Bible Versions
Bible Books

Nehemiah 4 (GUV) Gujarati Old BSI Version

1 અમે કોટ બાંધીએ છીએ, જ્યારે સાન્બાલ્લાટે સાંભળ્યું ત્યારે તે ક્રોધાયમાન થયો, તેને ઘણો રોષ ચઢ્યો, ને તેણે યહૂદીઓની હાંસી કરી.
2 પોતાના ભાઈઓની તથા સનરુનના સૈન્યની સમક્ષ તેણે કહ્યું, “આ નિર્મળ યહૂદિઓ શું કરે છે? શું તેઓ પોતાને માટે કોટ બાંધવાના? શું તેઓ યજ્ઞ કરવાના? શું તેઓ એક દિવસમાં પૂરું કરવાના? શું બળી ગયેલી ઇમારતોનાં ધૂળઢેફાંના ઢગલામાંથી તેઓ પાછા પથ્થર ઉપજાવવાના?”
3 હવે ટોબિયા આમ્મોની તેની પડખે ઊભેલો હતો, તેણે કહ્યું, “તેઓ ભલે બાંધે. તેઓના પથ્થરના કોટ પર જો એક શિયાળવું ચઢે તોપણ તે તૂટી પડે!”
4 “હે અમારા ઈશ્વર, સાંભળો, અમારો તિરસ્કાર કરવામાં આવે છે! તેઓ અમારી નિંદા કરે છે તેનો તેમને તમે બદલો આપો. તેઓ બંદીવાસમાં જાઓ, અને તેમના ઘરબાર લૂંટાઈ જાઓ!
5 તેઓનો અન્યાય તમે ઢાંકતા નહિ, તેઓનું પાપ તમારી આગળથી ભૂંસી નંખાઓ; કેમ કે તેઓએ બાંધનારાઓની આગળ તમને ચીડવ્યા છે.”
6 પ્રમાણે અમે તે કોટ બાંધ્યો; અને શહેરને ફરતો આખો કોટ તેની અડધી ઊંચાઇ સુધી સાંધી દીધો. કેમ કે લોકોને કામ કરવાનું મન હતું.
7 સાન્બાલાટે, ટોબિયાએ, અરબોએ, આમ્મોનીઓએ, તથા આશ્દોદીઓએ સાંભળ્યું કે, યરુશાલેમનાં કોટની મરામત ચાલે છે, ને ગાબડાં પુરાવા લાગ્યાં છે, ત્યારે તેઓને બહું ક્રોધ ચઢ્યો.
8 યરુશાલેમ વિરુદ્ધ લડવાની તથા તે કામમાં ભંગાણ પાડવાની તે સર્વએ મળીને સંતલસ કરી.
9 પણ અમે અમારા ઈશ્વરની પ્રાર્થના કરી, ને રાતદિવસ તેઓની તપાસ રાખવાને ચોકિદારો મૂક્યાં.
10 યહૂદિયાના લોકોએ કહ્યું, “મજૂરો થાકી ગયા છે, અને કચરો તો હજી બહું છે, માટે અમે કોટ બાંધી શકતા નથી.
11 અમારા શત્રુઓએ એમ કહ્યું કે, અમે તેઓના ઉપર ઘસારો કરીને તેઓને મારી નાખીશું, અને કામ અટકાવીશું, ત્યાં સુધી તેઓ જાણશે નહિ, તેમ દેખશે પણ નહિ.
12 તેઓની પડોશમાં જે યહૂદીઓ રહેતા હતા, તેઓ પણ અમારી પાસે આવીને વારંવાર કહેતા હતા કે, તેઓ સર્વ સ્થળેથી આપણી વિરુદ્ધ એકત્ર થાય છે.”
13 તેથી મેં કોટની પાછળ સૌથી નીચલા ભાગોની ખુલ્લી જગાઓમાં લોકોને તેઓનાં કુટુંબો પ્રમાણે, તરવારો, ભાલા તથા ધનુષ્યો ધારણ કરાવીને બેસાડ્યા.
14 એમને ભયભીત થયેલા જોઈને મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોએ કહ્યું, “તમારે તેઓથી બીવું નહિ. મોટા ને ભયાવહ યહોવાનું સ્મરણ કરો, અને તમારા ભાઈઓ, પુત્રો, પુત્રીઓ, સ્ત્રીઓ તથા તમારાં ઘરોને માટે લડો.”
15 જ્યારે અમારા શત્રુઓએ સાંભળ્યું કે અમને તેઓના ઈરાદાની ખબર પડી છે, ને ઈશ્વરે તેઓની મસલત રદ કરી છે, ત્યારે અમે સર્વ કોટ પર પોતપોતાના કામ પર પાછા ગયા.
16 તે વખતથી મારા અડધા ચાકરો કામે લાગતા, ને બીજા અડધા યહૂદિયાના સર્વ લોકોના રક્ષણને માટે ભાલા, ઢાલોમ ધનુષ્યો તથા કવચો ધારણ કરતા.
17 જેઓ કોટ બાંધતા હતા તેઓ, તથા જેઓ માથા પર બોજો ઉપાડતા હતા તેઓ પણ, શસ્ત્રસજ્જિત રહેતા, તેઓમાંનો દરેક એક હાથથી કામ કરતો, ને બીજા હાથમાં શસ્ત્ર રાખતો.
18 બાંધકામ કરનારાઓ પોતપોતાની તરવાર કમરે લટકાવીને કામ કરતા હતા. રણશિંગડું વગાડનાર મારી પાસે હતો.
19 મેં અમીરોને, અમલદારોને તથા બાકીના લોકોને કહ્યું, “કામ મહામોટું તથા ઘણું છે, ને આપણે કોટ ઉપર એકબીજાથી ઘણા છૂટા પડી ગયેલા છીએ.
20 તો જે જગાએથી તમે રણશિંગડાંનો અવાજ સાંભળો ત્યાં તમારે અમારી પાસે આવી પહોંચવું. આપણા ઈશ્વર આપણે માટે યુદ્ધ કરશે.”
21 પ્રમાણે અમે કામ ચલાવતા હતા; અડધા લોકો પરોઢિયાથી માંડીને તારા દેખાય ત્યાં સુધી ભાલા લઈને ઊભા રહેતા હતા.
22 વળી તે સમયે મેં લોકોને કહ્યું, “દરેક માણસે પોતાના ચાકરસહિત યરુશાલેમમાં ઉતારો કરવો કે, રાત્રે તેઓ અમારી ચોકી કરે, ને દિવસે મહેનત કરે.”
23 એમ હું, મારા ભાઈઓ, મારા સેવકો તથા મારા હાથ નીચેના રક્ષક સિપાઈઓ, એમાંનો કોઇપણ પોતાના વસ્ત્ર ઉતારતો નહિ, પ્રત્યેક પોતાનું વસ્ત્ર સાથે રાખીને પણઘટ પર જતો.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×