Bible Versions
Bible Books

Jeremiah 4 (GUV) Gujarati Old BSI Version

1 યહોવા કહે છે, “હે ઇઝરાયલ, જો તું ફરે તો મારી તરફ ફર; અને જો તું તારી ધિક્કારપાત્ર વસ્તુઓ મારી નજર આગળથી દૂર કરીશ, અને ડગી જઈશ નહિ,
2 અને જો તું સત્યથી, ન્યાયથી તથા નીતિથી, યહોવા જીવે છે એવા સમ ખાઈશ; તો સર્વ પ્રજાઓ મારામાં પોતાને આશીર્વાદિત ગણશે, તથા મારામાં અભિમાન કરશે.”
3 કેમ કે યહૂદિયાના માનસોને તથા યરુશાલેમને યહોવા કહે છે, “તમારી પડતર જમીન ખેડો, ને કાંટામાં વાવો.
4 હે યહૂદિયાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, યહોવાને માટે તમે પોતાની સુન્નત કરો, ને પોતાના હ્રદયથી સુન્નત કરો નહિ તો તમારી કરણીઓની ભૂંડાઈને લીધે, મારો કોપ અગ્નિની જેમ પ્રગટે, ને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.
5 પ્રમાણે યહૂદિયામાં પ્રગટ કરો, ને યરુશાલેમમાં કહી સંભળાવો; દેશમાં રણશિંગડું વગાડો; અને પોકારીને કહો કે, આપણે એકત્ર થઈને કિલ્લાબંધ નગરોમાં જઈએ.
6 સિયોનની તરફ ધ્વજા ઊભી કરો; જીવ લઈને નાસો ને વિલંબ કરો; કેમ કે હું ઉત્તર તરફથી વિપત્તિ તથા મોટો નાશ લાવીશ.
7 સિંહ પોતાની ઝાડીમાંથી ચઢી આવ્યો છે, તે તો પ્રજાઓનો વિનાશક છે; તારા દેશને ઉજ્જડ કરવા માટે તે પોતાના રહેઠાણમાંથી બહાર નીકળ્યો છે; તારાં નગરો એવાં ઉજ્જડ થશે કે, તેઓમાં કોઈ રહેવાસી જોવામાં આવશે નહિ.
8 તે કારણથી ટાટ પહેરો, વિલાપ તથા રુદન કરો; કેમ કે યહોવાનો ઉગ્ર કોપ આપણા પરથી ઊતર્યો નથી.
9 યહોવા કહે છે કે, તે દિવસે રાજાનું તથા સરદારોનું કાળજું ફાટી જશે; અને યાજકો વિસ્મિત થશે, ને પ્રબોધકો અચંબો પામશે.”
10 ત્યારે મેં કહ્યું, “આહા, યહોવા! ‘તમને શાંતિ થશે, એમ કહીને તમે લોકોને તથા યરુશાલેમને ખરેખર ફસાવ્યાં છે; કેમ કે અહીં તો તરવાર જીવ સુધી આવી પહોંચી છે.”
11 તે સમયે લોકોને તથા યરુશાલેમને કહેવામાં આવશે, “રાનમાં બોડી ટેકરીઓ પરથી લૂ મારા લોકની પુત્રી તરફ આવશે, તે તો ઊણપવાના કે સ્વચ્છ કરવાના ઉપયોગમાં આવશે નહિ;
12 મારી આજ્ઞા થી તે સ્થાનો તરફથી ભારે પવન આવશે; હમણાં હું તેઓને ન્યાયશાસન કહી સંભળાવીશ.”
13 જો, તે વાદળાંની જેમ ચઢશે, ને તેના રથો વંટોળિયા જેવા થશે; તેના ઘોડા ગરુડ કરતાં વેગવાન છે. અમને અફસોસ! કેમ કે અમે લૂંટાયા છીએ.
14 હે યરુશાલેમ, દુષ્ટતા દૂર કરીને તારું હ્રદય શુદ્ધ કર, એટલે તારું તારણ થશે. તું વ્યર્થ કરલ્પનાઓ ક્યાં સુધી કરશે?
15 કેમ કે દાનથી વાણી સંભળાય છે, ને એફ્રાઈમના પર્વતોથી વિપત્તિ પ્રગટ કરવામાં આવે છે;
16 પ્રજાઓને કહી સંભળાવો; જુઓ, યરુશાલેમને ચેતવણી આપો કે, દૂર દેશથી ઘેટો ઘાલનારા આવે છે, તેઓ યહૂદિયાનાં નગરોની સામે ગર્જે છે.
17 ખેતરના રખેવાળોની જેમ તેઓ ચારે તરફ પડાવ નાખે છે; કેમ કે તેણે મારી સામે બંડ કર્યું છે, એવું યહોવા કહે છે.
18 તારી ચાલ તથા તારી કરણીઓને લીધે તારી એવી સ્થિતિ થઈ છે; તારી દુષ્ટતા છે; ખરેખર તે કડવી છે, તે તારા હ્રદયને વીંધે છે.
19 અરે મારી આંતરડી, મારી આંતરડી! મારા હ્રદયમાં દુ:ખ થાય છે; મારામાં, મારા હ્રદયમાં ખળભળાટ છે; હું શાંત રહી શકતો નથી; કેમ કે હે મારા જીવ, તેં રણશિંગડાનો અવાજ, રણનાદ સાંભળ્યો છે.
20 નાશ ઉપર નાશના સમાચાર આવે છે, કેમ કે આખો દેશ લૂંટાયો છે. એકદમ મારા તંબુઓ, પલક વારમાં મારા પડદા લૂંટાયા છે!
21 હું ક્યાં સુધી ધ્વજા જોઈશ? ક્યાં સુધી રણશિંગડાનો નાદ સાંભળીશ?
22 મારા લોક મૂર્ખ છે, તેઓ મને ઓળખતા નથી; તેઓ અક્કલહિન છોકરાં છે, તેઓને કંઈ બુદ્ધિ નથી. તેઓ ભૂંડું કરી જાણે છે, પણ ભલું કરી જાણતાં નથી.
23 મેં પૃથ્વીને જોઈ, તો જુઓ, તે અસ્તવ્યસ્ત હતી. અને આકાશોને જોયાં, તો તેઓમાં અજવાળું નહોતું.
24 મેં પર્વતોને જોયા, તો જુઓ, તેઓ કંપતા હતા, ને સર્વ ડુંગરો થરથરતા હતા.
25 મેં જોયું, તો જુઓ, કોઈ મનુષ્ય દેખાતું હતું, ને આકાશોનાં પક્ષીઓ નાસી ગયાં હતાં.
26 મેં જોયું, તો જુઓ, રસાળ ભૂમિ વેરાન થઈ ગઈ હતી, અને યહોવાની સમક્ષ, તેમના ભારે કોપને લીધે, તેનાં સર્વ નગરો પાયમાલ થયાં હતાં.
27 કેમ કે યહોવા એવું કહે છે, “આખો દેશ ઉજ્જડ થશે, તોપણ એટલેથી હું તેનો અંત લાવીશ નહિ.
28 કારણથી પૃથ્વી શોક કરશે, ને ઉપરનાં આકાશો કાળાં થશે; કેમ કે હું તે બોલ્યો છું. મે નિશ્ચય કર્યો છે, હું તે વિષે પશ્ચાતાપ કરીશ નહિ, ને તેથી પાછો હઠીશ નહિ.
29 સવારો તથ ધનુર્ધારીઓના અવાજ સાંભળીને નગરમાંના સર્વ લોકો નાસે છે. તેઓ ઝાડીઓમાં ભરાઈ જાય છે, તથા ખડકો પર ચઢી જાય છે. સર્વ લોક નગરોને તજે છે, તેઓમાં કોઈ વસનાર નથી.
30 હે લૂંટાયેલી, તું હવે શું કરીશ? તું કિરમજી વસ્ત્ર પહેરે, ને સોનાનાં ઘરેણાં પહેરીને પોતાને શણગારે, ને કાજળથી તારી આંખો આંજે, તોપણ તું પોતાને ફોકટ સુશોભિત કરે છે! તારા આશકો તને ધિક્કારે છે, તેઓ તને મારી નાખવા માગે છે.
31 સિયોનની પુત્રીનો સાદ મેં સાંભળ્યો છે, તે તો જન્મ આપનાર સ્ત્રીના જેવો, તથા તેના પહેલા બાળકને જન્મ આપતાં કષ્ટાતી સ્ત્રીના જેવો સાદ છે; તે હાંફે છે, પોતાના હાથ પ્રસારે છે, અને કહે છે, ‘મને હાય, હાય! કેમ કે ઘાતકીઓને લીધે મારો જીવ લાસ થઈ ગયો છે.’
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×