Bible Versions
Bible Books

Psalms 125 (GUV) Gujarati Old BSI Version

1 ચઢવાનું ગીત. યહોવા પર વિશ્વાસ રાખનારાઓ સિયોન પહાડ જેવા છે કે, જે કદી ખસનાર નથી, પણ સદાકાળ ટકી રહે છે.
2 જેમ યરુશાલેમની આસપાસ પર્વતો આવેલા છે, તેમ સમયથી તે સર્વકાળ માટે પોતાના લોકોની આસપાસ યહોવા છે.
3 કેમ કે દુષ્ટતાનો રાજદંડ ન્યાયીઓના હિસ્સા પર ટકશે નહિ; રખેને ન્યાયીઓ અન્યાય કરવા લલચાય.
4 હે યહોવા, જેઓ સારાં છે, અને જેઓનાં હ્રદય યથાર્થ છે તેઓનું તમે કલ્યાણ કરો.
5 જેઓ પોતાને આડેઅવળે માર્ગે વળે છે, તેઓને યહોવા દુષ્ટોની સાથે લઈ જશે. ઇઝરાયલ ઉપર શાંતિ થાઓ.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×