Bible Versions
Bible Books

Leviticus 20 (GUV) Gujarati Old BSI Version

1 અને યહોવાએ મૂસાને કહ્યું,
2 “વળી તું ઇઝરાયલી લોકોને કહે કે, જો કોઈ ઇઝરાયલી અથવા ઇઝરાયલ મધ્યે પ્રવાસ કરતા પરદેશીઓમાંનો જે કોઈ પોતાનાં સંતાનમાંથી માલેખને અર્પે તે જરૂર માર્યો જાય; દેશના લોકો તેને પથ્થરે મારે.
3 હું પણ મારું મુખ તે માણસની વિરુદ્ધ રાખીશ, ને તેને તેના લોકો મધ્યેથી નષ્ટ કરીશ; કારણ કે તેણે પોતાનાં સંતાનમાંથી મોલેખને અર્પીને મારા પવિત્ર નામને કલંક લગાડયું છે.
4 અને જ્યારે તે પોતાનં સંતાન મોલેખને આપે, ત્યારે જો લોકો કોઈ પણ રીતે દરગુજર કરીને તેને મારી નહિ નાખે,
5 તો હું મારું મુખ તેની વિરુદ્ધ તથા તેના કુટુંબની વિરુદ્ધ રાખીશ, ને તેને તથા જેઓ પોતાના લોકો મધ્યેથી તેની પાછળ વંઠી જઈને જાણે કે માલેખની સાથે વ્યભિચાર કરે છે તેઓને હું નષ્ટ કરીશ.
6 અને જે જન ભૂતવૈદોની તરફ તથા જાદુગરોની તરફ ફરીને તેમની પાછળ વંઠી જાય, તે જનની વિરુદ્ધ હું મારું મુખ રાખીશ, ને તેને તેના લોકો મધ્યેથી નષ્ટ કરીશ.
7 માટે તમે પોતાને શુદ્ધ કરો, ને તમે પવિત્ર થાઓ; કેમ કે હું યહોવા તમારો ઈશ્વર છું.
8 અને તમે મારા વિધિઓ પાળો, ને તેમને અમલમાં લાવો; તમને પવિત્ર કરનાર યહોવા હું છું.
9 કેમ કે પોતાના પિતાને કે પોતાની માને શાપ દેનાર પ્રત્યેક માણસ નકકી માર્યો જાય; તેણે પોતાના પિતાને કે પોતાની માને શાપ દીધો છે; તેનું લોહી તેને માથે.
10 અને જે પુરુષ બીજા પુરુષની સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરે, એટલે પોતાના પડોશીની પત્ની સાથે વ્યભિચાર કરે, તે વ્યભિચારી તથા વ્યભિચારિણી બન્‍ને નકકી માર્યા જાય.
11 અને જે પુરુષ પોતાના પિતાની સ્‍ત્રીની સાથે વ્યભિચાર કરે, તેણે પોતાના પિતાની આબરૂ લીધી છે, તેઓ બન્‍ને નક્કી માર્યા જાય; તેમનું લોહી તેમને માથે.
12 અને જો કોઈ પુરુષ પોતાની પુત્રવધુની સાથે વ્યભિચાર કરે, તો તે બન્‍ને નક્કી માર્યા જાય; તેઓએ અસ્વાભાવિક કૃત્ય કર્યું છે; તેમનું લોહી તેમને માથે.
13 અને જો કોઈ પુરુષ સ્‍ત્રીની પેઠે પુરુષની સાથે વિષયભોગ કરે, તો તે બન્‍નેએ અમંગળ કૃત્ય કર્યું છે; તેઓ અવશ્ય માર્યા જાય; તેમનું લોહી તેમને માથે.
14 અને જો કોઈ પુરુષ કોઈ સ્‍ત્રીને તથા તેની માને પરણે, તો દુષ્ટતા છે. તે પુરુષને તથા તે સ્‍ત્રીઓને અગ્નિમાં બાળી નાખવાં; માટે કે તમારી મધ્યે કંઈ પણ દુષ્ટતા રહે નહિ.
15 અને જો કોઈ પુરુષ કોઈ પશુની જોડે વિષયભોગ કરે, તો તે નક્કી માર્યો જાય, અને તમારે તે પશુને પણ મારી નાખવું.
16 અને જો કોઈ પશુની પાસે જઈને તેની આગળ સૂએ, તો તે સ્‍ત્રીને તથા તે પશુને તારે મારી નાખવાં; તેઓ નક્કી માર્યા જાય; તેઓનું લોહી તેઓને માથે.
17 અને જો કોઈ પુરુષ પોતાની બહેનને, એટલે પોતાના પિતાની દીકરીને કે પોતાની માની દીકરીને રાખે, ને તેની લજ્જા જુએ, ને પેલી પેલાની લજ્જા જુએ, તો તે લજ્જાકારક કૃત્ય છે; અને તેઓ પોતાના લોકોનાં સંતાનોના દેખતાં નાશ પામે; તેણે પોતાની બહેનની આબરૂ લીધી છે; તેનો અન્યાય તેને માથે.
18 અને જો કોઈ માણસ રજસ્વલા સ્‍ત્રીની સાથે સંયોગ કરીને તેની લાજ લે, તો તેણે તેનો રક્તકૂપ ઉઘાડો કર્યો છે, ને તેણે પોતાનો રક્તકૂપ ઉઘાડો મૂક્યો છે; અને તે બન્‍ને પોતાના લોકો મધ્યેથી અલગ કરાય.
19 અને તું તારી માસીની તેમ તારી ફોઈની આબરૂ લે; કેમ કે તો તારી ફોઈની આબરૂ લે; કેમ કે તો તારી પોતાની નજીકની સગીની આબરૂ લીધી કહેવાય; તેમનો અન્યાય તેમને માથે.
20 અને જો કોઈ પુરુષ પોતાની કાકીની સાથે વ્યભિચાર કરે, તો તેણે પોતાના કાકાની લાજ લીધી કહેવાય; તેઓનું પાપ તેઓને માથે. તેઓ નિ:સંતાન મરશે.
21 અને જો કોઈ પુરુષ પોતાની ભાભીને રાખે, તો ભ્રષ્ટાચાર છે, તેણે પોતાના ભાઈની લાજ લીધી છે; તેઓ નિ:સંતાન રહેશે.
22 માટે તમે મારા સર્વ વિધિઓ તથા મારા સર્વ હુકમો પાળો, ને તેઓને અમલમાં લાવો; રખેને જ્યાં હું તમને વસવા લઈ જાઉં છું, તે દેશ તમને ઓકી કાઢે.
23 અને જે દેશજાતિને હું તમારી આગળથી હાંકી કાઢું છું, તેના રિવાજો પ્રમાણે તમારે ચાલવું; કેમ કે તેઓ સર્વ કૃત્યો કરતા હતા, ને તે માટે હું તેમનાથી કંટાળ્યો.
24 પણ મેં તમને કહ્યું છે કે, તમે તેઓના દેશનું વતન પામશો, ને હું તમને તે દૂધમધની રેલછેલવાળો દેશ આપીને તેનું વતન આપીશ, તમને વિદેશીઓથી અગલ કરનાર તમારો ઈશ્વર યહોવા હું છું.
25 માટે તમે શુદ્ધ તથા અશુદ્ધ પશુઓની વચ્ચે, ને અશુદ્ધ તથા શુદ્ધ પક્ષીઓની વચ્ચે ભેદ રાખો. અને જે પશુ કે પક્ષી અથવા જેનાથી ભૂમિ ભરપૂર છે એવાંમાંનું કોઈ પણ પ્રાણી, કે જેમને મેં અશુદ્ધ ઠરાવીને તમારાથી અલગ કર્યા છે, તે વડે તમે તમારા આત્માઓને અમંગળ કરો.
26 અને તમે પવિત્ર લોક થાઓ; કેમ કે હું યહોવા પવિત્ર છું ને મેં તમને વિદેશીઓથી અગલ કર્યા છે, માટે તમે મારા થાઓ.
27 વળી જે પુરુષ અથવા સ્‍ત્રી ભૂતવૈદ હોય કે જાદુગર હોય, તેઓ નક્કી માર્યા જાય, તેઓને પથ્થરે મારવાં; તેમનું લોહી તેમને માથે.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×