Bible Versions
Bible Books

Ezekiel 3 (GUV) Gujarati Old BSI Version

1 પછી તેણે મને કહ્યું, હે મનુષ્યપુત્ર, જે તને મળે તે ખા, ઓળિયું ખા, અને જઈને ઇઝરાયલના વંશજોની સાથે વાત કર.”
2 એથી મેં મારું મુખ ઉઘાડ્યું, ને તેણે મને તે ઓળિયું ખવડાવ્યું.
3 વળી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઓળિયું જે હું તને આપું છું તે ગળી જઈને પાચન કર.” ત્યારે મેં તે ખાધું; અને મારા મોંમાં તે મધ જેવું મીઠું લાગ્યું.
4 તેણે મને કહ્યું, હે મનુષ્યપુત્ર, જા ઇઝરાયલી લોકો પાસે જઈને મારા શબ્દો તેઓને કહી સંભળાવ.
5 કેમ કે તને અજાણી બોલીવાળા અને કઠણ ભાષાવાળા લોકની પાસે નહિ, પણ ઇઝરાયલી પ્રજા પાસે મોકલવામાં આવે છે.
6 અજાણી બોલી તથા મુશ્કેલ ભાષા બોલનાર ઘણી પ્રજાઓ કે જેઓના શબ્દો તું સમજી નથી શકતો તેઓની પાસે નહિ, જો હું તને તેઓની પાસે મોકલત તો તેઓ અવશ્ય તારું સાંભળત.
7 પણ ઇઝરાયલી પ્રજા તારું નહિ સાંભળે, કેમ કે તેઓ મારું સાંભળવા ઇચ્છતા નથી, કેમ કે ઇઝરાયલની આખી પ્રજા ઉદ્ધત તથા કઠણ હ્રદયની છે.
8 જો, મેં તારું મુખ તેમનાં મુખ સામે કઠણ, ને તારુ કપાળ તેમનાં કપાળ સામે કઠણ કર્યુ છે.
9 તારું કપાળ મેં‍ ચકમક કરતાં કઠણ વજ્ જેવું કર્યું છે! જો કે તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તારે તેઓથી બીવુ નહિ, તેમ તેમના ચહેરા જોઈને ગભરાવું પણ નહિ.
10 વળી તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, મારા જે વચનો હું તને કહું તે સર્વ તારા હ્રદયમાં સ્વીકાર, ને તારે કાને સાંભળ.
11 બંદીવાસીઓ પાસે જા, એટલે તારા લોકના સંતાનો પાસે જઈને તેમની સાથે વાત કરીને તેમને કહે, ‘આ પ્રમાણે પ્રભુ યહોવા કહે છે.’ પછી તેઓ ગમે તો સાંભળે કે, ગમે તો સાંભળે.”
12 પછી આત્માએ મને ઊંચકી લીધો, ને મેં મારી પાછળ યહોવાના સ્થાનમાંથી ‘તમના ગૌરવને ધન્ય હો.’ એવો મોટા ગડગડાટનો અવાજ સાંભળ્યો.
13 પેલા પ્રાણીઓની પાંખો એકબીજીને અડકતાં તેમનો જે અવાજ થતો તે, તથા તેમની પાસેનાં પૈડાંનો મોટા ગડગડાટનો અવાજ મેં સાંભળ્યો
14 એમ આત્મા મને ઊંચો ચઢાવીને લઈ ગયો; અને હું દુ:ખી થઈને તથા મનમાં તપી જઈને ગયો, ને યહોવાનો હાથ મારા પર સબળ હતો.
15 પછી હું તેલ-અવીવમાં કબાર નદીની પાસે રહેનારા બંદીવાનોની પાસે આવ્યો, અને તેઓ બેઠા હતા ત્યાં હું બેઠો, અને ત્યાં તેઓની સાથે હું સાત દિવસ સુધી સ્તબ્ધ બેસી રહ્યો.
16 સાત દિવસ પૂરા થયા પછી યહોવાનું વચન મારી પાસે આવ્યું,
17 “હે મનુષ્યપુત્ર, મેં તને ઇઝરાયલ‍ પ્રજા પર ચોકીદાર ઠરાવ્યો છે; તેથી મારા મુખના વચન સાંભળીને મારા મારા તરફથી તેમને ચેતવણી આપ.
18 જ્યારે હું દુષ્ટને કહું કે, તું નક્કી માર્યો જશે, ત્યારે જો તું તેને ચેતવે, ને દુષ્ટનો જીવ બચાવવા માટે, તેને તેના કુમાર્ગથી ફરવાને ચેતવણી આપે, તો તે દુષ્ટ માણસ તો તેની દુષ્ટતામાં મરશે; પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ.
19 પરંતુ દુષ્ટને તું ચેતાવે તે છતાં તે પોતાની દુષ્ટતાથી તથા પોતાના કુમાર્ગથી પાછો હઠે, તો તે પોતાની દુષ્ટતામાં માર્યો જશે; પણ તેં તો તારા આત્માને બચાવ્યો છે.”
20 વળી જ્ચારે કોઈ નેક માણસ પોતાની નેકીથી ફરી જઈને દુષ્કર્મ કરે, ને તેથી હું તેની આગળ ઠેસ મૂકું, તો તે માર્યો જશે. તેં તેને ચેતવણી નથી આપી તેથી તે તો પોતાના પાપને લીધે મરશે, ને તેનાં કરેલાં સુકૃત્યોનું સ્મરણ કરવામાં આવશે નહિ. પણ તેના રક્તનો જવાબ તો હું તારી પાસેથી માગીશ.
21 તથાપિ, જો તું નેક માણસને તે પાપ કરે, તો તે નક્કી જીવતો રહેશે, કેમ કે તેણે ચેતવણી ધ્યાનમાં લીધી, તને તેં તારા આત્માને બચાવ્યો છે.”
22 ત્યાં યહોવાનો હાથ મારા પર હતો, તમેણે મને કહ્યું, “તું અહીથી ઊઠીને મેદાનમાં ચાલ્યો જા, ને ત્યાં હું તારી સાથે વાત કરીશ.”
23 ત્યારે હું ઊઠીને મેદાનમાં ગયો. અને, જુઓ, જે ગૌરવ મેં કબાર નદીની પાસે જોયું હતું તે પ્રમાણે યહોવાનું ગૌરવ ત્યાં ઊભું હતું; અને હું ઊધો પડી ગયો.
24 ત્યારે ઈશ્વરના આત્માએ મારામાં પ્રવેશ કરીને મને મારા પગ પર ઊભો કર્યો. અને તેણે મારી સાથે વાત કરીને મને કહ્યું, “જા, તારા ઘરમાં ભરાઈને બારણાં બંધ કરી રાખ.
25 પણ, હે મનુષ્યપુત્ર, જો, તેઓ તને રસીઓથી જકડી લેશે, ને તું નીકળીને તેઓમાં જઈ શકશે નહિ.
26 હું તારી જીભને તારે તાળવે એવી રીતે ચોંટાડી દઇશ કે તું મૂંગો થઈ જશે, ને તેમને ઠપકો અપી શકાશે નહિ, કેમ કે તેઓ બંડખોર લોકો છે.
27 પણ હું તારી સાથે મોકલીશ ત્યારે હું તારું મુખ ખોલીશ, ને તું તેઓને કહેજે, પ્રભુ યહોવા કહે છે કે, જે સાંભળતો હોય તે સાભળે; અને જે સાંભળતો હોય તે સાંભળે; કેમ કે તેઓ બંડખોર લોકો છે.
Copy Rights © 2023: biblelanguage.in; This is the Non-Profitable Bible Word analytical Website, Mainly for the Indian Languages. :: About Us .::. Contact Us
×

Alert

×