ્રદયનો રોગ જાણીને જે કંઈ પ્રાર્થના કે યાચના કરે, ને પોતાના હાથ મંદિર તરફ પ્રસારે;
39 તો તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળી ક્ષમા આપીને તે પ્રમાણે કરજો. અને દરેક માણસનું હ્રદય તમે જાણો છો માટે તેને તેના સર્વ માર્ગો પ્રમાણે ફળ આપજો; (કેમ કે તમે, ફક્ત તમે જ, સર્વ મનુષ્યપુત્રોનાં હ્રદયો જાણો છો;)
40 કે જે દેશ તમે અમારા પિતૃઓને આપ્યો‌ છે તેમાં તેઓ જીવે તે બધા દિવસોમાં તેઓ તમારી બીક રાખે.
41 વળી પરદેશીઓ કે જે તમારા ઇઝરાયલ લોકમાંના નથી તે જ્યારે તમારા નામની ખાતર દૂર દેશથી આવે;
42 (કેમ કે તેઓ તમારા મોટા નામ વિષે, તમારા પરાક્રમી હાથ વિષે, તથા તમરા લંબાવેલા બાહુ વિષે સાંભળશે) અને તે આવીને મંદિર તરફ મુખ ફેરવીને પ્રાર્થના કરે;
43 ત્યારે તમે તમારા રહેઠાણ આકાશમાં તે સાંભળીને જે સર્વ બાબત વિષે તે પરદેશી તમારી પ્રાર્થના કરે, તે પ્રમાણે તમે કરજો, કે જેથી પૃથ્વીના સર્વ લોક તમારું નામ જાણે, ને તમારા ઇઝરાયલી લોકોની જેમ તેઓ તમારી બીક રાખે, ને તેઓ જાણે કે મારું બાંધેલું મંદિર તમારા નામથી ઓળખાય છે.
44 જે કોઈ રસ્તે તમે તમારા લોકને મોકલો તે રસ્તે થઈને જો તેઓ પોતાના શત્રુની સામે યુદ્ધ કરવા જાય, ને જે નગર તમે પસંદ કર્યું છે તેની તરફ તથા જે મંદિર મેં તમારા નામને અર્થે બાંધ્યું છે તેની તરફ મુખ ફેરવીને જો તેઓ યહોવાની પ્રાર્થના કરે;
45 તો આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના તમે સાંભળજો, ને તેમના પક્ષની હિમાયત કરજો.
46 જો તેઓ તમારી વિરુદ્ધ પાપ કરે, (કેમ કે પાપ કરે એવું માણસ કોઈ નથી, ) ને તમે તેઓ પર કોપાયમાન થઈને તેમને શત્રુના હાથમાં એવી રીતે સોંપો કે તેઓ તેમને બંદીવાન કરીને દૂરના કે નજીકના શત્રુના દેશમાં લઈ જાય;
47 તોપણ જે દેશમાં તેઓને બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યા હોય, ત્યાં જો તેઓ વિચાર કરીને ફરે ને પોતાને બંદીવાન કરીને લઈ જનારના દેશમાં તેઓ તમારી આગળ યાચના કરીને કહે, ‘અમે પાપ કર્યું છે, અમે સ્વચ્છંદી રીતે વર્ત્યા છીએ અને અમે ભૂંડું કર્યું છે;’
48 વળી તેઓને બંદીવાન કરીને લઈ જનાર તેઓના શત્રુઓના દેશમાં જો તેઓ પોતાના સંપૂર્ણ હ્રદયથી તથા પોતાના સંપૂર્ણ જીવથી તમારી તરફ પાછા ફરે, અને તેઓનો જે દેશ તેઓના પિતૃઓને તમે આપ્યો, વળી જે નગર તમે પસંદ કર્યું છે, તથા જે મંદિર તમારા નામને અર્થે મેં બાંધ્યું છે, તેમની તરફ મુખ ફેરવીને તમારી પ્રાર્થના કરે;
49 તો તમારા રહેઠાણ આકાશમાં તેઓની પ્રાર્થના તથા તેઓની યાચના તમે સાંભળજો, ને તેમના પક્ષની હિમાયત કરજો;
50 અને તમારી વિરુદ્ધ તમારા જે લોકે પાપ કરેલું તેમને, તથા તમારી વિરુદ્ધ તેઓએ જે ઉલ્લંઘન કરેલાં તે સર્વની ક્ષમા આપજો; અને તેઓને બંદીવાન કરીને લઈ જનારાના મનમાં તેઓ પ્રત્યે દયા ઉપજાવજો કે તેઓ તેમના પર દયા રાખે;
51 કેમ કે તેઓ તમારા લોક તથા તમારો વારસો છે, જેને તમે મિસરમાંથી લોઢાની ભટ્ટી મધ્યેથી કાઢી લાવ્યા; કે,
52 તમારા સેવકની યાચના પર તથા તમારા ઈઝરાયલ લોકની યાચના પર તમારી આંખો ઉઘાડી રહે, કે જ્યારે જ્યારે તેઓ તમારી વિનંતી કરે ત્યારે ત્યારે તમે તેઓનું સાંભળો.
53 કેમ કે, હે ઈશ્વર યહોવા, તમે અમારા પિતૃઓને મિસરમાંથી કાઢી લાવતા સમયે તમારા સેવક મૂસાની હસ્તક બોલ્યા હતા, તે પ્રમાણે તમે તેઓને તમારો વારસો થવા માટે પૃથ્વીના સર્વ લોકોથી જુદા કર્યા છે.”
54 યહોવાની વેદીની સમક્ષ ઘૂંટણે પડીને તથા આકાશ તરફ હાથ લંબાવીને સુલેમાન બધી પ્રાર્થના અને યાચના પૂરી કરી રહ્યો પછી તે ત્યાંથી ઉઠ્યો.
55 તેણે ઊભા થઈને મોટે અવાજે ઇઝરાયલની આખી સભાને આશીર્વાદ આપ્યો,
56 અને કહ્યું, “યહોવાને ધન્ય હોજો, જેમણે પોતાનાં આપેલાં સર્વ વચનો પ્રમાણે પોતાના ઇઝરાયલી લોકને આરામ આપ્યો છે, જે સર્વ સારાં વચનો તેમણે પોતાના સેવક મૂસાની મારફતે આપ્યાં હતાં તેમાંનો એક પણ શબ્દ વ્યર્થ ગયો નથી.
57 જેમ આપણા ઈશ્વર યહોવા આપણા પિતૃઓ સાથે હતા, તેમ તે આપણી સાથે રહો; તે આપણને છોડી દો, ને આપણને તજો;
58 કે તેમના સર્વ માર્ગોમાં ચાલવા માટે, અને તેમની આજ્ઞાઓ, તેમના વિધિઓ, તથા તેમના નિયમો જે તેમણે આપણા પિતૃઓને ફરમાવ્યાં હતાં તે પાળવા માટે તે આપણાં હ્રદયોને પોતાની તરફ ફરવે.
59 મારા શબ્દો જે વડે મેં યહોવા આગળ યાચના કરી છે, તે રાતદિવસ આપણા ઈશ્વર યહોવાની હજૂરમાં રહો કે, દરરોજની અગત્ય પ્રમાણે, પોતાના સેવકના પક્ષની તથા પોતાના ઇઝરાયલ લોકોના પક્ષની હિમાયત કરે;
60 કે જેથી પૃથ્વીની સર્વ પ્રજાઓ જાણે કે યહોવા ઈશ્વર છે, બીજો કોઈ નથી.
61 માટે આપણા ઈશ્વર યહોવાના વિધિઓ પ્રમાણે ચાલવા તથા તેમની આજ્ઞાઓ પાળવા તમારાં હ્રદયો તેમની પ્રત્યે આજની માફક સંપૂર્ણ રહો,
62 પછી રાજાએ તથા તેની સાથે સર્વ ઇઝરાયલે યહોવાને બલિદાન આપ્યાં.
63 અને શાંત્યર્પણોનો જે યજ્ઞ સુલમાને યહોવાને ચઢાવ્યો તે બાવીસ હજાર ગોધા તથા એક લાખ વીસ હજાર ઘેટાંનો હતો. પ્રમાણે રાજાએ તથા સર્વ ઇઝરાયલી લોકોએ યહોવાના મંદિરની પ્રતિષ્ઠા કરી.
64 તે દિવસે રાજાએ યહોવાના ઘરની આગળના ચોકના મધ્ય ભાગને પાવન કર્યો, કેમ કે ત્યાં તેણે દહનીયાર્પણ, ખાદ્યાર્પણ, તથા શાંત્યર્પણોનો મેદ, ચઢાવ્યાં, કારણ કે યહોવાની સમક્ષ જે પિત્તળની વેદી હતી, તે એટલી મોટી હતી કે તે પર દહનીયાર્પણ, ખાદ્યાર્પણ તથા શાંત્યર્પણોનો મેદ, સમાઈ શકે.
65 પ્રમાણે તે સમયે આપણા ઈશ્વર યહોવાની આગળ સાત દિવસ ને સાત દિવસ એટલે ચૌદ દિવસ સુધી સુલેમાને તથા તેની સાથે સર્વ ઇઝરાયલે, એટલે હમાથના નાકાથી તે મિસરના વહેળા સુધી ના લોકો ની મોટી સભાએ, ઉત્સવ કર્યો.
66 આઠમે દીવસે તેણે લોકોને વિદાય કર્યા, ને તેઓએ રાજાને આશીર્વાદ આપ્યો, ને જે સર્વ ભલાઈ યહોવાએ પોતાના સેવક દાઉદને તથા પોતાના ઇઝરાયલી લોકને દર્શાવી હતી તેને લીધે મનમાં હરખાતા તથા આનંદ કરતા તેઓ પોતપોતાના ઘેર ગયા.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×