Bible Versions
Bible Books

Numbers 25 (GUV) Gujarati Old BSI Version

1 અને ઇઝરાયલ શિટ્ટીમમાં રહેતા હતા, તેવામાં મોઆબની દીકરીઓની સાથે લોક વ્યભિચાર કરવા લાગ્યા.
2 કેમ કે તેઓ પોતાના દેવોન ને પ્રસંગે લોકોને નોતરતા હતા; અને લોકો ખાતા ને તેઓના દેવોનું ભજન કરતા.
3 અને ઇઝરાયલ બાલ-પેઓર ના પંથ માં ભળ્યા; અને ઇઝરાયલ પર યહોવાનો કોપ સળગી ઊઠ્યો.
4 અને યહોવાએ મૂસાને કહ્યું, “લોકોના સર્વ આગેબાનોને લે, ને યહોવાને માટે સૂર્યની સામે તેઓને ફાંસી આપ, કે યહોવાનો પ્રચંડ કોપ ઇઝરાયલ પરથી દૂર કરાય.”
5 અને મૂસાએ ઇઝરાયલના ન્યાયાધીશોને કહ્યું, “તમે પ્રત્યેક પોતપોતાના જે માણસો બાલ-પેઓર ના પંથ માં ભળ્યા હોય, તેઓને મારી નાખો.”
6 અને જુઓ, ઇઝરાયલી લોકોમાંનો એક માણસ આવ્યો, ને મૂસાની આગળ તથા ઇઝરાલની સમગ્ર પ્રજા કે જે મુલાકાતમંડપના દ્વાર પાસે રડતી હતી તેની આગળ, પોતાના ભાઈઓની પાસે એક મિદ્યાની સ્‍ત્રીને લાવ્યો.
7 અને હારુન યાજકના દિકરા એલાઝારના દિકરા ફીનહાસે જોયું ત્યારે મંડળીની મધ્યેથી ઊઠીને તેણે પોતાના હાથમાં ભાલો લીધો.
8 અને પેલા ઇઝરાયલી પુરુષની પાછળ ઓરડીમાં જઈને તેણે તે ઇઝરાયલી પુરુષનું તથા પેલી સ્‍ત્રીનું પેટ વીંધી નાખ્યાં. એમ ઇઝરાયલી લોકોમાંથી મરકી બંધ થઈ.
9 અને જેઓ મરકીથી મરી ગયા તેઓ ચોવીસ હજાર હતા.
10 અને યહોવાએ મૂસાને કહ્યું,
11 “હારુન યાજકના દિકરા ફીનહાસે તેઓ મધ્યે મારા આવેશથી આવેશી થઈને ઇઝરાયલીઓ પરથી મારો કોપ પાછો વાળ્યો છે, તેથી મેં મારા આવેશમાં ઇઝરાયલનો નાશ કર્યો.
12 માટે કહે કે, જુઓ, હું તેને મારો શાંતિનો કરાર આપું છું:
13 અને તે તેના લાભમાં તથા તેના પછી તેના વંશજોના લાભમાં સદાના યાજકપદનો કરાર થશે. કારણ કે તેણે પોતાના ઈશ્વરને માટે આવેશી થઈને ઇઝરાયલી લોકોને માટે પ્રાયશ્ચિત્ત કર્યું.”
14 અને જે ઇઝરાયલી માણસ મરાયો, એટલે મિદ્યાની સ્‍ત્રીની સાથે જે માર્યો ગયો તેનું નામ ઝિમ્રી હતું, તે શિમયોનીઓ મધ્યે પિતાના ઘરના અધિપતિ સાલુનો દિકરો હતો.
15 અને જે મિદ્યાની સ્‍ત્રીને મારી નાંખવામાં આવી તેનું નામ કીઝબી હતું, તે સૂરની દીકરી હતી. સૂર મિદ્યાનમાં પિતાના ઘરના લોકોનો મુખ્ય હતો.
16 અને યહોવાએ મૂસાને કહ્યું,
17 “મિદ્યાનીઓને હેરાન કરો, ને તેઓને મારો.
18 કેમ કે તેઓ તેમની કુયુક્તિઓથી તમને હેરાન કરે છે. એમ કરીને તેઓએ પેઓરની બાબતમાં તથા પોતાની બહેન, એટલે મિદ્યાનના અધિપતિની દીકરી કીઝબી, કે જેને પેઓરની બાબતની મરકીને દિવસે મારી નાખવામાં આવી. તેની બાબતમાં તમને ફસાવ્યા.”
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×